ETV Bharat / bharat

કેનેડાથી ભારત લાવવામાં આવી અન્નપૂર્ણા માતાની મૂર્તિ, અહીં થશે સ્થાપના - સંસ્કૃતિ મંત્રાલય

વારણસીથી 100 વર્ષ પહેલા માતા અન્નપૂર્ણા દેવીની એક મૂર્તિ (An idol of Goddess Annapurna) ચોરાઈ હતી. આ મૂર્તિ કેનેડામાંથી મળી આવી હતી. જોકે, આ મૂર્તિને ગુરુવારે રાજધાની દિલ્હીમાં લાવવામાં આવી છે. ગુરુવારે આ મૂર્તિ ઉત્તરપ્રદેશ સરકારને (UP Government) સોંપવામાં આવશે.

કેનેડાથી ભારત લાવવામાં આવી અન્નપૂર્ણા માતાની મૂર્તિ, અહીં થશે સ્થાપના

author img

By

Published : Nov 11, 2021, 11:47 AM IST

  • વારાણસીથી 100 વર્ષ પહેલા ચોરાયેલી માતા અન્નપૂર્ણા દેવીની મૂર્તિ (An idol of Goddess Annapurna) કેનેડામાંથી મળી
  • આ મૂર્તિને ગુરુવારે રાજધાની દિલ્હીમાં લાવવામાં આવી, હવે ઉત્તરપ્રદેશ સરકારને આ મૂર્તિ સોંપવામાં આવશે
  • કેનેડાથી 18મી સદીની દેવી અન્નપૂર્ણા (Goddess Annapurna)ની પથ્થરની પ્રતિમા ભારત પરત લાવવામાં આવી

નવી દિલ્હીઃ કેનેડાથી 18મી સદીની દેવી અન્નપૂર્ણા (Goddess Annapurna)ની પથ્થરની પ્રતિમા ભારત પરત લાવવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે આ પ્રતિમાને લાવવામાં આવી હતી. કેન્દ્રિય રાજ્ય પ્રધાન મિનાક્ષી લેખીએ (Union Minister of State Meenakshi Lekhi) દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં (National Gallery of Modern Art) આ પ્રતિમાની પૂજા કરી હતી.

આ પણ વાંચો- ભુજની યુવતીએ 47 દેશો અને 2,400 પ્રતિસ્પર્ધીઓ વચ્ચેની મૂર્તિ બનાવવાની ઓનલાઇન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

આ મૂર્તિને 15 નવેમ્બરે વારાણસી પહોંચાડવામાં આવશે

દેવી અન્નપૂર્ણાની એક મૂર્તિ 100 વર્ષ પહેલા વારાણસીથી ચોરાઈ હતી, જે હાલમાં જ કેનેડામાંથી મળી આવી હતી. ત્યારે ગુરુવારે આ મૂર્તિ ઉત્તરપ્રદેશ સરકારને (UP Government) સોંપવામાં આવશે. મૂર્તિને પહેલા દિલ્હીથી અલીગઢ લાવવામાં આવશે. ત્યારબાદ મૂર્તિને 12 નવેમ્બરે કન્નૌજ અને 14 નવેમ્બરે અયોધ્યા પહોંચાડવામાં આવશે. છેલ્લે આ મૂર્તિને વારાણસીમાં 15 નવેમ્બરે પહોંચાડવામાં આવશે, જ્યાં યોગ્ય અનુષ્ઠાન પછી ઉત્તરપ્રદેશના કાશી વિશ્વનાથ મંદિરમાં (Kashi Vishwanath Temple) તેને સ્થાપિત કરાશે.

આ પણ વાંચો- વડોદરના આ પરિવાર દ્વારા 87 વર્ષથી તૈયાર કરાય છે શ્રીજીની મૂર્તિ

કાશી વિશ્વનાથ મંદિરમાં મૂર્તિનો અભિષેક કરાશે

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Chief Minister of Uttar Pradesh Yogi Adityanath) 15 નવેમ્બરે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રતિમાનો અભિષેક (Anointing of statues at Kashi Vishwanath Temple) કરશે. ઉલ્લેખનીય છે કે, આ મૂર્તિની ઉંચાઈ 17 સેમી, પહોળાઈ 9 સેમી છે. જ્યારે આ મૂર્તિ 4 સેમી જાડી છે. સંસ્કૃતિ મંત્રાલયે (Ministry of Culture) આ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 1976થી 55 મૂર્તિઓને ભારત પરત લાવવામાં આવી છે. આમાંથી 42 મૂર્તિઓને વર્ષ 2014 પછી દેશમાં પરત લાવવામાં આવી છે અને અન્નપૂર્ણા માતાની મૂર્તિ (Statue of Annapurna Goddess) આમાંથી એક છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.