ETV Bharat / bharat

World Cup 2023 : ઝૂઝારુ ઓસ્ટ્રેલિયા ટીમ પડોશી ન્યૂઝીલેન્ડ ટીમને આપશે મોટો પડકાર, અંકતાલિકામાં આગળ વધવાનું મિશન - ડેવિડ વોર્નર

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની નિર્ણાયક લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે ત્યારે ધર્મશાલા ખાતે શનિવારે પડોશી દેશોનો સામસામો પડકાર વર્લ્ડ કપની લીગ સ્ટેજની મેચમાં ફરી જોવા મળશે. અંકતાલિકામાં ન્યૂઝીલેન્ડ હાલમાં ત્રીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને છે.

World Cup 2023 : ઝૂઝારુ ઓસ્ટ્રેલિયા ટીમ પડોશી ન્યૂઝીલેન્ડ ટીમને આપશે મોટો પડકાર, અંકતાલિકામાં આગળ વધવાનું મિશન

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 4:18 PM IST

ધર્મશાલા (હિમાચલ પ્રદેશ) : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયાએ ધમાકેદાર પફોર્મન્સ સાથેે નેધરલેન્ડ્સને તેની છેલ્લી રમતમાં 309 રને કચડી નાખ્યું હતું. ત્યારે શનિવારેે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની લીગ સ્ટેજની મેચમાં કટ્ટર હરીફ ન્યુઝીલેન્ડ સામે જોરદાર પ્રદર્શન ચાલુ રાખવાનું ઓસ્ટ્રેલિયન ટીમે આયોજન કરી લીધું છે.

ઓસ્ટ્રેલિયન ટીમની સ્ટ્રેન્થ : ઓસ્ટ્રેલિયાને ખુશી થશે કે ઓપનર ડેવિડ વોર્નર હવેે યોગ્ય સમયે ફોર્મમાં પાછો ફર્યો છે. વોર્નરઅને મિશેલ માર્શ ઘાતક હુમલાનો સામનો કરી શકે છે, પરંતુ ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન અને મેટ હેનરી જેવા ન્યુઝીલેન્ડનો હુમલો ઓપનર બેટ્સમેનની જોડી માટે કેટલાક ગંભીર પ્રશ્નો ઉભા કરી શકે છે. છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ સામે 93 બોલમાં 104 રન બનાવનાર વોર્નરની નજર બીજી મોટી ઇનિંગ્સ પર રહેશે. ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ માટે પણ એવું જ છે, જેણે 44 બોલમાં 106 રન કરીને રેકોર્ડ તોડ્યો હતો. મેક્સવેલે નવ બાઉન્ડ્રી અને આઠ મેક્સિમમ માર્યા હતાં.

મોટા સ્કોરનો પીછો : ઓસ્ટ્રેલિયન મિડલ ઓર્ડર જે સંઘર્ષ કરી રહ્યો હતો તેમાં ખાસ કરીને માર્નસ લેબુશ્કનેજ અને સ્ટીવ સ્મિથની જેમ નેધરલેન્ડ સામેની પોતાની રમતમાં નિર્ણાયક રન બનાવ્યાં હતાં. ઓસ્ટ્રેલિયન ટોપ અને મિડલ ઓર્ડર જો એકસાથે તમામ તાકાત ઝોંકી દે છે તો તગડું લક્ષ્ય આપી શકે છે અથવા મોટા સ્કોરનો પીછો કરી શકે છે. ઓસ્ટ્રેલિયન ટીમની વ્યૂહરચનામાં અન્ય મહત્વપૂર્ણ તીર ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પણ છે.

મિશેલ સ્ટ્રાર્ક નિર્ણાયક : સુકાની પેટ કમિન્સની આગેવાની હેઠળના ઓસ્ટ્રેલિયન બોલરો ચાલુ વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. એડમ ઝમ્પા 13 વિકેટ સાથે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. મિશેલ સ્ટ્રાર્કના નામે પણ સાત વિકેટ છે અને તે શરૂઆતમાં અને નિર્ણાયક ઓવરોમાં ઘાતક રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મેચમાં તમામ બોક્સને ટિક કરી લીધા છે અને જ્યાંથી છોડ્યું ત્યાંથી આગળ વધવા માંગે છે. પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ છ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
ન્યુઝીલેન્ડ ટીમમાં આ સ્પિનર મહત્ત્વની ભૂમિકામાં : ત્રીજા સ્થાને બેઠેલી ન્યુઝીલેન્ડ ટીમને વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ્સના કારણે ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડ પાસે ડીવોન કોન્વોય, રચિન રવિન્દ્ર, વિલ યંગ અને છેલ્લી રમતના સદી કરનાર ડેરીલ મિથેલ જેવા આક્રમક બેટ્સમેન પણ છે. આ બધા રન બનાવવાના દબાણમાં અને ઓસ્ટ્રેલિયન આક્રમણને મજબૂતીથી ખાળવા ઇચ્છુક હશે. જો ઓસ્ટ્રેલિયાને પકડી રાખવું હોય તો સ્પિનર મિશેલ સેન્ટનરની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે. તેણે પોતાના કેપ્ટનની રણનીતિને સારી એવી સફળતા અપાવી છે. એકંદરે જ્યારે વર્તમાન વર્લ્ડ કપની બે શ્રેષ્ઠ ટીમો અને વર્લ્ડ કપ 2015 ફાઇનલિસ્ટ વચ્ચે ટક્કર થવાની છે, ત્યારે ધૌલધરે રેન્જની પૃષ્ઠભૂમિમાં દર્શકો માટે મઝાની વિઝ્યુઅલ ટ્રીટ બની રહેશે.

  1. World Cup 2023 : વર્લ્ડ કપની તમામ મેચમાં જીતનારી ટીમોમાં કોણે મોટો ભાગ ભજવ્યો ખબર છે? પેસર સ્પિનર સરખામણી સામે લાવી સત્ય
  2. World Cup 2023 : વજનદાર દક્ષિણ આફ્રિકાની ટીમનો સુસ્ત પાકિસ્તાન ટીમ સામેનો ટકરાવ કેવો રહેશે જાણો
  3. World Cup 2023 AUS vs NED : ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને 309 રનથી હરાવીને વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી જીત હાંસલ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.