ETV Bharat / bharat

આજે કાળી ચૌદશ, જાણો દિવાળી પર્વમાં શું છે કાળી ચૌદશનું મહત્વ

દિવાળીના એક દિવસ પહેલાં એટલે આજે કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવશે. આજના દિવસે લોકો પોતાના ઘરમાંથી કકળાટ દૂર કરવા ચોકમાં વળા મૂકી અશાંતિ દૂર કરશે તથા સુરાપુરા દાદાને નૈવેધ કરશે. આજે વ્યાપાર ધંધાની મશીનરીનું પૂજન કરશે. કહેવાય છે કે, આજના દિવસે પૂજા કરવાથી કામ કયારેય અટકતુ નથી. આમ, દિવાળી પર્વમાં અગ્યિારસથી લઈને કાળી ચૌદશ સુધી દરેક દિવસની વિશેષ કરવામાં આવે છે. જેની પોતાની અગલ માન્યતા અને વિશેષતા છે. તો આજે આપણે કાળી ચૌદશના તેના મહત્વ અને પૂજા વિશે જાણીશું.

આજે કાળી ચૌદશ
આજે કાળી ચૌદશ
author img

By

Published : Nov 3, 2021, 6:57 AM IST

  • આજે કાળી ચૌદશની ઉજવણી
  • કાળી ચૌદશને નરક ચતુર્દશી પણ કહેવાય
  • ઘરમાંથી કકળાટ દૂર કરવા ચોકમાં વળા મૂકી અશાંતિ દૂર કરે

ન્યૂઝ ડેસ્કઃ આજે કાળી ચૌદશ છે જેને નરક ચતુર્દશી પણ કહેવાય છે. વર્ષમાં ચાર મહારાત્રી આવે છે. કાલીરાત્રી, મહારાત્રી, મોહરાત્રી અને દારૂણરાત્રી આમ ચારેય રાત્રીના નામ કાળીચૌદશ મહાશિવરાત્રી, શરદપૂનમ, હોળીની રાત, આમ કાળી ચૌદશ વર્ષની મહારાત્રી તરીખે ગણાય છે. આ દિવસે લોકો પોતાના ઘરમાંથી કકળાટ દૂર કરવા ચોકમાં વળઆ મૂકી અશાંતિ દૂર કરે છે. કાળી ચૌદશના દિવસે સુરાપુરાને નૈવૈધ પણ ધરાવામાં આવે છે અને સાંજના સમયે પ્રતિક સ્વરૂપે રસ્તા પર ચાર ચોકમાં ઘરેથી બનાવેલા વળા મૂકવામા આવે છે. આમ આવી રીતે ઘરમાંથી અશાંતિ દૂર થાય છે.

કાળી ચૌદશની ઉજવણી

કાળી ચૌદશે માતાજી મહાકાલી પૂજાનો દિવસ છે. આમ માતાજીની પૂજા કરી અને પ્રાર્થના કરવામાં આવે છે ઘરમાં રહેલાં બધા જ આશુરી તત્વો દૂર થાય અને જીવનમાં શાંતીની પ્રાપ્તિ થાય. તેમજ વ્યાપાર ધંધામાં રહેલ મશીનરીનું પૂજન કરવું મશીનરીને ચાંદલો ચોખા કરી રક્ષા કંકળ બાંધવું જેથી મશીનરી કોઈ દિવસ અટકતી નથી. તેમજ ઘરની બહાર દરવાજા પાસે 14 દિવા પ્રગટાવી અને 14 યમના નામ લેવાથી ઘરના સભ્યોને અકાળમૃત્યુ અથવા આકસ્મિક મૃત્યુનોભય રહેતો ન હોવાની લોકમાન્યતા છે.

કૃષ્ણ ભગવાને નરકાસૂરનો વધ આ જ ચતુર્દશીના દિવસે કર્યો હતો

સંધ્યાકાળ પછી મૃત્યુના દેવતા યમરાજને દીવો કરવામાં આવે છે, તેને નાની દિવાળી પણ કહેવાય છે. આ પૂજા, દિપદાન કરવાથી અકાળ મૃત્યુથી મુક્તિ મળે છે. પૌરાણિક કથા મુજબ, નરકાસૂર નામના દૈત્યએ 16,108 કન્યાઓને બંદી બનાવી હતી. તેનાથી મુક્તિ મેળવવા માટે કૃષ્ણ ભગવાને નરકાસૂરનો વધ આ જ ચતુર્દશીના દિવસે કર્યો હતો. આ કન્યાઓને સમાજ ચારિત્ર્યહીન ગણી સ્વીકારશે નહીં તેની ચિંતાને કારણે સત્યભામાના સહયોગથી કૃષ્ણ ભગવાને તમામ સાથે વિવાહ કર્યા હતા, એટલે જ કૃષ્ણ ભગવાનની 16,108 પત્નીઓ ગણવામાં આવે છે. કાળી ચૌદશના દિવસે સૂર્યોદયથી પહેલા પ્રત્યુષ કાળમાં સ્નાન કરવાથી યમલોકના દર્શન કરવા પડતા નથી એવું માનવામાં આવે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.