કોલકાતા: વાવાઝોડા અસાનીનો (Cyclone Asani) પશ્ચિમ બંગાળમાં પ્રવેશ થયા બાદ ત્યાંના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. હવામાન ખાતાનું (Weather Department) એવું કહેવું છે કે, તોફાનની તીવ્રતા વધી શકે છે. તેથી માછીમારોએ દરિયો ખેડવા (Fishermen Alert) માટે જવું નહીં. કોસ્ટગાર્ડની ટીમ અને ક્વિક રીસ્પોન્સ ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારના તંત્રએ દરિયાના કિનારાના પ્રદેશ પર પ્રવાસીઓની એન્ટ્રી બંધ કરી દીધી છે. પ્રવાસીઓ કે સ્થાનિકોને દરિયા નજીક જવાની મનાઈ કરી દેવાઈ છે. સંબંધીત જિલ્લામાં ચોવીસ કલાક માટે કંટ્રોલ રૂમ (Control Room for Cyclone) શરૂ કરી દેવામાં આવ્યો છે. સૈન્ય તરફથી બે એરક્રાફ્ટ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. દક્ષિણી આદામાન નિકોબાર દ્વીપ સમુહથી શરૂ થયેલું આ તોફન પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયા કિનારા બાજું આગળ વધ્યું હતું.
આ પણ વાંચો: દરેક વાવાઝોડાના નામ કેમ અલગ અલગ હોય છે અને કોણ રાખે છે, જાણો શું છે કારણ...
આ રાજ્યમાં ભારે વરસાદ: પશ્ચિમ બંગાળના દરિયામાં અસાની ચક્રવાત પોતાની તાકાત દેખાડશે. જેના કારણે પશ્ચિમ બંગાળ સહિત બીજા કેટલાક રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. તારીખ 14 મે સુધી ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ (Massive Rain Fall) પડવાની પૂરી શક્યતાઓ છે. સોમવારે સવારે અસાની તોફાન પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર કેન્દ્રીય થયું હતું. હવામાન ખાતાની આગાહી અનુસાર મંગળવારથી 24 કલાક માટે વાતાવરણને (Weather Alert) લઈને મોટું એલર્ટ અપાયું છે. ભારતના હવામાન ખાતાના રીપોર્ટ અનુસાર અસાની તોફાન ઉત્તર પશ્ચિમ તરફ તીવ્રતા સાથે આગળ વધી રહ્યું છે. ભારે પવન સાથે આગળ વધતુ હોવાને કારણે ચક્રવાત પણ જોવા મળશે. મંગળવારે રાત સુધીમાં આ તોફાન આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કિનારા પ્રદેશ સુધી પહોંચી શકે છે. પશ્ચિમ મધ્ય અને એની આસપાસના વિસ્તારમાં બંગાળાની ખાડી તરફ પહોંચતા એની તીવ્રતા યથાવત રહેશે
-
#WATCH Odisha | Stormy waters on the shores of Puri beach amid rough sea conditions and gusty winds due to #CycloneAsani pic.twitter.com/zLQ5zrUpjw
— ANI (@ANI) May 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Odisha | Stormy waters on the shores of Puri beach amid rough sea conditions and gusty winds due to #CycloneAsani pic.twitter.com/zLQ5zrUpjw
— ANI (@ANI) May 10, 2022#WATCH Odisha | Stormy waters on the shores of Puri beach amid rough sea conditions and gusty winds due to #CycloneAsani pic.twitter.com/zLQ5zrUpjw
— ANI (@ANI) May 10, 2022
પૂર્વના કિનારાથી સમાંતર ચાલશે: ભારતીય હવામાન ખાતાના ડાયરેક્ટર મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, અસાની તોફાન ઓડિશા, આંધ્ર પ્રદેશ સહિત પૂર્વના કિનારાના રાજ્યના દરિયાને સમાંતર રહી આગળ વધશે. જેના કારણે પૂર્વના રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. અધિકારીએ ઉમેર્યું કે, અસાનીને કારણે સમુદ્રમાં છેલ્લા આઠ કલાકથી ફસાયેલા ઓછામાં ઓછા અગીયાર માછીમારોને સોમવારે તટરક્ષક ટુકડીએ બચાવી લીધા છે. તારીખ 7 મેના રોજ આ માછીમાર માછલી પકડવા માટેની હોડી ખરીદવા માટે વિશાખાપટ્ટનમ ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ટેકનિકલ કારણોસર સોનપુટ પાસે કિનારાથી પાંચ કિમી દૂર સમુદ્રમાં અટવાયા હતા. તોફાન સોમવારે વિશાખાપટ્ટનમથી આશરે 410 કિમી દૂર દક્ષિણ પૂર્વમાં હતું જ્યારે પૂરીથી 590 કિમી દૂર દક્ષિણમાં હતુ. મંગળવારથી ઓછામાં ઓછા આગામી બે દિવસ સુધી દરિયાઈ વિસ્તારમાં કોઈએ ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં પર્યટન પ્રવૃત્તિઓ તારીખ 13 મે સુધી સ્થગિત કરવાનું પણ સૂચન કર્યું છે.
આ પણ વાંચો: ચક્રવાત 'શાહીન' 50થી 160 કિમીની ઝડપે આવનારું હોવાથી દ્વારકા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ
વરસાદની આગાહી: હવામાન ખાતાના જણાવ્યા અનુસાર તોફાનને કારણે સોમવારથી ગુરૂવાર સુધીના સમયગાળામાં પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા, પૂર્વી મેદિનીપુર, ઉત્તર અને દક્ષિણના પરગના તેમજ અલીપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરી શક્યતાઓ છે. જ્યારે રાંચી રહેલા હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે કે, તા.11થી 13 મે સુધીમાં દક્ષિણ, મધ્ય અને પૂર્વોત્તર ઝોનમાં વીજળીના કડાકા સાથે વરસાદ (Heavy Rain Fall)પડશે. આ સાથે 30થી 40 કિમીની ગતિથી પવન ફૂંકાશે. ખાસ તો પૂર્વના દરિયા કિનારાના રાજ્યોને શુક્રવાર સુધી દરિયો ન ખેડવા માટે સૂચન કરાયું છે.