ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41,965 કેસ નોંધાયા, 460 લોકોના મોત

author img

By

Published : Sep 1, 2021, 2:10 PM IST

દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટી રહ્યા છે. ત્યારે આજે (બુધવારે) દેશભરમાં કોરોનાના નવા 41,965 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત લોકોનું કુલ સંખ્યા 3,28,10,845 થઈ છે. ત્યારે હાલમાં દેશમાં કોરોનાના 3,78,181 દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત 460 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41,965 કેસ નોંધાયા, 460 લોકોના મોત
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 41,965 કેસ નોંધાયા, 460 લોકોના મોત
  • દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટ્યા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 460 કેસ નોંધાયા
  • દેશમાં કોરોનાના કારણે કુલ 4.39 લાખ લોકોના થયા મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના દૈનિક કેસ ઘટી રહ્યા છે. ત્યારે આજે (બુધવારે) દેશભરમાં કોરોનાના નવા 41,965 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત લોકોનું કુલ સંખ્યા 3,28,10,845 થઈ છે. ત્યારે હાલમાં દેશમાં કોરોનાના 3,78,181 દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત 460 લોકોના કોરોનાના કારણે મોત થયા છે

આ પણ વાંચો- મોરબીમાં આજે મેગા વેક્સિનેશન ડ્રાઇવ, 108 સ્થળોએ આપવામાં આવી રસી

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 460 લોકોના મોત થયા

કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય તરફથી બુધવારે સવારે 8 વાગ્યે જાહેર કરેલા આંકડા અનુસાર, કોરોના સંક્રમણના કારણે વધુ 460 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કારણે કુલ 4,39,020 લોકોના મોત થયા છે. તો દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 3,78,181 થઈ છે, જે કુલ કેસના 1.15 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં કુલ 7,541નો વધારો નોંધાયો છે. જ્યારે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 97.51 ટકા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો- મંગળવારે ભારતમાં 1 કરોડથી વધુ લોકોને કોરોના રસી આપવામાં આવી

દેશમાં 65 કરોડથી વધુ લોકોનું કોરોના વેક્સિનેશન પૂર્ણ

આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કુલ કોરોનાના 52,31,84,293 સેમ્પલની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 16,06,785 સેમ્પલની તપાસ મંગળવારે કરવામાં આવી હતી. તો દૈનિક સંક્રમણ દર 2.61 ટકા છે. જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 2.58 ટકા છે, જે છેલ્લા 68 દિવસથી ત્રણ ટકાથી ઓછો છે. દેશમાં અત્યાર સુધી કુલ 3,19,93,644 લોકો સંક્રમણમુક્ત થઈ ચૂક્યા છે અને કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે. તો બીજી તરફ કોરોના વેક્સિનેશનમાં પણ વધારો થયો છે. મંત્રાલયના અનુસાર, મંગળવારે એક દિવસમાં કુલ 1.33 કરોડ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ દેશમાં કુલ 65.41 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.

દેશમાં 23 જૂને કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરોડને પાર થઈ હતી

દેશમાં ગયા વર્ષે 7 ઓગસ્ટે કોરોના સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ હતી. જ્યારે સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર ગયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે આ કેસ 1 કરોડને પાર, 4 મેએ 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.