ETV Bharat / bharat

સંયુક્ત કુટુંબનું ઉદાહરણ: લુધિયાણામાં 2 ભાઈઓ 60 વર્ષથી ચલાવે છે ચાની દુકાન

પંજાબના લુધિયાણામાં છેલ્લા 60 વર્ષ 2 ભાઈઓ ચાની દુકાન ચલાવી રહ્યા છે. પંજાબ કૃષિ યુનિવર્સિટી બહાર ચાની દુકાન શરુ કરી હતી. આ દુકાનને તેઓની બીજી બીજી પેઢી દ્વારા ચલાવવામાં આવે છે.

સંયુક્ત કુંટુંબનું ઉદાહરણ: લુધિયાણામાં 2 ભાઈઓ 60 વર્ષથી ચલાવે છે ચાની દુકાન

author img

By

Published : Jul 29, 2021, 6:03 AM IST

Updated : Jul 29, 2021, 6:48 AM IST

  • પંજાબના લુધિયાણામાં સંયુક્ત પરિવારનું અનોખું ઉદાહરણ
  • 60 વર્ષથી 2 ભાઈઓ સાથે મળીને ચલાવે છે ચાની દુકાન
  • 1962માં શરુ કરેલી હાલ 2જી પેઢી ચલાવે છે ચાની દુકાન

પંજાબ: આજના સમયમાં અલગ પરિવારનું ચલણ છે, ત્યારે પંજાબના લુધિયાણામાં સંયુક્ત પરિવારનું અનોખું ઉદાહરણ જોઇ શકાય છે. અહીં બે ભાઈઓ સુરજીત સિંઘ અને સુખદેવસિંહે 60 વર્ષ પહેલાં પંજાબ કૃષિ યુનિવર્સિટીની બહાર ચાની દુકાન શરૂ કરી હતી. હવે તે તેમની બીજી પેઢી દ્વારા ચલાવવામાં આવે છે.

સંયુક્ત કુંટુંબનું ઉદાહરણ: લુધિયાણામાં 2 ભાઈઓ 60 વર્ષથી ચલાવે છે ચાની દુકાન

1962માં શરુ કરી હતી દુકાન

દુકાન ચાલક સુરજીત સિંહ ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવે છે કે, યુનિવર્સિટીની સ્થાપના 1962માં થઈ હતી, અમે પણ આ દુકાન ત્યારથી જ શરુ કરી હતી. આ દુકાન શરુ કરી ત્યારે ઘણા છોકરાઓ બહારથી ભણવા આવતા હતા. અમે સવારે 5 વાગ્યે દુકાન ખોલીને રાત્રે 3 વાગ્યા સુધી ખુલી રાખતા હતાં. છોકરાઓ ચા અને પરોઠા ખાતા અને સિનેમા વાળા લોકો ચા પીવા આવતા હતા. 1962માં અમે એક કપ ચા 15 પૈસામાં વેચતાં, છાશ 10 પૈસા અને જમવાના 60 પૈસા લેતા હતા.

કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન તેઓના ચા ની સ્ટોલ પણ બંધ જ હતી, આ લોકડાઉનના સમયમાં ઘણું સહન કરવું પડ્યુ હતુ, ત્યારે કોઈ આવે તો ઘરે થી રોટલી, ચા અને પાણી લઈને આવતો હતો.

પરિવારમાં 18 લોકો રહે છે સાથે

દુકાન ચલાવનારા બીજા ભાઈ કહે્ છે કે, અમારા 4 પુત્રો પણ છે. અમારો 18 લોકોનો પરિવાર છે. તવા પર રોટલી બને છે અને અમે બધા સાથે મળીને જમીએ છીએ. અમારા પરિવારમાં લડાઈ ઝઘડો થતો નથી. મેં પણ અભ્યાસ કર્યા બાદ નોકરી કરી છે. કુટુંબ સંભાળ્યુ અને ફેકટરીની નોકરી છોડી દીધી તેમજ મારા ભાઈની ઈચ્છાથી ચાની દુકાન શરુ કરી છે.

આ પણ વાંચો: વિદેશમાં સંભળાય છે હરિયાણાના આ હુક્કાની ગડગડાટ, ખરીદી માટે મહિનાઓ સુધી જોવી પડે છે રાહ

બંન્ને ભાઈઓને સન્નમાનિત કરાયા

તેઓને દુ:ખ છે કે સંયુક્ત કુટુંબની જૂની પરંપરાઓ અદૃશ્ય થઈ રહી છે. પહેલા 50-60 લોકો સાથે રહેતા હતા. હવે 20-25 લોકો પણ સાથે નથી રહી શકતા. પહેલા બહુ સ્નેહ હતું. બધાને મળવું અને સાથે રહેવાનું પસંદ હતું. આ બંન્ને ભાઈઓને ગુરુ અંગદ દેવ વેટરનરી અને એનિમલ સાયન્સ યુનિવર્સિટી - ગડવાસુ દ્વારા સન્માનિત કરાયા હતા. 80 વર્ષની ઉંમરે પરસ્પર પ્રેમ અને પ્રોત્સાહન એ સમાજ માટે એક ઉદાહરણ છે, તે લોકોને પ્રેમ અને એક સાથે રહેવાની પ્રેરણા આપે છે.

Last Updated : Jul 29, 2021, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.