હૈદરાબાદ : તેલંગાણાના સાંગારેડ્ડી જિલ્લામાં એક વ્યક્તિની આત્મહત્યાનો મામલો સામે આવ્યો(person committed suicide) છે. અહીંના એક ગામમાં રહેતા મોહમ્મદ સાબીર નામના વ્યક્તિએ આત્મહત્યા એટલા માટે કરી કે તેની પત્નીએ તેને રોટલી બનાવીને આપી ન હતી(suicide as wife refused to make rotis). પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - ટીવીના આ દ્રશ્યએ માસૂમ બાળકને મરવા માટે કર્યો મજબુર...
મોતનું કારણ આવ્યું સામે - સર્કલ ઈન્સ્પેક્ટર વિનાયક રેડ્ડીએ જણાવ્યું કે, મોહમ્મદ સાબીર બિહારના વૈશાલી જિલ્લાનો રહેવાસી છે. તે સંગારેડ્ડી જિલ્લામાં મજૂરી કામ કરે છે. સોમવારે રાત્રે જ્યારે તે કામ કરીને ઘરે આવ્યો ત્યારે તેણે તેની પત્નીને રોટલી બનાવવાનું કહ્યું હતું, જેની તેની પત્નીએ ના પાડી હતી. તેને આ બાબત અપમાન લાગી અને મોડી રાત્રે ગળેફાંસો ખાઈને જીવનનો અંત લાવી દિધો હતો.
આ પણ વાંચો - એવું તો શું થયું કે સગા ભાઈએ જ કરી બહેનની હત્યા
પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ - સાબીરની પત્નીએ આ જોયું તો તે ચીસો પાડવા લાગી હતી. આસપાસના લોકોને બોલાવ્યા હતા. આ પછી, માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ સાથે પોલીસે મૃતકની પત્નીની પણ પૂછપરછ કરી હતી.