હૈદરાબાદઃ નેધરલેન્ડની ટીમે મંગળવારે ધર્મશાળા સ્થિત હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોશિયેશન(HPCA) સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને 38 રનોથી હરાવી દીધું છે. ગયા રવિવારે નવી દિલ્હી ખાતે અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને ગત વર્ષના ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવી દીધું છે. ત્યારબાદ નેધરલેન્ડનો વિજય એ બીજી આશ્ચર્યજનક ઘટના છે.
નેધરલેન્ડને ફૂટબોલના મહારથી તરીકે ઓળખવામાં આવે છે. 2014ના ફીફા વર્લ્ડ કપમાં નેધરલેન્ડ ત્રીજા ક્રમે રહ્યું હતું. જ્યારે 2010ના ફીફા વર્લ્ડ કપમાં ઉપવિજેતા રહ્યું હતું. નેધરલેન્ડ હોકીની રમતમાં પણ આગળ છે. આ યુરોપીયન દેશના બહુ ઓછા ખેલાડીઓ ક્રિકેટમાં જોડાય છે. જ્યારે ભારતમાં ક્રિકેટ એક ધર્મ ગણાય છે. તેથી નેધરલેન્ડ જેવા દેશની ક્રિકેટમાં જીતને ખાસ ગણવામાં આવે છે. નેધરલેન્ડે પહેલીવાર વન ડે વર્લ્ડ કપમાં ટેસ્ટ રમનારા નિષ્ણાંત દેશને હરાવી દીધો છે.
નેધરલેન્ડે ટી 20 વર્લ્ડ કપ 2022માં પ્રોટિયાઝને સ્પર્ધાની બહાર કરી દીધું હતું.
ભારતના પૂર્વ ખેલાડી આકાશ ચોપરાએ જણાવ્યું કે નેધરલેન્ડમાં બહુ ઓછા લોકો ક્રિકેટને એક રમત તરીકે અપનાવે છે. નેધરલેન્ડની ટીમમાં શીખાઉ ખેલાડીઓ છે, ટીમમાં બહુ ઓછા નિષ્ણાત ખેલાડીઓ છે તેનું મુખ્ય કારણ નાણાંની અછત છે. ત્યાં કોઈ સરકારી પ્રાવધાન નથી.
તેમની પાસે રિટેનર છે, પરંતુ તે ખેલાડી કેટલું ક્રિકેટ રમે છે તેના પર આધારિત છે. ક્વાલિફાયર દરમિયાન તેમના સાત ખેલાડીઓ ઉપસ્થિત નહતા. તેઓ કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા હતા. બાસ ડી લીડે જેવો કોઈ ખેલાડી ક્વાલિફાયર રમવા આવ્યો અને નાણાંને અભાવે પાછો જતો રહે છે. તેથી નેધરલેન્ડ તરફથી કોઈ રમવા માંગે તો પણ નાણાંનો અભાવ તેને અટકાવી દે છે. આકાશ ચોપડા વધુમાં જણાવે છે કે નેધરલેન્ડ એક એવી ટીમ છે જે એક મેચ રમવા સક્ષમ છે અને તેને દરેક જણ યાદ રાખે આ યાદગાર મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી છે.
નેધરલેન્ડે વન ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં માત્ર ત્રણ જીત નોંધાવી છે. હવે નેધરલેન્ડનો આગામી મુકાબલો 21 ઓક્ટોબરના રોજ લખનઉના અટલ બિહારી બાજપાઈ એકાના સ્ટેડિયમમાં શ્રીલંકા સાથે છે.