હૈદરાબાદઃ ભારતે ત્રીજી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવ્યું હતું(India defeated Australia in T20 match). આ જીત સાથે ભારતે ત્રણ મેચની T20I શ્રેણી 2-1થી જીતી લીધી છે(India won the T20 series against Australia). ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત ઓવરમાં સાત વિકેટે 186 રન બનાવ્યા હતા અને ભારતને 187 રનનો લક્ષ્યાંક આપ્યો હતો(Australia team score). જવાબમાં ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ ઈન્ડિયાની ઓસ્ટ્રેલિયા સામે તેના હોમ ગ્રાઉન્ડ પર નવ વર્ષ બાદ ટી20 સિરીઝ જીતી છે, આ પહેલા ભારતીય ટીમ 2013 બાદ ઓસ્ટ્રેલિયાને તેની હોમ ગ્રાઉન્ડ પર ટી20 સિરીઝમાં હરાવી શકી નથી.
ભારતનો ભવ્ય વિજય ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટિમ ડેવિડે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 27 બોલમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા જ્યારે કેમરન ગ્રીને 21 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ 2013થી ઓસ્ટ્રેલિયાને તેની ઘરેલુ T20 શ્રેણીમાં હરાવી શકી નહોતી. 2007 અને 2013માં તેણે એક-એક મેચની શ્રેણી જીતી હતી. આ માટે ભારતીય ટીમ પાસે આ સારી તક હતી.
ભારત: કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટમેન), અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, જોશ ઈંગ્લિસ, મેથ્યુ વેડ (વિકેટમેન), ડેનિયલ સેમ્સ, પેટ કમિન્સ, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.