લોર્ડ્સઃ બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 100 રનથી કરારી હાર આપી હતી. પ્રથમ વનડેમાં ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વગર ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી. જેમાં ટીમ ઇંડિયાના ફાસ્ટ બોલર બુમરાહે તરખરાટ મચાવ્યો હતો. બીજી વનડેમાં રીસ ટોપલીની ધારદાર બોલિંગ સામે ભારતનો કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. જેના કારણે ટીમ ઈન્ડિયાને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો.
-
"It's a lot to take in!" 😅
— England Cricket (@englandcricket) July 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Topley reflects on his record-breaking performance 👏
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/Fqfwz00ae0
">"It's a lot to take in!" 😅
— England Cricket (@englandcricket) July 14, 2022
Topley reflects on his record-breaking performance 👏
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/Fqfwz00ae0"It's a lot to take in!" 😅
— England Cricket (@englandcricket) July 14, 2022
Topley reflects on his record-breaking performance 👏
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/Fqfwz00ae0
ભારતનું ટોપ ઓર્ડર પરાસ્ત - ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડને 50 ઓવરમાં 246 રન સુધી રોકી દીધું હતું. ભારતને નિર્ધારિત 50 ઓવરમાં 247 રન બનાવવાનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે ટાર્ગેટ હાંસલ કરવા દાવની શરૂઆત કરી હતી, પરંતુ ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો. રોહિત અને પંત ટોપ ઓર્ડરમાં ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ઓપનર શિખર ધવને માત્ર 9 રન બનાવ્યા હતા.
વિરાટ ફરી નિરાશઃ રન મશીન કહેવાતું વિરાટ કોહલીનું બેટ આજે ફરી ચાલી શક્યું ન હતું. વિરાટ કોહલી 16 રનની અંગત ઇનિંગ બાદ આઉટ થયો હતો. વિરાટ સિવાય સૂર્યકુમાર યાદવે 27 રન બનાવ્યા હતા જ્યારે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ 29-29 રન બનાવ્યા હતા. ટૂંક સમયમાં જ ભારતીય ટીમ માત્ર 146 રનમાં સમેટાઈ ગઈ હતી. આમ ટીમ ઈન્ડિયાને 100 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
હાર બાદ રોહિત શર્માએ કહ્યું: ઈંગ્લેન્ડના હાથે હાર બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે શરૂઆતમાં ઘણી સારી બોલિંગ કરી હતી, પરંતુ ઈંગ્લેન્ડના બેટ્સમેન મોઈન અને વિલીએ ધીમી ઈનિંગ્સ રમી હતી. મને લાગતું હતું કે રમ્યા બાદ પિચ સારી થઈ જશે, પરંતુ પિચે અમને આશ્ચર્યચકિત કરી દીધા. ટોપ ઓર્ડરના બેટ્સમેને લાંબી બેટિંગ કરવી જોઈએ જે અમે કરી શક્યા નથી. જેના કારણે અમારી હાર થઈ. હવે માન્ચેસ્ટરમાં આગામી મેચ રોમાંચક હશે, જેના માટે અમારે વધુ સારું કરવાનો પ્રયાસ કરવો પડશે.