ETV Bharat / bharat

પત્નીને મળવા માટે જેલના કેદીએ કરી ભૂખ હડતાળ, કરી હતી આવી અટપટી માગ - Tihar Jail Delhi Sukesh Chandrasekhar

છેત્તરપીંડિના કેસમાં બંધ સુકેશ જેલના નિયમની વિરોધમાં ખોટી માંગ કરી રહ્યો છે. પોલીસ અધિકારીઓએ (Delhi police Jail Authority) કહ્યું કે, આ અંગે અમે કોર્ટને જાણ કરી છે. જોકે, પત્નીને (Prisoner to meet his wife) મળવા માટેનો આ મામલો ચર્ચામાં છે. પત્ની માટે ભૂખ હડતાળ (Prisoner Did hunger Strike) કરી તેમણે પોલીસ તંત્ર સામે જીદ પકડી છે.

પત્નીને મળવા માટે જેલના કેદીએ ભૂખ હડતાળ કરી, 50 દિવસથી જમ્યો જ નથી આ

author img

By

Published : Jun 11, 2022, 8:00 PM IST

નવી દિલ્હી: રૂપિયા 200 કરોડની છેતરપિંડી મામલે તિહાર જેલ (Tihar Jail Delhi Sukesh Chandrasekhar) માં બંધ છેતરપિંડીના આરોપી સુકેશ ચંદ્રશેખર તેની પત્ની લીના પોલને મળવા માટે 50 દિવસથી (Prisoner Hunger Strike) ભૂખ હડતાળ પર છે. તે દર અઠવાડિયે તેની પત્ની લેના મારિયા પોલને (Demand to Meet with Wife) મળવાની માંગ કરી રહ્યો છે. આ માંગને ગેરકાયદેસર ગણાવીને જેલ પ્રશાસને (Delhi police Jail Authority) કોર્ટને જાણ કરી છે. ભૂખ હડતાળને કારણે સુકેશ નબળો પડી ગયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વડોદરામાં નુપૂર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનોએ ઝૂકાવ્યું, પોલીસનો રોલ મહત્ત્વનો બન્યો

ચાર મહિનાથી કારાવાસમાં: સુકેશ ચંદ્રશેખરે શિવેન્દ્ર સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી લગભગ 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. શિવેન્દ્રસિંહ ફોર્ટિસના પૂર્વ પ્રમોટર છે. સુકેશની આર્થિક ગુના શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ તેને તિહાર જેલમાં બંધ રાખવામાં આવ્યો છે. પોલીસે તેના પર મકોકા હેઠળ કેસ નોંધ્યો છે. તેને છેલ્લા ચાર મહિનાથી તે બંધ છે. પરંતુ તાજેતરમાં તેને ત્યાંથી જેલ નંબર 3માં ખસેડવામાં આવ્યો છે. તે જ સમયે, તેની પત્ની લીના પોલ, જેણે તેને આ બનાવટમાં સાથ આપ્યો હતો તે જેલ નંબર 6 માં હતી.

શું કહે છે પોલીસ અધિકારી: તિહાર જેલના ડીજી સંદીપ ગોયલે જણાવ્યું કે સુકેશ ચંદ્રશેખર તારીખ 23 એપ્રિલથી ભૂખ હડતાળ પર છે. અત્યાર સુધીમાં તે વચ્ચે વચ્ચે બે ત્રણ વાર જમવાનું આપવામાં આવી રહ્યું છે. પણ તે કોઈ પ્રકારનો ખોરાક ખાતો નથી. તેમણે કહ્યું કે જેલમાં બંધ કેદી તેની પત્ની સાથે 15 દિવસમાં એકવાર પરિચય કરાવાય છે. લીના પણ જેલ નંબર 6માં બંધ છે. આ કારણે દર મહિને બે વાર તેનો પરિચય સુકેશ ચંદ્રશેખર સાથે થાય છે. પરંતુ સુકેશ માંગ કરે છે કે તે દર અઠવાડિયે લીના સાથે પરિચય કરાવે. આ જેલના નિયમોની વિરુદ્ધ છે. તેની માંગ સ્વીકારી શકાય નહીં.

આ પણ વાંચો: Murder Mystery Solved : પત્નીએ કરાવી હત્યા, પતિની સતામણીથી ત્રસ્ત પત્નીનો કારસો જાણો

કોર્ટને જાણ કરાઈ: કેદી સુકેશે શરૂ કરેલી ભૂખ હડતાળની જાણ કોર્ટને કરવામાં આવી છે. 4 મહિનાથી ત્યાં હોવાથી તેને તાજેતરમાં જેલ નંબર 1 થી 3 માં ખસેડવામાં આવ્યો છે. ભૂખ હડતાળને કારણે તેને બે વખત સજા થઈ છે. એકવાર તેમની મીટિંગ રદ કરવામાં આવી હતી. જ્યારે એક વખત તેમના પર એક અઠવાડિયા માટે કેન્ટીન જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મહિનામાં લગભગ 10 દિવસ સુધી તેણે કંઈ ખાધું ન હતું. સુત્રોએ જણાવ્યું કે ભૂખ હડતાળને કારણે સુકેશનું વજન ઘટી ગયું છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.