ETV Bharat / bharat

weather of Gujarat: હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ, જાણો અંબાલાલ પટેલે શું આપી આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો બીજી બાજૂ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તારીખ 28 મેથી તારીખ 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેશે. જોકે, રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું થાય છે. જોકે છેલ્લા 5 દિવસથી ગુજરાતના લોકો ગરમીથી કંટાળી ગયા છે. પરંતુ હજુ પણ લોકોએ ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે.

weather of Gujarat: હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ, જાણો અંબાલાલ પટેલે શું આપી આગાહી
weather of Gujarat: હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ, જાણો અંબાલાલ પટેલે શું આપી આગાહી
author img

By

Published : May 15, 2023, 3:57 PM IST

વાતાવરણ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. જેના કારણે ગુજરાતા લોકો ગરમીથી કંટાળી ગયા છે. હજુ પણ 2 દિવસ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ગઇ કાલે ગરમ શહેરોમાં અમદાવાદ ભાવનગર અને પાટણમાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું. બાકીના શહેરોમાં તાપમાન 32થી 43 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. ગરમીએ રવિવારના દિવસે લોકોની મજા બગાડી હતી. લોકો ગરમીના કારણે ઘરની બહાર નિકળ્યા જ ન હતા. ગુજરાતમાં ભારે ગરમીના કારણે વૃધ્ધો અને બાળકો સાથે પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની છે.

અંબાલાલની આગાહી: અંબાલાલની આગાહી અનુસાર તારીખ 28 મેથી તારીખ 10 જૂન સુધીમાં વરસાદની શક્યતા રહેશે. જોકે, રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું થાય છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો ચોમાસાની સાયકલ બરાબર ચાલે છે. તારીખ 28 મે બાદ અરબી સમુદ્રમાં પણ હલચલ વધવાની શક્યતા છે. જોકે, હળવું વાવાઝોડું સક્રિય થશે. જેની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનું અનુમાન છે અંબાલાલએ જણાવ્યું હતું.

ગુજરાતનું રવિવારનું તાપમાન: અમદાવાદ 43.5, રાજકોટ 41.3, ભાવનગર 43.5, ડીસા 42.2, પાટણ 43.5, ગાંધીનગર 42.9 , વડોદરા 41.8, હિંમતનગર 42.2 જૂનાગઢ 41.1, દ્વારકા 32.2 નોંધાયું હતું. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. વધી રહેલી વચ્ચે અંબાલાલ વચ્ચે વરસાદની આગાહી કરી છે.જેને લઇને ખેડૂતો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. કારણ કે જો હવે વરસાદ પડશે તો ઉનાળું છે પાછતરો પાક ખરાબ થઇ જશે. ખેડૂતોનું અનુમાન છે કે જો હવે વરસાદ પડશે તો આવનારા ચોમાસામાં પણ વરસાદ ઓછો પડશે.જેના કારણે આવનારૂ વર્ષ ખરાબ જવાની ભીતિ સેવાઈ રહી છે.

તોફાન 'મોકા' નબળું: બંગાળની ખાડીમાંથી સર્જાયેલ ચક્રવાતી તોફાન 'મોકા' નબળું પડ્યું છે. ચક્રવાતી તોફાન મોકા રવિવાર તારીખ 14 મેના રોજ બાંગ્લાદેશ અને મ્યાનમારના કિનારાને પાર કરી ગયું છે. વાવાઝોડાના લેન્ડફોલ પહેલા ઘણી જગ્યાએ જોરદાર પવન અને વરસાદ જોવા મળ્યો હતો. જો કે, ચક્રવાતી તોફાનને કારણે બંગાળ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ વધુ પ્રભાવિત થયા નથી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી બંને રાજ્યોમાં વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે. બીજી તરફ ઉત્તર ભારતના હવામાનની વાત કરીએ તો દિલ્હી સહિત ઉત્તર-મધ્ય ભારતનું તાપમાન વધી રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે એટલે કે 15 મેના રોજ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી શકે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

આ રાજ્યોમાં વરસાદ પડશે: હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આજે મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં મધ્યમથી ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. પૂર્વ અને દક્ષિણ આસામ અને મેઘાલયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગંગાના પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે.

રોપ-વે સેવા પણ બંધ: અમદાવાદમાં આજ સવારથી થોડી વાર તડકો તો થોડી વાર વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વાદળછાયુ વાતાવરણ હોવા છતા તાપમાનમાં કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. આ સાથે ગુજરાતના અનેક જિલ્લાના વાતાવરણમાં આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં આવેલા ગીરનાર પર્વત પર વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આ સાથે ખૂબ જ તેજ ગતિથી પવન ફુંકાઇ રહ્યો છે. વધારે પડતા પવન ફૂંકાવાના કારણે ગીરનાર પર્વત પર રોપ-વે સેવા પણ બંધ કરવામાં આવી હતી.પવનની ગતિ ધીમી પડ્યા બાદ રોપ-વે કરાશે શરૂ કરાશે તેવી માહિતી મળી રહી છે.

ગુજરાતમાં પાણીનો પૂરતો જથ્થો: ઉનાળો આવતાની સાથે પાણીની અછત જોવા મળે છે. પરંતુ આ વખતે પાણીની અછત જોવા નહીં મળે. કારણ કે ગયા વર્ષ વરસાદ સારો પડ્યો હતો. જેના કારણે આ વખતે રાજ્યમાં નર્મદા સહીત 207 જળાશયોમાં 43.14 ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 23.57 ટકા 610એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ જોવા મળી રહ્યો છે.

Gujarat Weather : પોરબંદરમાં વરસાદી વાતાવરણ ખીલ્યુ પણ પાકમાં નુકસાનની ભીતિ

Unseasonal Rain : સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાની સવારીથી વાતાવરણ ઠંડુ, પરંતુ ખેડૂતોને ભીતિ

Unseasonal Rain : રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદથી ક્યાક શિમલા જેવા દ્રશ્યો પણ ખેડૂતોને ઉપાદીનો માર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.