ETV Bharat / bharat

પૂણેમાં ભાજપના એક કાર્યકર્તાએ સ્વખર્ચે PM Modiનું મંદિર બનાવ્યું

author img

By

Published : Aug 18, 2021, 10:20 AM IST

ભાજપના કાર્યકર્તાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એક આદર્શ છે. ત્યારે અનેક કાર્યકર્તાઓ વડાપ્રધાન પર અલગ અલગ રીતે પ્રેમ વરસાવતા હોય છે. તો હવે પૂણેમાં પણ ભાજપના એક કાર્યકર્તાએ સ્વખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) મંદિર બનાવ્યું છે, જેમાં વડાપ્રધાનની મૂર્તિ પણ રાખવામાં આવી છે. જોકે, લોકો માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.

પૂણેમાં ભાજપના એક કાર્યકર્તાએ સ્વખર્ચે PM Modiનું મંદિર બનાવ્યું
પૂણેમાં ભાજપના એક કાર્યકર્તાએ સ્વખર્ચે PM Modiનું મંદિર બનાવ્યું
  • પૂણેમાં ભાજપના એક કાર્યકર્તાએ સ્વખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર (PM Narendra Modi) બનાવ્યું
  • મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની મૂર્તિ રાખવામાં આવી, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું
  • અનેક કાર્યકર્તાઓ વડાપ્રધાન પર અલગ અલગ રીતે પ્રેમ વરસાવતા હોય છે

ન્યૂઝ ડેસ્કઃ પૂણેમાં ભાજપના એક કાર્યકર્તાએ સ્વખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવ્યું છે. આ ભાજપ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે જે વ્યક્તિએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કર્યું છે. તેમના માટે એક મંદિર હોવું જોઈએ. આ માટે મેં પોતાના પરિષરમાં આ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો. ભાજપના કાર્યકર્તા મયુર મુંડેએ પૂણેના ઔંધ વિસ્તારમાં આ મંદિર બનાવ્યું છે.

આ પણ વાંચો- પીએમ મોદીએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લઇ રહેલાં 54 ખેલાડીઓ સાથે વાત કરી પ્રોત્સાહિત કર્યાં

વડાપ્રધાનના કામથી પ્રભાવિત થઈ મંદિર બનાવ્યું

ભાજપના આ કાર્યકર્તાએ કહ્યું હતું કે, વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ વિકાસના અનેક કામ કર્યા છે અને જમ્મુ-કાશ્મીરમાં કલમ- 370 હટાવી, રામ મંદિર બનાવવા અને ત્રણ તલાક જેવા મુદ્દાઓ પર કામ કર્યું છે. એટલે જ તેમના કામથી પ્રભાવિત થઈને તેમનું મંદિર બનાવ્યું છે.

આ પણ વાંચો- LIVE:ઓલમ્પિકના ખેલાડીઓ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત

1.6 લાખ રૂપિયાના ખર્ચે મંદિર થયું તૈયાર

આ ઉપરાંત ભાજપના આ કાર્યકર્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનની પ્રતિમા, નિર્માણમાં લાગેલા જયપુરના લાલ માર્બલ અને નિર્માણની કિંમત 1.6 લાખ રૂપિયા છે. તેમણે કહ્યું હતું કે, મંદિરમાં મોદીને સમર્પિત એક કવિતા પણ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.