- રોડ અકસ્માત વધતા રાજ્ય સરકારે ટ્રાફિક નિયમો બનાવ્યા વધુ કડક
- કેટલીક જગ્યાએ લોકો અને કેટલીક જગ્યાએ તંત્રની બેદરકારી સામે આવી
- લોકોનો સવાલ, હવે ટ્રક ચલાવવા માટે ડ્રાઈવરે પણ હેલમેટ પહેરવું પડશે?
આ પણ વાંચોઃ ઓડિશામાં લેન્ડમાઈન બ્લાસ્ટમાં BSF જવાન ઇજાગ્રસ્ત
ભૂવનેશ્વરઃ રોડ અકસ્માત વધતા રાજ્ય સરકારે ટ્રાફિક નિયમો વધુ કડક બનાવી દીધા છે, પરંતુ હજી પણ કેટલાક લોકો બેદરકારી દાખવી રહ્યા છે. કેટલીક જગ્યાએ લોકો તો કેટલીક જગ્યાએ તંત્ર બેદરકારી દાખવે છે. આવી જ બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ રાજકોટ ટ્રાફિક પોલીસની બેદરકારી, કારનો મેમો ગોંડલના એક્ટિવા ચાલકને પહોંચ્યો
ભૂવનેશ્વરમાં આવવું ટ્રક ડ્રાઈવરને ભારે પડ્યું, મળ્યો રૂ. 1,000નો ટ્રાફિક મેમો
આપને જણાવી દઈએ કે, નો પાર્કિંગ ઝોનમાં ગાડી પાર્ક કરવા બદલ તો તમને ટ્રાફિક મેમો મળી, પરંતુ હેલમેટ પહેર્યા વગર ટ્રક ચલાવવા બદલ ટ્રાફિક મેમો મળ્યાનો કિસ્સા આ પહેલો હશે. ઓડિશા સ્થિત બ્રહ્મપુરમાં ટ્રક ચાલકને હેલમેટ વગર ટ્રક ચલાવવા બદલ રૂ. 1,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે આ ટ્રક ડ્રાઈવર અહીં આવ્યો હતો. તે સમયે તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.