- કોરોના બાદ Lungs ને ફરી સ્વસ્થ કરવા જરુરી
- ફેફસાં (Lungs) સંબંધી કસરતો વિશે લોકોને નહીં ડૉક્ટરને પૂછો
- કોમોર્બિડિટીઝ ધરાવતાં દર્દીઓ ( Comorbid corona Patient) માટે ડૉક્ટરની સલાહ આવશ્યક છે
કોરોનાની બીજી લહેરમાં (Second wave of the corona) સામાન્ય લોકો ખૂબ પ્રભાવિત થયા છે.ચિંતાજનક બાબત એ છે કે આ વખતે માત્ર સંક્રમણ દરમિયાન જ નહીં પણ સાજા થયાં પછી પણ દર્દીઓને આરોગ્યના પુનર્વસનમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ આડઅસર અન્ય સંક્રમણ, હ્રદયરોગ અને ગંભીર ડાયાબિટીઝ જેવી આડઅસર થઈ રહી છે. કોરોના શ્વસનતંત્રને લગતી બીમારી હોવાથી, તેની ગંભીર આડઅસર પણ ફેફસાં (Lungs) પર જોવા મળે છે.
નિષ્ણાતો અને ડોકટરોનું મંતવ્ય છે કે કોરોનાથી સાજા થયેલા લોકોના પુનર્વસનમાં મોટાભાગની સમસ્યાઓ અને વિલંબ તબીબી સલાહ લીધા વગર રીકવરી માટે લીધેલા પગલાંને કારણે છે. આ વિષય પર ઈટીવી ભારત સુખીભવ સાથે વાત કરતાં ગોવા સ્થિત વિવિધ હોસ્પિટલો સાથે સંબંદ્ધ એવા પલ્મોનોલિજિસ્ટ ડૉક્ટર સંદીપ નાયકે જણાવ્યું કે કોરોનાથી સાજા થયાં ઉપરાંત જરુરી છે કે ફેફસાંની (Lungs) સ્વસ્થતાનું વધુ ધ્યાન રાખવામાં આવs. અન્યથા અન્ય કેટલીક ગંભીર સમસ્યાઓ સામે આવી શકે છે.
ફેફસાંને (Lungs) પ્રભાવિત કરી સ્થિતિઓ
ડૉ. સંદીપ જણાવે છે કે ગંભીર કોરોનામાંથી સ્વસ્થ થયા પછી શ્વસનતંત્રને લગતા અંગોના (Respiratory systems ) નુકસાનનું જોખમ ખૂબ વધારે છે. એટલું જ નહીં, આને કારણે વિવિધ પ્રકારના પલ્મોનરી સિક્વલ એટલે કે ફેફસાંના લાંબા સમયથી ચાલતા રોગો દર્દીની સ્થિતિને ગંભીર બનાવી શકે છે. જેમ કે ક્રોનિક પલ્મોનરી રોગ એટલે કે ફેફસાંના (Lungs) ગંભીર રોગ અને ન્યુમોનિયાની લાઇન પર ફેફસામાં ફાઈબ્રોસિસ થવું. આવી સ્થિતિમાં દર્દીના ફેફસાંના પુનઃસ્વાસ્થ્ય માટે યોગ્ય સમયે અને યોગ્ય રીતે કાર્ય કરવું જરૂરી બને છે. જેના માટે ફિઝીયોથેરાપીની (Physiotherapy) મદદ લઈ શકાય છે.
આ પણ વાંચોઃ કોવિડ દર્દીઓ ફિઝિયોથેરાપીથી શ્વાસોચ્છવાસ સરળ અને લાભદાયી કઈ રીતે બનાવી શકે?
કોરોનામાંથી રીકવરી પછી ફેફસાંના (Lungs) પુનઃસ્વાસ્થ્ય માટે નીચેની તકનીકોનો ઉપયોગ કરી શકાય છે.
ડાયફ્રાગમેટિક શ્વાસ અથવા બેલી શ્વાસ: આનો નિયમિત અભ્યાસ કરવાથી પેટની માંસપેશીઓની કસરત થાય છે. સાથે સાથે ફેફસાંને સંપૂર્ણ રીતે ખોલવામાં પણ મદદ કરે છે.
પરસ્યૂડ લિપ બ્રીધિંગઃ સાંકડા- પાઉટ આકારમાં હોઠ દ્વારા શ્વાસ લેવાની ટેકનિકથી પણ ફેફસાંની ક્ષમતા વધે છે ઇને ફેફસાંમાં વધુ માત્રામાં ઓક્સીજન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે.
બ્રોનકલ હાઈજીનઃ તેના અનેક પ્રકાર છે. જે શરીરના વાયુ માર્ગને સાફ કરવાનું કામ કરે છે. જેમ કે પોશ્ચરલ ડ્રેનેજ, કંપન, સક્શન વગેરે. સામાન્યપણે કોમોર્બિડીયી સમસ્યાઓ જેવા કે બ્રોન્કાઇટિસ, ન્યૂમોનિયા અને શરીરમાં સેક્રેશન વધારો થવા પર દર્દીને આ પદ્ધતિઓ અપનાવવા સલાહ આપવામાં આવે છે.
પ્રોન પોઝિશનિંગઃ (Prawn Positioning:) ઊંધા પડીને શ્વાસ લેવાની આ સ્થિતિમાં આરામ માટે અને ઓક્સીજન લેવલમાં (Oxygen level) સુધારો કરવામાં મદદરુપ માનવામાં આવી છે. ઊંધા પડી રહેવા માટે અડધો કલાકથી લઇ બે કલાક સુધી તેમ કરી શકાય છે. પ્રોન પોઝિશનિંગથી ફેફસાંમાં રક્તસંચાર સુધરે છે જેનાથી ઓક્સીજન આસાનીથી ફેફસાંમાં પહોંચે છે અને તે વધુ સારી રીતે કામ કરી શકે છે.
લંગ એક્સપાન્સન એઠલે કે ફેફસાં ફુલાવવાની ટેકનિક ડૉ. સંદીપ જણાવે છે કે ઉચ્છશ્વાસ સંબંધી વ્યાયામ જેમાં શ્વસનતંત્ર ખાસ કરીને ફેફસાં પર દબાણ આપે છે. તે પણ ફેફસાંની ક્ષતિગ્ર્સત માંસપેશીઓને સ્વસ્થ કરવામાં અને શ્વાસ લેવાની ક્ષમતાને બહેતર બનાવવામાં મદદગાર બની શકે છે. તેના કેટલાક પ્રકાર આ પ્રમાણે છેઃ ઇન્સેન્ટિવ સ્પાયરોમેટ્રી એટલે કે પ્રોત્સાહન સ્પાયરોમેટ્રી છાતીના હાડકાઓની સંભાળ રાખવા માટેની મેન્યુઅલ મોબિલાઈઝેશન ઓફ રિબ કેજની કસરત રેસ્પિરેટરી મસલ ટ્રેનિંગ એટલે કે શ્વસનતંત્રની માંસપેશીઓ માટેની કસરત એરોબિક વ્યાયામ |
ડૉ. સંદીપ જણાવે છે કે સામાન્ય રીતે ઓછી અથવા મધ્યમ તીવ્રતાવાળા કોરોનાથી સ્વસ્થ થયાં પછી દર્દી સામાન્ય ગતિથી આવી કસરતો કરી શકે છે. પરંતુ કેટલાક વિશેષ સંજોગોમાં કોઈ તબીબી સલાહ અથવા સલાહ વિના ઉપર જણાવ્યા મુજબ કોઈપણ પ્રકારની કસરત ન કરવી જોઈએ. આ સંજોગો નીચે મુજબ છે.
દર્દીને સાજા થયાં પથી પણ શરીરમાં ગંભીર આડઅસર નજરે પડે છે.
એ જ પ્રકારના રોગ કે સંક્રમણની ઝપટમાં આવી ગયાં હો તો.
આ કસરતો કરવા દરમિયાન શ્વાસ લેવામાં કે અન્ય કોઇ સમસ્યા થતી હોય તો.
કોરોનાથી સાજા થયાં ઉપરાંત જો દર્દીની હાલત ગંભીર છે અથવા જો તે વધુ સમસ્યાઓ અનુભવવે છે, તો તેણે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જેથી જરૂરી હોય તો તેને હોસ્પિટલમાં દાખલ કરી શકાય અને તે તીવ્રતા ધરાવતાં વેન્ટિલેશન પર જરુર મુજબ રાખી શકાય.
કસરતો માટે ધ્યાન આપવા યોગ્ય વાતો
ડૉ. સંદીપ જણાવે છે કે કોરોનામાંથી સ્વસ્થ થયા પછી શ્વસનતંત્ર પર કોઈપણ પ્રકારનું દબાણ ન આવે તે માટે મહત્વપૂર્ણ છે કે રીકવરી પછી તરત જ ફેફસાંના (Lungs) પુનઃસ્વાસ્થ્ય માટે પ્રયત્નો શરૂ ન કરવા જોઈએ. સામાન્ય રીતે, કોરોનાથી સ્વસ્થ થયા પછી, ઓછામાં ઓછા 3 મહિના સુધી આવી કસરતો ન કરવી જોઈએ. જેનાથી શરીર પર વધુ દબાણ આવે અથવા થાક લાગે. અહીં, હળવી કસરત, હળવું સ્ટ્રેચિંગ અથવા પ્રાણાયામ જેવી કસરતો પણ તબીબી સલાહ પછી જ કરવી જોઈએ.
કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં ફેફસાંને પુનઃસ્વસ્થ કરવા માટે બિલકુલ પણ વ્યાયામ ન કરવો જોઇઅ. જેમકે તાવ હોય, આરામ કરતા સમયે શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય કે શ્વાસ ઓછો લેવાઈ રહ્યો હોય. છાતીમાં કોઇપણ પ્રકારનો દુઃખાવો અનુભવાતો હોય તે પગમાં સોજો આવી જતો હોય.
એટલું જ નહીં, કોરોનાથી સાજા થયેલાં દર્દી માટે એ જરુરી છે કે નિયમિતપણે શરીરનું તાપમાન, હૃહયના ધબકારા, ઓક્સીજન લેવલ, બ્લડપ્રેશર અને શ્વાસ લેવાની ક્ષમતા પર નજર રાખવામાં આવે.જો કોઈ વ્યક્તિ સુસ્તી, તકલીફ કે શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે, છાતીમાં દુખાવો, શરદી, ભારે થાક અને કસરત કરતી વખતે ધબકારા ઓછા થાય તો તરત જ કસરત કરવાનું બંધ કરો અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
ડૉ. સંદીપ જણાવે છે કોરોનામાંથી સ્વસ્થ થયા પછી વ્યક્તિને માત્ર ફેફસાં (Lungs) સંબંધિત સમસ્યાઓ જ હોતી નથી. તે ઉપરાંત રક્તવાહિની, ન્યુરોલોજીકલ, મસ્ક્યુલોસ્કેલેટલ, એટલે કે અસ્થિ સંબંધિત અને સંજ્ઞાનાત્મક સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કે કોઈપણ પ્રકારની કસરત અથવા ફિઝીયોથેરાપી સહાય માટે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેના સૂચનો પર પ્રશિક્ષિત ફિઝીયોથેરાપિસ્ટની (Physiotherapy) મદદ લેવી જોઈએ.
આ પણ વાંચોઃ હોસ્પિટલથી ઘેર આવેલા કોવિડ દર્દીની કેવી રીતે રાખશો સંભાળ ?