- વડાપ્રધાન મોદી સોમવારે લાલ કિલ્લા પર કરશે ધ્વજ વંદન
- લાલ કિલ્લા પર 5000 જેટલા સૈનિકો તૈનાત કરાયા
- લાલ કિલ્લા પર એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી
નવી દિલ્હી: આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદી રવિવારે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ અગાઉ, લાલ કિલ્લાના સમગ્ર વિસ્તારને સુરક્ષા છાવણીમાં ફેરવવામાં આવ્યો છે. પ્રથમ વખત અહીં કન્ટેનર પણ લગાવવામાં આવ્યું છે. લાલ કિલ્લાને નજીક આવેલા વિસ્તારોમાં શનિવારે બપોર બાદ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાનાં સમગ્ર મામલે તૈનાત સૈનિકો કમાન્ડ સંભાળશે.
5000 જેટલા સૈનિકો તૈનાત
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 15 ઓગસ્ટના કાર્યક્રમ માટે લાલ કિલ્લા પર 5000 જેટલા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. લગભગ 40 PCR (Police Control Room) જિપ્સીઓ અને 30 QRT (Quick Reaction Team) દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. આના પર સશસ્ત્ર સૈનિકો તૈનાત રહેશે. આ સિવાય બાઇક પેટ્રોલિંગ ટીમ દ્વારા પણ આ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે.
SWAT કમાન્ડોના લગભગ 500 સૈનિકો
આ ઉપરાંત, SWAT કમાન્ડોના લગભગ 500 સૈનિકોને અલગથી તૈનાત કરવામાં આવ્યા છે. આશરે 350 CCTV કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે, જેના માટે 2 કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. અહીં 3 સ્તરની સુરક્ષા રહેશે. આ સાથે NSG સ્નાઈપર્સ પણ અહીં હાજર રહેશે.
એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવાઈ
આ વર્ષે જમ્મુ એરપોર્ટના એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાને જોતા લાલ કિલ્લા પર એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. એવી આશંકા છે કે, આવી પ્રવૃત્તિ પણ થઇ શકે છે, જો આવું કંઇક થાય તો આ એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ તાત્કાલિક પગલાં લેશે.