- નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે
- સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે
- કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,86,94,879 નોંધાઇ છે
ન્યુ દિલ્હી: વિશ્વના કેટલાય અન્ય દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી છે, પરંતુ હવે સારા સમાચાર એ છે કે, સંક્રમણની આ બીજી લહેરની અસર ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. આ સાથે નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં 1.32 લાખ નવા કોરોનાના કેસ
દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 15,55,248 છે
છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1,20,529 નવા કેસો નોંધાયા પછી, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,86,94,879 નોંધાઇ છે. 3,380 નવા મૃત્યુ પછી, મૃત્યુઆંકની કુલ સંખ્યા 3,44,082 પર પહોંચી ગઈ છે. 1,97,894 નવા ડિસ્ચાર્જ પછી, કુલ ડિસ્ચાર્જની સંખ્યા 2,67,95,549 નોંધાઇ છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 15,55,248 છે.
આ પણ વાંચોઃ કોરોના અપડેટ: 1.27 લાખ નવા કેસ, 24 કલાકમાં 2,795 લોકોનાં મોત
રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે
છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાઇરસની 36,50,080 રસી મૂકવામાં આવી હતી, જે પછી કુલ રસીકરણનો આંકડો 22,78,60,317 થયો હતો. ભારતમાં ગઇકાલે એટલે કે શુક્રવારે કોરોના વાઇરસ માટે 20,84,421 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ગઇકાલ શુક્રવાર સુધી કુલ 36,11,74,142 નમૂના પરીક્ષણ કરાઈ ચૂક્યા છે.