ETV Bharat / bharat

કેરળમાં ફિરોઝ ખાન કરે છે ઉંદરની ખેતી, 1000 થી વધુ ઉંદરોનું પાલન - ફિરોઝ ખાન

ફિરોઝ ખાન કેરળના કુંડૈથોડ (Kundayithodમાં વેલ્લીલાવાયાલનો વતની છે, તે અલગ માર્ગ પર ચાલવાનું પસંદ કરે છે. તેણે ઉંદરોથી છૂટકારો મેળવવા માટે પોતાનું ઘર સળગાવ્યું નહીં, પરંતુ પોતાનું આખું ઘર ઉંદરોને આપ્યું. ફિરોઝનું ઘર ઉંદરોથી ભરેલું છે અને આ ઉદ્યોગસાહસિકની આવકનો મુખ્ય સ્રોત છે.

in-kerala-feroze-khan-rats-farming-rearing-more-than-1000-rats
કેરળમાં ફિરોઝ ખાન કરે છે ઉંદરની ખેતી, 1000 થી વધુ ઉંદરોનું પાલન
author img

By

Published : Jun 21, 2021, 6:04 AM IST

  • કેરળમાં ફિરોઝ ખાન કરે છે ઉંદરની ખેતી
  • વિવિધ રંગોના 1000 થી વધુ ઉંદરોનું પાલન
  • ફિરોઝને નાની ઉંમરથી જ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ

કેરળ: રાજ્યમાં એક પ્રસિદ્ધ કહેવત છે કે 'ઉંદરોના ડરથી ઘરને બાળી નાખો' ઉંદરોને સૌથી વધુ જોખમી માનવામાં આવે છે, પરંતુ ફિરોઝ ખાન કેરળના કુંડૈથોડ (Kundayithod)માં વેલ્લીલાવાયાલ (Vellilavayal)નો વતની છે, તે અલગ માર્ગ પર ચાલવાનું પસંદ કરે છે. તેણે ઉંદરોથી છૂટકારો મેળવવા માટે પોતાનું ઘર સળગાવ્યું નહીં, પરંતુ પોતાનું આખું ઘર ઉંદરોને આપ્યું. ફિરોઝનું ઘર ઉંદરોથી ભરેલું છે અને આ ઉદ્યોગસાહસિકની આવકનો મુખ્ય સ્રોત છે.

કેરળમાં ફિરોઝ ખાન કરે છે ઉંદરની ખેતી, 1000 થી વધુ ઉંદરોનું પાલન

વિવિધ રંગોના 1000 થી વધુ ઉંદરોને પાળ્યા

ફિરોઝ ખાને પોતાના ઘરમાં વિવિધ રંગોના જેમકે સફેદ, કાળા, ભૂરા અને એમ્બરના 1000 થી વધુ ઉંદરો, પાંજરામાં અને ખાસ રચિત પોટ્સમાં મોટા થઈ રહ્યા છે. જે ફિરોઝના ઘરની છત પર સ્થાપિત છે. ઉંદરોની સગવડ માટે ખાસ ડિઝાઇન કરેલા રમકડા પણ છે. ઉંદરોના પાંજરા અને વાસણોમાં એક એક સ્તર લાકડાના છોલથી ભરાયેલા છે. ફિરોઝ ખરેખર તેના આ કિંમતી સંપત્તની સારી રીતે સંભાળ રાખે છે. તે તેમને અનાજ, ફળ અને શાકભાજી ખોરાકના રૂપમાં પ્રદાન કરે છે. તે તેમના ઉંદરોને પાંજરા સહિત ઉંદરો પ્રેમીઓને પણ આપવા તૈયાર છે.

ફિરોઝને નાની ઉંમરથી જ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ

ફિરોઝ નાની ઉંમરમાં જ પ્રાણીઓને પ્રેમ કરવા લાગ્યો હતો. જ્યારે તે માત્ર આઠ વર્ષનો હતો, ત્યારે તેનો પહેલો શોખ સુશોભન માછલીની ખેતી કરવાનો હતો. પછી તેણે લવ બર્ડસ, સસલા, બટેર મુર્ગી, બતક અને બિલાડીઓ પણ ઉછેરવાનું શરૂ કર્યું. તે ત્યારે પણ કંઇક અલગ કરવા માંગતો હતો. તેણે તેના ખેતરોમાં ખાદ્ય જીવાતો ઉગાડવાનું શરૂ કર્યું. અંતે ઉંદરોની ખેતીમાં ઉતરી ગયા. ફિરોઝે આગળ પણ પોતાના પ્રયોગો ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી.

મિત્રો વિદેશથી ઉંદરો લાવ્યા ત્યારથી ઉંદરો પ્રત્યે પ્રેમ ઉમટ્યો

તેણે પોતાના કોઈ પણ સાહસમાં કોઈ મદદ લીધી ન હતી. તેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ છે. તેમને આવા પ્રયોગો કરવાની હિંમત મળે છે કારણ કે તે તેમના પોતાના છે જેથી સાહસ નિષ્ફળ જાય તો પણ તેમને કોઈને કોઈ ખુલાસો આપવાની જરુર નથી. ફિરોઝને ઉંદરો પ્રત્યેનો પ્રેમ શરૂ થયો જ્યારે તેને કેટલાક ઉંદરો મળી આવ્યા જે તેના મિત્રો વિદેશથી લાવ્યા હતા. તેઓએ તેનું વ્યાપારી મૂલ્ય સમજીને સુશોભન ઉંદરોની ખેતી(ornamental rat farming) તરફ વળ્યા. તેની પત્ની જસિલા, પુત્રો શાહુલ ખાન અને શાહાબાસ ખાન તેની મદદ કરી રહ્યા છે.

ઉંદરોમાં 19 થી 21 દિવસનો સગર્ભાવસ્થા કાળ હોય છે. ઉંદરો દરેક પ્રસુતિમાં 8 થી 21 બચ્ચાઓને જન્મ આપે છે. ફિરોઝ પાળતુ પ્રાણી તરીકે તેની પાસેથી ઉંદરો ખરીદનારાઓને અડધો કલાકની તાલીમ પણ આપે છે.

પોતાના અનુભવો શેર કરવા માટે બે પુસ્તકો પણ પ્રકાશિત કર્યા

તેમણે પોતાના અનુભવો શેર કરવા માટે બે પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. હવે તેઓ તેમના ત્રીજા પુસ્તક 'અન્નમ નાલકુમ ઓમાનકલ'; ઓર્મિચુ વેક્કન ઓરુ મુઆલ ડાયરી' 'Annam Nalkum Omankal'; Ormichu Vekkan Oru Mual Diary ') જેનો મતલબ છે પાળતુ જાનવર જે આવક પ્રદાન કરે છે, યાદ રાખવા માટે ડાયરી (Pets that provide revenue; diary to remember) પર કામ કરી રહ્યા છે. પોતાના અનુભવો જનતા સાથે શેર કરવા માટે તેની પાસે એક યુટ્યુબ ચેનલ 'ખાન કા હોમ પેટ' પણ છે. ફિરોઝની યાત્રા ચાલુ છે. તે હંમેશાં કંઈક એવું શોધવાની શોધમાં છે કે જે પહેલાં કોઈએ કર્યું ન હોય.

આ પણ વાંચોઃ ઉદાહરણ રૂપ કાર્ય કરે છે સાલાસરની ગૌશાળા

આ કાર્યમાં પોતાના અનુભવોથી 70 ટકા સમજ મેળવી

મેં મારા પોતાના અનુભવોથી આ કાર્યમાં 70 ટકા સમજ મેળવી છે. હવે જો હું કેટલાક સૂચનો લેવા માગું છું, તો હું હજારો લોકોને જાણું છું. પરંતુ જ્યારે મેં પ્રારંભ કર્યો ત્યારે હું કોઈને જાણતો ન હતો અને કોઈ સહાય પણ નહોતી. મારી જાતે વસ્તુઓ કરવાની સારી બાબત એ છે કે જો હું નિષ્ફળ થઉં તો પણ મારે કોઈ ખુલાસો આપવાની જરૂર નથી. હું કોઈની ઉપર કે નીચે નથી, તેથી જો કોઈ ખોટ થાય તો તે મારું છે. મેં ઘણી વખત પૈસા ગુમાવ્યા છે પણ જો હું બધી બાબતો પર નજર નાંખુ તો માત્ર ફાયદો થયો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.