ETV Bharat / bharat

Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજે વાતચીત, બેલારુસમાં બેઠકનું કરાયું આયોજન - Russia Ukraine War

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે બેલારુસમાં વાતચીત (Russia Ukraine negotiations) માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એજન્સીના અહેવાલ (Russia Ukraine War) મુજબ, બેલારુસમાં રશિયા-યુક્રેન મંત્રણાની યજમાની માટે તૈયારી (Belarus ready to host) કરી લીધી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આજે વાતચિત, બેલારુસમાં બેઠકનું કરાયું આયોજન

author img

By

Published : Feb 28, 2022, 2:15 PM IST

Updated : Feb 28, 2022, 2:55 PM IST

મિન્સ્ક, બેલારુસ : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે (Russia-Ukraine talks) બેલારુસ વાટાઘાટોની (Russia Ukraine negotiations) યજમાની કરવા માટે તૈયાર છે. હાલ, બન્ને દેશોના પ્રતિનિધિમંડળના આગમનની રાહ (In Belarus everything is ready) જોવાઈ રહી છે. સમાચાર છે કે, ટૂંક સમયમાં વાતચીત શરૂ (Belarus ready to host) થવા જઈ રહી છે.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે મોદી સરકાર મોકલશે 4 કેન્દ્રીય પ્રધાન

રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવની નજીક પહોંચી ગયા

નોંધનીય છે કે, રશિયન સૈનિકો યુક્રેનની રાજધાની કિવની (Russia Ukraine War) નજીક પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પુષ્ટિ કરી છે કે, એક પ્રતિનિધિમંડળ રશિયન અધિકારીઓને મળશે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના કાર્યાલયે ટેલિગ્રામ એપ પર જણાવ્યું હતું કે, બેલારુસિયન સરહદ પર એક અચોક્કસ સ્થાન પર બન્ને પક્ષો મળશે. રાષ્ટ્રપતિ કાર્યાલયે બેઠક માટે ચોક્કસ સમયનો ઉલ્લેખ કર્યો નથી. યુક્રેન તરફથી આ પ્રતિક્રિયા રશિયાએ રવિવારે જાહેરાત કરી કે, એક પ્રતિનિધિમંડળ મંત્રણા માટે બેલારુસ જવા રવાના થયાના કલાકો બાદ આવ્યો છે.

બેલારુસમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત

યુક્રેનના અધિકારીઓએ અગાઉ આ દરખાસ્તને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે મંત્રણા બેલારુસ કરતાં બીજે થવી જોઈએ કારણ કે રશિયા પાસે બેલારુસમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત છે. આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયન પરમાણુ ડિટરન્સ ફોર્સને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો હતો. તેમણે નાટોમાં સામેલ દેશોના 'આક્રમક નિવેદનો'ના જવાબમાં આ આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: Russia Ukraine War : દિલ્હી એરપોર્ટથી 27 ગુજરાતી વિદ્યાર્થી ગાંધીનગર પહોંચતા હર્ષના આંસુ છલકાયા

એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને મિસાઇલો જમીન પર રહે તે જવાબદારી લીધી

ઝેલેન્સકીના કાર્યાલયે જણાવ્યું હતું કે, પુતિનના સાથી બેલારુસિયન રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર લુકાશેન્કોએ "યુક્રેનિયન પ્રતિનિધિમંડળની મુલાકાત, વાટાઘાટો અને પરત ફરતી વખતે બેલારુસિયન પ્રદેશમાં તૈનાત તમામ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને મિસાઇલો જમીન પર રહે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી લીધી છે."

Last Updated : Feb 28, 2022, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.