ETV Bharat / bharat

કઈ રીતે હમાસ ઈઝરાયેલ માટે એક પડકાર બન્યું ? - ઈઝરાયેલ પેલેસ્ટાઈન વિવાદ

ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધ ફરી એક વખત આસમાને પહોંચ્યું છે. આ વખતે પણ યુદ્ધમાં હમાસનું નામ વારંવાર ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હમાસના ઇતિહાસથી લઈને ઇઝરાયેલ સાથેના યુદ્ધમાં હમાસની ભૂમિકા જાણવા માટે વાંચો સંપૂર્ણ અહેવાલ...

કઈ રીતે હમાસ ઈઝરાયેલ માટે એક પડકાર બન્યું ?

author img

By

Published : May 19, 2021, 10:58 PM IST

  • ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધથી બન્ને દેશો વચ્ચેનો તણાવ પરાકાષ્ઠાએ
  • એકબીજા સાથે વર્ષો જૂનો ઈતિહાસ ધરાવે છે ઈઝરાયેલ અને હમાસ
  • મોટાભાગના પશ્ચિમી દેશોની સરકારોએ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

હૈદરાબાદ: હાલમાં વિશ્વના તમામ દેશો જ્યારે કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે, ત્યારે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધે બન્ને દેશો વચ્ચેનો તણાવ પરાકાષ્ઠાએ પહોંચાડ્યો છે. હમાસના રોકેટ હુમલામાં ગાઝા પટ્ટી નજીક ઇઝરાયલી શહેર અશ્કલોન અને તેલ અવીવને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં ઇઝરાઇલમાં કામ કરતી 1 ભારતીય મહિલા સહિત 5 લોકોનાં મોત નિપજ્યા હતા. સામસામે કરાયેલા હુમલાઓમાં હમાસના કેટલાક ટોચના કમાન્ડર પણ માર્યા ગયા છે, જેની જાહેરાત આતંકવાદી જૂથ અને ખુદ ઇઝરાયેલે કરી હતી. ઇઝરાયેલી મીડિયાના જણાવ્યા અનુસાર, ગાઝાથી હમાસે 3,350થી વધુ રોકેટ છોડ્યા હતા, જે પૈકી માત્ર સોમવારે જ 200 છોડવામાં આવ્યા હતા. ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 130 આતંકવાદીઓ માર્યા ગયા છે. ગાઝામાં મૃત્યુઆંક 200ને વટાવી ગયો છે, જેમાં 61 બાળકો અને 36 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે ઇઝરાયેલમાં 2 બાળકો સહિત કુલ 10 લોકોનાં મોત નિપજ્યા છે.

હમાસ (HAMAS) શું છે?

વર્તમાન ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું યુદ્ધ અને ભૂતકાળમાં આ બંને દેશો વચ્ચેનો સંઘર્ષ હમાસના ઉલ્લેખ વગર અધૂરુ છે. જર્મન મીડિયાએ હમાસને એક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન ગણાવ્યું છે. વર્તમાન યુગમાં મીડિયા ઇઝરાઇલ અને ગાઝા વચ્ચેના ભીષણ યુદ્ધમાં હમાસને ઇસ્લામિક આતંકવાદી જૂથ તરીકે બતાવી રહ્યું છે. યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત મોટાભાગના પશ્ચિમી દેશોની સરકારોએ તેને આતંકવાદી સંગઠન તરીકે વર્ગીકૃત કર્યું છે. નોર્વે અને સ્વિત્ઝર્લેન્ડ આ કિસ્સામાં અપવાદ છે. કારણ કે બંને તેના પર તટસ્થ સ્થિતિ ધરાવે છે. કારણ કે તેઓ તેને એક સંસ્થા તરીકે જૂએ છે. જેણે 2007થી ગાઝા પટ્ટી પર શાસન કર્યું હતું અને તેમની સાથેના રાજદ્વારી સંબંધોને પણ જાળવી રાખ્યા હતા.

હમાસનો ઈતિહાસ

હમાસનું પૂરુ નામ 'હરકત અલ-મુકાવામા અલ-ઈસ્લામિયા' છે. જેને અંગ્રેજીમાં ઈસ્લામી પ્રતિરોધ આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો મુખ્ય હેતુ પેલેસ્ટાઈનમાં સ્વતંત્ર ઈસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે. 1978માં યાસીને મોટાપાયે અનુયાયીઓ સાથે એક યાત્રા સંગઠનની સ્થાપના કરી હતી. જે 'ઈસ્લામિક કમ્પાઉન્ડ' તરીકે ઓળખાય છે. તેમણે ઈજિપ્તના મુસ્લિમ બ્રધરહૂડ તેમજ ગાઝા, હેબ્રોન, નબ્લસ અને જેરૂસલેમમાં અન્ય ઈસ્લામિક સંગઠનોનું સમર્થન અને સહયોગ પ્રાપ્ત કર્યો હતો. જેમ જેમ ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ વધતો ગયો, તેમ તેમ વિદ્રોહનો સહારો લેવામાં આવ્યો હતો. ડિસેમ્બર 1987 માં, હમાસે સુન્ની-ઇસ્લામિક કટ્ટરવાદીઓની આગેવાની હેઠળની સંસ્થા તરીકે આકાર લેવાનું શરૂ કર્યું હતું.

- યાસીન ત્યાર બાદ પેલેસ્ટાઇનનો નિર્વિવાદ નેતા બની ગયો હતો. જેણે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીના શેખ સલાહા શેહાદા, રાફિયાના ઇજનેર ઇસા અલ નસાર અને અન્ય લોકોમાં હેડમાસ્તર અબ્દુલ ફત્તાહ દોખાનનો સહયોગ લીધો હતો.

- 1988 માં પ્રથમ બળવો ટોચ પર હતો, ત્યારે પી.એલ.ઓ.એ બળવાને વધારવા માટે ઇઝરાયેલના અસ્તિત્વના અધિકારને માન્યતા આપીને સ્વતંત્રતાની ઘોષણા કરી હતી.

- 1993માં યાસીર અરાફાતે ઇઝરાયેલ સાથે શાંતિ અંગેના ઓસ્લો કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારબાદ 1987માં શરૂ થયેલો પ્રથમ બળવો સમાપ્ત થયો હતો, પરંતુ હમાસે શાંતિ પ્રક્રિયાને નકારીને ઇઝરાયેલ સામે આતંકવાદી હુમલાઓ ચાલુ રાખ્યા હતા.

- યાસીન 2004માં ઇઝરાયેલી હુમલામાં માર્યો ગયો હતો, પરંતુ યાસીનનું આંદોલન તેના ડેપ્યુટી અબ્દેલ અઝીઝ અલ-રંતિસી દ્વારા સંપૂર્ણ બળ સાથે ચાલુ રાખવામાં આવ્યું હતું.

- વર્ષ 2006માં ગાઝાની ચૂંટણીમાં હમાસને સંપૂર્ણ બહુમત પ્રાપ્ત થયો હતો.

- 2007માં હિંસક બળવા દ્વારા તેમણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પોતાની પકડ મજબૂત કરી હતી. ત્યારબાદથી પશ્ચિમ કાંઠાને મહેમદ અબ્બાસ હેઠળ મધ્યમ ફતાહ પાર્ટી દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યો હતો.

- ગાઝા પટ્ટીથી હમાસે ઇઝરાઇલ સામે યુદ્ધ ચાલુ રાખ્યું હતું. હમાસે દાવો કર્યો છે કે, તેઓ આત્મરક્ષણ માટે હુમલો કરે છે. હમાસે ઇઝરાયેલી સશસ્ત્ર દળો સામે 2008/09, 2012 અને 2014 વર્ષમાં યુદ્ધ છેડ્યું હતું.

- વર્તમાન સમયમાં હમાસનું નેતૃત્વ કમાન્ડર ઇસ્માઇલ અબ્દેલ સલામ અહમદ હનીઆહ દ્વારા કરાઈ રહ્યું છે. જે સંગઠનની રાજકીય પાંખના વડા અને યાસીનના નજીકના સહયોગી માનવામાં આવે છે.

હમાસ અને ઈઝરાયેલની તાકતની તુલના

તાકતની તુલનામાં ઈઝરાયેલનો કોઈ મુકાબલો નથી. હથિયારોના મામલામાં ઈઝરાયેલ આજે પણ વિશ્વના સૌથી તાકાતવર દેશોમાં નામ ધરાવે છે. હથિયારોના મામલામાં તાકતવર માનવામાં આવતા કેટલાક દેશો પણ ઈઝરાયેલ પાસેથી જ હથિયાર ખરીદે છે. જેના પરથી તેની તાકતનો અંદાજો લગાવી શકાય છે.

  • હમાસ પાસે 180 કિમી દૂર સુધી હુમલો કરી શકે તેવી કેટલીક મિસાઈલો છે. જેમાં 122 એમ.એમ. રોકેટ્સ, ફજર-5 (75 કિમી), જે-80 (80કિમી), એ-120 (120 કિમી), આર-160 (160 કિમી), એમ-302 (180 કિમી)નો સમાવેશ થાય છે.
  • ઇઝરાયેલ પાસે મજબૂત રક્ષા પ્રણાલી, ટેન્ક તેમજ મિસાઈલો છે. ઈઝરાયેલ પાસે 3501 ટેન્ક, 3 સબમરીન, 1400 કિમી દૂર સુધી હુમલો કરી શકે કેવી જેરિકો મિસાઈલ, 2800 કિમીની ક્ષમતા ધરાવતી જેરિકો-2 મિસાઈલ, 5600 કિમીની ક્ષમતા ધરાવતી જેરિકો-3 મિસાઈલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત તેમની પાસે સેંકડો ફાઈટર જેટ્સ ઉપલબ્ધ છે.

ઈઝરાયેલ સાથે સંઘર્ષ

- 2007 માં હમાસે ગાઝા પટ્ટીનો કબજો સંભાળ્યા પછી ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીને દુશ્મન જાહેર કરતા હમાસ હેઠળ અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જેમાં વીજ કાપ, આયાત પ્રતિબંધ અને સરહદ બંધ જેવા નિર્ણયો શામેલ હતા.

- જૂન 2008 માં ઇઝરાયેલ અને હમાસે છેલ્લા 6 મહિનાથી નિર્ધારિત કરેલા યુદ્ધવિરામનો અમલ કરવા સંમતિ આપી હતી. જોકે, બન્ને તરફથી સીઝફાયર ભંગના આક્ષેપો થવા લાગ્યા હોવાથી ટૂંક સમયમાં આ યુદ્ધવિરામ પૂર્ણ થયો હતો.

- ત્રણ અઠવાડિયાથી વધુ ચાલેલા યુદ્ધમાં 100થી વધુ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઇઝરાયેલ અને હમાસે યુદ્ધવિરામની ઘોષણા કરી હતી.

- 12 જૂન 2014ના રોજ વેસ્ટ બેન્કમાં 3 ઇઝરાયેલી કિશોરોના ગુમ થયા પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તણાવ વધ્યો હતો.

- ગુમ થયેલા છોકરાઓની શોધ કરવા અને હમાસની સાથે અન્ય આતંકવાદી જૂથોના સભ્યોને પકડવા માટે ઇઝરાયેલના સુરક્ષા દળોએ વેસ્ટ બેન્કમાં એક વિશાળ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓ સાથેના સંબંધની શંકાના આધારે વેસ્ટ બેન્કમાં હમાસના અનેક નેતાઓ સહિત સેંકડો પેલેસ્ટિનિયન નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. 30 જૂને ગુમ ત્રણેય છોકરાઓ હેબ્રોનની બહાર વેસ્ટ બેન્ક પાસેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.

- ઓગસ્ટની શરૂઆતમાં, ઇઝરાયેલી નેતાઓએ જમીની અભિયાન પૂર્ણ કરવાની ઘોષણા કરી હતી અને ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલી સૈનિકો અને ટેન્કો પાછી ખેંચી લીધી હતી.

- અંદાજે 2,100થી વધુ પેલેસ્ટિનિયન્સના મોત અને ગાઝા પટ્ટીમાં વ્યાપક નુક્સાન પહોંચ્યું હોવા છતાં હમાસના નેતાઓએ ઇઝરાયેલી હુમલાઓનો સામનો કરવાની તેમની ક્ષમતાને શ્રેય આપ્યો હતો અને વિજયની ઘોષણા કરી હતી.

- વર્ષ 2018માં ગાઝા સરહદની આજુબાજુ અનેક વિરોધ પ્રદર્શન થયા હતા. જેમાં વિરોધીઓએ ઇઝરાયેલમાં સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઇઝરાયેલમાં આગ લગાવનારા ગુબ્બારા મોકલ્યા હતા. આ સ્થિતિ 14 મેના રોજ ચરમસીમાએ પહોંચી હતી. જ્યારે વિરોધમાં 40,000 જેટલા લોકોએ ભાગ લીધો હતો. જેમાં આશરે 60 લોકોનાં મોત અને 2,700 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

- જેરૂસલેમમાં મે 2021માં જે તણાવ વધ્યો તે 2014 પછીની સૌથી મોટી હિંસા હતી. ઇઝરાયેલી પોલીસ અને પેલેસ્ટિનિયન વિરોધીઓ વચ્ચે ઘર્ષણ બાદ સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. હમાસ દ્વારા જેરૂસલેમ અને દક્ષિણ-મધ્ય ઇઝરાયેલમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. જેના જવાબમાં ઇઝરાયેલે પણ હવાઈ હુમલા કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.