ETV Bharat / bharat

ગુડી પડવોમાં કોરોનાના નિયમોમાંથી મહારાષ્ટ્રના લોકોને હાશકારો - Decision for mask in Maharashtra

ગુડી પડવાના અવસર પર મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રના નાગરિકોને મોટી ભેટ આપી છે. છેલ્લા બે વર્ષથી કોરોના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા તમામ નિયંત્રણો (Government of Maharashtra decides on corona rules) ગુડી પડવાના શુભ તહેવારથી દૂર કરવામાં આવશે. ગૃહ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે ટિ્વટ કરીને આ અંગે માહિતી આપી છે. રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં માસ્કનો ઉપયોગ વૈકલ્પિક રહેશે.

કોરોનાના નિયમોમાંથી હારાષ્ટ્રના લોકોને હાશ કારો

author img

By

Published : Apr 1, 2022, 6:01 PM IST

મુંબઈઃ ગુડી પડવાના અવસર પર મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્રના નાગરિકોને મોટી ભેટ આપી છે. છેલ્લા બે વર્ષથી કોરોના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા તમામ નિયંત્રણો (Government of Maharashtra decides on corona rules) ગુડી પડવાના શુભ તહેવારથી દૂર કરવામાં આવશે. ગૃહ પ્રધાન જિતેન્દ્ર આવ્હાડે ટિ્વટ કરીને આ અંગે માહિતી આપી છે. રાજ્ય કેબિનેટની બેઠકમાં (Cabinet meeting) આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં માસ્કનો ઉપયોગ વૈકલ્પિક (Decision for mask in Maharashtra) રહેશે.

આ પણ વાંચો: RBI Foundation Day : RBIની સ્થાપનામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની હતી મહત્વની ભૂમિકા, જાણો

આવ્હાદનુ ટિ્વટ: આજની કેબિનેટ બેઠકમાં સર્વાનુમતે કોરોનાના તમામ નિયંત્રણો હટાવી લેવામાં આવ્યા છે. ગુડી પડવા શોભાયાત્રા જોરથી કાઢો, રમઝાનનો તહેવાર ઉત્સાહ સાથે ઉજવો. બાબાસાહેબનું સરઘસ જોરથી કાઢો, એમ આવ્હાદે પોતાના ટિ્વટમાં જણાવ્યું હતું.

સીએમ ઠાકરેની જાહેરાત: છેલ્લા બે વર્ષથી આપણે બધા ભયાનક કોરોના વાયરસ સામે સફળતાપૂર્વક લડત આપી છે અને આજે એવું લાગે છે કે, આ સંકટ ઘટી રહ્યું છે. નવી શરૂઆત કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ તેમજ ચેપી રોગો નિવારણ અધિનિયમ હેઠળ કોરોના સમયગાળા દરમિયાન લાદવામાં આવેલા નિયંત્રણો ગુડીપડવાથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે ​​રાજ્યની કેબિનેટની બેઠકમાં જાહેરાત કરી હતી.

રસીકરણ જરૂરી: ભવિષ્યમાં કોરોનાના સંક્રમણ ન વધે તે માટે નાગરિકોએ માસ્ક પહેરવું જોઈએ, સલામત અંતર જાળવવું જોઈએ અને કોરોના સામે લડવા રસી અપાવવી જોઈએ. મુખ્યપ્રધાને લોકોને સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરીને પોતાનું અને અન્યનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી હતી. તેમણે વહીવટીતંત્રને આ અંગે તુરંત વિગતવાર આદેશો જારી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના સાંગલીંમાં શિવસેનાના જિલ્લા પ્રમુખનું પાકીટ ચોરાયું, વીડિયો થયો વાયરલ

તહેવારોની ઉજવણીઓ મુલતવી : છેલ્લા બે વર્ષમાં ડોકટરો સહિત રાજ્યના ફ્રન્ટલાઈન સ્ટાફ જ નહીં, પરંતુ તમામ નાગરિકોએ પણ કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકાર સાથે હાથ મિલાવ્યા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વિવિધ જાતિઓ, ધર્મો અને સંપ્રદાયોના નાગરિકોએ તેમના તહેવારો, ઉજવણીઓ મુલતવી રાખ્યા હતા. મુખ્યપ્રધાને પોલીસ તંત્ર, નગરપાલિકાના મહેસૂલ અને ગ્રામ વિકાસ તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા કોરોના સામેની દિવસ-રાતની લડત અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે રાજ્યની તમામ જનતાને નવા વર્ષથી નવા સંકલ્પો લેવા અપીલ કરી હતી અને સૌને શુભકામનાઓ પાઠવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.