નવી દિલ્હી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ (IND vs SA 3rd ODI) આજે દિલ્હીમાં રમાઈ રહી છે. ભારતે ટોસ (India won toss) જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ભીનું મેદાન ભીનું મેદાન હોવાને કારણે ટોસ 1:40 વાગ્યે થયો હતો. ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં બંને ટીમો 1-1થી બરાબરી પર છે. ટીમ ઈન્ડિયાને ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામે 12 વર્ષ બાદ શ્રેણી જીતવાના પડકારનો સામનો કરવો પડશે. 2010 પછી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે તેની ધરતી પર એક પણ વનડે શ્રેણી જીતી શકી નથી.
મેચનું આયોજન દિલ્હીમાં આ મેચનું આયોજન કરાવામાં આવ્યું છે. છેલ્લા ધણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે, આજે સવારે એટલે કે મંગળવારની સવાર માંથી જ વાદળો જોવા મળ્યા હતા. પરંતુ થોડી જ વારમાં તડકો નિકળતા મેચ ચાહકોમાં ખુશી જોવા મળી હતી.
ભારતે પ્રથમ બોલિંગ દિલ્હીમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીના નિર્ણાયકમાં ભારતે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ડેવિડ મિલ્લર (David Miller) સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાની આગેવાની કરી રહ્યો છે. ભીના મેદાનને કારણે મેચમાં વિલંબ જોવા મળ્યો અને તે બપોરે 02:00 વાગ્યે શરૂ થયો.જો કે 1:30 ના મેચ શરૂ થવાની હતી. સા આગાહી મુજબ દિલ્હીમાં હવામાનની સ્થિતિ આખો દિવસ વાદળછાયું રહેવાની ધારણા છે