- ગામના લોકોએ નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી
- બંનેના લગ્ન ગામના લોકો માટે ચર્ચાનો વિષય બન્યો
- છેવટે બંનેના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી
લખનઉઃ અયોધ્યામાં સામે આવેલી આ પ્રેમ વાર્તા લોકો વચ્ચે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રેમ વાર્તામાં સૌથી રસપ્રદ વાત એ છે કે, શિવકુમાર નામના યુવકે કિન્નર અંજલિ સિંહ સાથે લગ્ન કર્યા. આ લગ્ન સમારોહમાં અંજલિ સિંહના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગામના લોકોએ નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી.
અયોધ્યાના શિવ કુમારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
જોકે, એવું કહેવાય છે કે, સમાજમાં કિન્નરોને અલગ નજરથી જોવામાં આવે છે, પરંતુ બીજી તરફ કિન્નરો તરફ સહાનુભુતિ અને સારો વ્યવહાર કરનારા લોકો પણ ઘણા છે. અયોધ્યાનો શિવ કુમાર આનું જ એક ઉદાહરણ છે. અંજલિ સાથે તેમને પ્રેમ થઈ જતાં બંનેએ લગ્ન કર્યા હતા.
'સમાજમાં સમાનતાથી જીવવાનો અમારો પણ અધિકાર'
દુલ્હન બનેલી કિન્નર અંજલિ સિંહે જણાવ્યું હતું કે, આ સંબંધને સ્વીકારવામાં બંને પરિવારોને થોડી સમસ્યા થઈ રહી છે. છેવટે બંને પરિવાર ખુશ જોવા મળી રહ્યા છે. અમને પણ સમાજમાં સમાનરૂપથી જીવવાનો અધિકાર છે.