ETV Bharat / bharat

કોવિડ દર્દીઓ ફિઝિયોથેરાપીથી શ્વાસોચ્છવાસ સરળ અને લાભદાયી કઈ રીતે બનાવી શકે? - Abdominal Awareness

આમ તો કોવિડ -19 આપણા શરીરના તમામ ભાગો પર ગંભીર અસર કરે છે, પરંતુ તેનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ફેફસાં થાય છે. સત્તાવાર રીતે તેને ફેફસાંના સંક્રમણ તરીકે માનવામાં આવે છે. સામાન્યપણે નબળી રોગપ્રતિકારક શક્તિ અને ફેફસાંની નબળી ક્ષમતા કોવિડ -19 થવા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તેથી જ હાલના સમયમાં મોટાભાગના લોકો તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાની સલાહ આપે છે સાથે જ શ્વસનતંત્રની મજબૂતી માટે પણ પ્રયત્નો પણ કરે છે.

કોવિડ દર્દીઓ ફિઝિયોથેરાપીથી શ્વાસોચ્છવાસ સરળ અને લાભદાયી કઈ રીતે બનાવી શકે?

author img

By

Published : Jun 21, 2021, 8:24 PM IST

  • કોવિડ દર્દીઓને ફિઝિયોથેરાપીથી મળી શકે છે વધુ રાહત
  • યોગ્ય ઢબે લેવાયેલા શ્વાસોચ્છવાસ સરળ અને લાભદાયી બને છે
  • કોરોના જ નહીં અન્ય ફ્લૂ સંક્રમણ સામે પણ વધારે રોગપ્રતિકારતા

કોરોનાની બીજી લહેર પછી હવે લોકડાઉનની સ્થિતિ ધીરે ધીરે બદલાઈ રહી છે. પરંતુ સુરક્ષાને કારણે લોકો ઘરની બહાર લઈ જવાનું ટાળી રહ્યાં છે. આવી સ્થિતિમાં જે લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયાં છે અને આડઅસરનો સામનો કરી રહ્યાં છે તેઓ કેવી રીતે શ્વસન પ્રણાલીનું પુનર્વસન કરી શકે છે., ઘરે રહીને શ્વાસોચ્છવાસની પદ્ધતિમાં સુધારો કરી શકે છો અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકો છો, તે વિશે વધુ જાણવા માટે ETV Bharat Sukhibhav ફિઝીયોથેરાપિસ્ટ અને યોગ શિક્ષક ડૉક્ટર જાહ્નવી કથરાણી સાથે વાત કરી હતી.ડૉ. કથરાણી પાસેથી કેવી રીતે ફિઝીયોથેરાપી કેવી રીતે સંક્રમણમાંથી રીકવરી દરમિયાન અને સ્વસ્થ થયાં પછી કોરોના સંક્રમણ રોકવામાં કોરોના દર્દીની સહાય કરી શકે છે તે જાણ્યું હતું.

સાચી રીતે શ્વાસ લેવાનો અભ્યાસ કરો

ડૉક્ટર જાહ્નવી જણાવ્યું કે આપણી શ્વસનતંત્ર શરીરમાં ઓક્સિજન સ્તરને નિયંત્રિત કરવા તેમજ હવાના દ્વારા શ્વાસમાં લેવાતા હાનિકારક તત્વોથી શરીરને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે. કોરોના સંક્રમણમાં પણ આ બે પ્રવૃત્તિઓને લીધે શરીર પર સંક્રમણની અસર વધે છે. ફિઝિયોથેરાપીમાં એવી ઘણી કસરતો કરવામાં આવે છે જે ફેફસાંની ક્ષમતામાં વધારો કરે છે. જ્યારે નુકસાન થાય છે ત્યારે પુનઃસ્વસ્થ થવામાં પણ મદદ કરે છે. ફેફસાંના સ્વાસ્થ્ય માટે, આપણી શ્વાસ લેવાની તકનીક સાચી હોય તે સૌથી અગત્યનું છે. આ માટે નીચેની કસરતો કરી શકાય છે.

થોડો સમય શ્વાસ રોકો

આ કસરતમાં શક્ય તેટલો ઊંડો શ્વાસ લો. સાથે મનમાં 1 ... 2 ... 3 ની ગણતરી કરતી વખતે થોડીવાર શ્વાસ પકડો. તે પછી ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. હવે ફરીથી થોડા સમય માટે થોભો અને મનમાં 1 ... 2 ... 3 ગણો અને ઊંડો શ્વાસ લો અને તેને ફરીથી મુક્ત કરવાની પ્રક્રિયાનું પુનરાવર્તન કરો.

પેટની કસરત

કોઈપણ દબાણ વગર બંને હાથ પોતાના પેટ પર રાખો. હવે ધીરે ધીરે શ્વાસ લો અને પછી તેને તે જ ઝડપે છોડો. આ પ્રક્રિયા દરમિયાન પેટ અને સ્નાયુઓમાં થતા ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો.

છાતી સંબંધી કસરત

તમારા બંને હાથ છાતીની બંને બાજુ છાતી અને બગલની વચ્ચે રાખો. શક્ય તેટલું છાતીને ફુલાવતાં ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડો. આ પ્રક્રિયા દરમિયાન છાતીના સ્નાયુઓમાં થતા ફેરફારોને અનુભવવાનો પ્રયાસ કરો.

ખભા સંબંધી કસરત

બંને હાથને વિરુદ્ધ ખભાના હાડકાં પર મૂકો, હવે શક્ય તેટલે ઊંડો શ્વાસ લેવાનો અને શ્વાસ બહાર કાઢવાનો પ્રયાસ કરો. આ પ્રક્રિયા દરમિયાન તમારા ખભાના ઉતારચઢાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો.

ફૂગ્ગાની કસરત

શક્ય હોય તેટલો એકસાથે ઊંડો શ્વાસ લઇ પેટ ભરો અને તે શ્વાસને બહાર કાઢવા સમયે તે હવા નાના બલૂનમાં ભરો. ફૂગ્ગો એ રીતેે પકડો કે જેથી હવા બહાર ન આવે અને નાકમાંથી ધીમે ધીમે શ્વાસ લો.

પાઉટ હોઠનો વ્યાયામ

નાકમાંથી ઊંડો શ્વાસ લો, હવે શ્વાસ બહાર કાઢો. હોઠને માછલીના મોંનો આકાર જેવો-પાઉટનો આકાર બનાવો. કોઈ પણ પ્રકારની તબીબી સમસ્યા હોય તો આ અભ્યાસ ફાયદાકારક છે. ડૉક્ટરની સલાહથી તેની ગતિ અને આવર્તન વધારી શકાય છે. આ કસરત ફેફસાંની ક્ષમતા વધારવામાં મદદ કરે છે અને ફેફસાંને નુકસાન થવાથી બચાવે છે.

આ પણ વાંચોઃ Caregiver Burnout: કોવિડ દર્દીની સંભાળ રાખનારાઓ વિશેષ ધ્યાન આપો, તમારો સ્ટ્રેસ આ રીતે કરો દૂર

આ બધી કસરતો બે પુનરાવર્તનોમાં કરી શકાય છે એટલે કે શરૂઆતમાં બે વાર. તે પછી ધીમે ધીમે આ કસરતોની આવર્તન વધારી શકાય છે. ડૉક્ટર જાહ્નવી જણાવે છે કે સામાન્ય રીતે હળવા અથવા મધ્યમ કોવિડ -19 સંક્રમણથી પીડાતા લોકો અથવા કોરોનાથી સાજા થયાં હોય તેવા લોકોને ટેલિ-પરામર્શ દરમિયાન આ 7 સરળ તકનીકોની ભલામણ કરવામાં આવે છે. જેના દ્વારા દર્દી શ્વાસ લેવાની ક્ષમતામાં સુધારો કરી શકે છે અને ફેફસાંને મહત્તમ માત્રામાં ઓક્સિજન લેવા માટે સક્ષમ કરી શકે છે.આ કસરતો માત્ર કોરોના સંક્રમણ જ નહીં પરંતુ કોઈપણ પ્રકારના ફ્લૂના સંક્રમણને રોકવામાં મદદ કરી શકે છે.

કેવી રીતે આ કસરતો મદદરુપ બને છે...

આપણી શ્વાસ લેવાની પદ્ધતિને વધુ બહેતર બનાવે છે અને ફેફસાંને મજબૂત બનાવે છે.

શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધારે છે.

શ્વસનતંત્રના સ્નાયુઓની કસરતથી ફેફસાંના સ્નાયુઓ મજબૂત બને છે અને તેમની ક્ષમતામાં વધારો થાય છે.

આ કસરતો શ્વાસ લેવાની ગતિ અને રીત સુધારે છે અને તેને સાતત્ય બનાવી રાખે છે.

શ્વાસ લેવાની ક્ષમતા વધારે છે

ફેફસાંમાં તથા ફેફસાંની આસપાસના રક્તસંચારને નિયંત્રિત કરીને આવશ્યક ગતિ બનાવી રાથે છે.

યોગ્ય રીતે શ્વાસ લેવાની પ્રક્રિયા માનસિક સમસ્યાઓમાં, ખાસ કરીને તણાવને દૂર રાખવામાં મદદ કરે છે.

આ વિશે વધુ જાણકારી માટે jk.swasthya108@gmail.कॉम પર સંપર્ક કરી શકાય છે.

આ પણ વાંચોઃ હોસ્પિટલથી ઘેર આવેલા કોવિડ દર્દીની કેવી રીતે રાખશો સંભાળ ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.