ETV Bharat / bharat

ગિરિડીહમાં વિસ્ફોટથી ઘર જમીનદોષ થતા ચાર દંટાયા, એકનો મૃતદેહ મળ્યો - મકાનમાં ભયાનક ધડાકો

ઝારખંડના ગિરિડીહમાં શનિવારે રાત્રે 9:30 વાગ્યા આસપાસ બુધન રાયના મકાનમાં મોટો વિસ્ફોટ થતા આખું મકાન જમીનદોષ થઈ ગયું હતું. આ ઘટનામાં બે મહિલાઓ અને બે બાળકો દંટાયા હતા. જો કે, એક મહિલાનો મૃતદેહ કાઢી લેવામાં આવ્યો છે.

વિસ્ફોટથી ઘર જમીનદોષ થતા ચાર દંટાયા, એકનો મૃતદેહ મળ્યો

author img

By

Published : Mar 28, 2021, 9:48 AM IST

Updated : Mar 28, 2021, 9:59 AM IST

  • જમીનદોષ થયેલા મકાનમાં બે મહિલાઓ અને બે બાળકો દંટાયા
  • શનિવારે રાત્રે બુધન રાયના મકાનમાં મોટો વિસ્ફોટ થયો હતો
  • બુધન રાયની પત્નીનો મૃતદેહ કાઢી લેવામાં આવ્યો છે

ગિરિડીહ: એક મકાનમાં ભયાનક ધડાકો થયો હતો. જે બાદ, આખું મકાન જમીનદોષ થઈ ગયું હતું. આ ઘટનામાં બે મહિલાઓ અને બે બાળકો દંટાયા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ, વહીવટી ટીમે કાટમાળને હટાવતા રાત્રે 10:30 વાગ્યાની આસપાસ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે, શનિવારે રાત્રે 9:30 વાગ્યા આસપાસ બુધન રાયના મકાનમાં મોટો વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ, આખું મકાન જમીનદોષ થઈ ગયું હતું. આ ઘટના પાછળનું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. કેટલાક લોકો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાનું કારણ આપી રહ્યા છે. જોકે, પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ: BJP સાંસદના ઘર સહિત 15 સ્થળોએ બોમ્બ વિસ્ફોટ, 3 લોકો ઈજાગ્રસ્ત

પાંચ લોકો ઘરની અંદર હતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘર બુધન રાય નામના વ્યક્તિનું છે. આ ઘટના અંગે બુધન રાયે જણાવ્યું હતું કે, ઘરની અંદર તેની પત્ની હુખાલી દેવી, પુત્રવધૂ સુનિતા દેવી, પૌત્ર અંકિત રાય અને બે મહિનાનો બાળક સૂઈ રહ્યો હતો. રાત્રે 9:30 વાગ્યે તે ઘરની બહાર નીકળતાંની સાથે જ એક વિસ્ફોટ થયો હતો. બુધન કહે છે કે, તેની પત્ની, પુત્રવધૂ અને બન્ને બાળકો કાટમાળમાં દંટાઈ ગયા છે. તેની પત્નીનો મૃતદેહ કાઢી લેવામાં આવ્યો છે. જ્યારે, અન્ય ત્રણ વ્યક્તિઓને જમીનદોષ મકાનમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: ધોળકાની એહોજ એન્ડ સ્ટીલ કંપનીમાં LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ

Last Updated : Mar 28, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.