ન્યૂઝ ડેસ્કઃ દેશમાં જુદા જુદા સમયે શરૂ થયેલા પ્રોજેક્ટની અસર દેશના વિકાસ પર થાય છે. જ્યારે પણ વૈશ્વિક સ્તરે ભારતના સંબંધોની વાત કરવામાં આવે છે. એ સમયે આ પ્રકારના સર્વેના (Survey on India)રીપોર્ટને ધ્યાને લેવાતા હોય છે. જુદા જુદા સમયે તૈયાર થયેલા આ રીપોર્ટમાં (Various Rank and indias position) અલગ અલગ પ્રકારના માપદંડોને (Survey in India By Organization) ધ્યાને લેવામાં આવે છે. જોકે, હવે સંસ્થાઓ પોતાના નામ અને સર્વે સાથે આ અંગેના રીપોર્ટ તૈયાર કરતા સમજવામાં સરળતા રહે છે. આ ઉપરાંત આ પ્રકારના સર્વે એક ચોક્કસ સમયગાળા પૂરતા જ મર્યાદીત રહે છે. બીજી વખત એક વિષયને લઈને કોઈ સર્વે થાય તો અગાઉમાંથી માત્ર એના સંદર્ભ લેવામાં આવે છે.
વિષય | ભારતનો રેન્ક | સંસ્થા |
ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021 | 101 | વેલ્ટ હંગર હિલ્ફે અને કન્સર્ન વર્લ્ડ વાઈડ |
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2022 | 83 | હેનલી એન્ડ પાર્ટનર્સ |
વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સ 2021 | 46 | વિશ્વ બૌદ્ધિક સંપદા સંસ્થા |
વૈશ્વિક પેન્શન ઇન્ડેક્સ 2021 | 40 | મર્સર CFA સંસ્થા |
ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2021 | 71 | આયર્લેન્ડની આર્થિક અસર |
ગ્લોબલ પીસ ઈન્ડેક્સ 2021 | 135 | ઈકોનોમિક એન્ડ પીસ ઓર્ગેનાઈઝેશન |
ચાંડલર ગુડ ગવર્નમેન્ટ ઇન્ડેક્સ 2021 | 49 | ચાંડલર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગવર્નમેન્ટ |
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2022 | 150 | રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ |
ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021 | 46 | ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ |
ભ્રષ્ટાચાર અને ધારણા સૂચકાંક 2021 | 85 | ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ |
સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંક 2020 | 131 | સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ |
વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સ 2022 | 136 | |
ગ્લોબલ જેન્ડર ગેપ ઈન્ડેક્સ 2022 | 135 | વર્લ્ડ ઈકોનોમિક ફોરમ |
ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2021 | 121 | ફાઉન્ડેશન હેરિટેજ |
ગ્લોબલ ક્લાઈમેટ રિસ્ક ઈન્ડેક્સ 2021 | 7 | જર્મન વોચ |
કોવિડ-19 રિસ્પોન્સ ઇન્ડેક્સ | 86 | ગ્રિડી ફાઉન્ડેશન |
ઈન્ક્લુઝિવ ઈન્ટરનેટ ઈન્ડેક્સ 2021 | 50 | ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ |
એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2021 | 87 | વર્લ્ડ ઇકોનોમિક ફોરમ |
ગ્લોબલ સાયબર સિક્યુરિટી ઇન્ડેક્સ 2021 | 10 | ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન |
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇન્ડેક્સ 2021 | 20 | સ્ટાર્ટ અપ બ્લેન્ક્સ |