ન્યૂઝ ડેસ્ક: રાજ્યના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે (Shinde Reached Surat With MLAs) સહિત શિવસેનાના ધારાસભ્યો સુરતની એક હોટલમાં પહોંચ્યા હતા. આ બાદ આજે સૂત્રોના જણાવ્યા અનુસાર અકોલા બાળાપુરના ધારાસભ્ય નિતીન દેસમુખને (MLA Nitin Desmukh health Deterio Rates) શ્વાસ લેવામાં તકલિફ થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બાદ તેમને ફરી હોટેલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી તબિયત વધુ બગડતા સુરત સિવિલ હોસ્પિટલના સ્પેશિય વોર્ડ રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભૂકંપ નહીં આવે, માત્ર શંકાસ્પદ વાતાવરણ સર્જાયું - સંજય રાઉત
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો : શિવસેનાના નેતા અને રાજ્યના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે ગુજરાત ગયા છે, જેના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. શિંદેએ ગુજરાતમાં ભાજપના નેતાઓનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળે છે. શિંદે ગુજરાતમાં ઓછામાં ઓછા 12 અને વધુમાં વધુ 25 ધારાસભ્યો સાથે હોવાનું કહેવાય છે. તેથી શિવસેના માટે આ એક મોટો ફટકો માનવામાં આવે છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડી માટે પણ તે મોટો ફટકો છે.
એકનાથ શિંદે સહિત પાર્ટીના ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા : મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પછી ઉદ્ધવ ઠાકરે સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે અને શિવસેના કેબિનેટ પ્રધાન એકનાથ શિંદેના વિહોણા બન્યા છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, એકનાથ શિંદે સહિત પાર્ટીના ધારાસભ્યોએ સુરતમાં ધામા નાખ્યા છે, પરંતુ સુત્રો દ્રારા જણાવવામાં આવી રહ્યું છે કે, શિવસેના અને અપક્ષ મળીને કુલ 35 જેટલા ધારાસભ્યો હોટલમાં હોવાનો દાવો કરવામાં આવી છે. જણાવી દઈએ કે, એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ પ્રધાન છે અને ઠાકરે પરિવારથી નારાજ છે. આ સાથે જ હજૂ પણ રાયગઢના 3 સહિત અનેક ધારાસભ્યો નારાજગી દર્શાવી શકે છે.
મહાવિકાસ આઘાડીની સરકારને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે : આ સમગ્ર ઘટના બાદ સંજય રાઉતનુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું કે, શિવસેનાના કેટલાક ધારાસભ્યો અને એકનાથ શિંદેનો હાલ સંપર્ક થઈ શકતો નથી. મહાવિકાસ આઘાડીની સરકારને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ ભાજપે યાદ રાખવું પડશે કે, મહારાષ્ટ્ર રાજસ્થાન કે મધ્યપ્રદેશથી ઘણું અલગ છે. રાઉતે કહ્યું કે, અમને નથી લાગતું કે મહારાષ્ટ્રમાં કોઈ રાજકીય ભૂકંપ આવવાનો છે.
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આમને-સામને : પ્રધાન એકનાથ શિંદે તેમના સાથી ધારાસભ્યોને ગુજરાતમાં સુરત લઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આમને-સામને છે. જેના કારણે શિવસેનામાં જૂથબંધી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મુંબઈ-મધ્યપ્રદેશની પેટર્ન ચાલશે નહીં. મહારાષ્ટ્રમાં આ ક્યારેય સહન કરવામાં આવશે નહીં. શિવસેના પીઠમાં ખંજર લઈને જન્મી નથી. આથી કોઈ ભૂકંપ નહીં આવે, એમ શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું હતું.
શું ભાજપ જાદુઈ આંકડા સુધી પહોંચશે? : મહારાષ્ટ્રને સત્તા સ્થાપવા માટે 145 ધારાસભ્યોની જરૂર છે. મહાવિકાસ આઘાડી પાસે હાલમાં 168 લોકોનું સમર્થન છે. જો કે એકનાથ શિંદે 25 ધારાસભ્યોને ગુજરાત લઈ ગયા હોવાના અહેવાલ છે. જો ભાજપને મળશે તો ભાજપની સંખ્યા ઘણી વધી જશે. જો રાજ્યમાં અપક્ષ ધારાસભ્યો મહાવિકાસ અઘાડીમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લે તો રાજ્યમાં સરકાર બદલાવાની શક્યતા છે, પરંતુ ભાજપ 145ના જાદુઈ આંકડા સુધી પહોંચવામાં સફળ રહે. જો તે શક્ય હોત, તો સરકાર બદલાશે.
આ પણ વાંચો: શું એકનાથ શિંદેનો બળવો ભાજપને માર્ગ આપશે, જાદુઈ આંકડા માટે ભાજપે હજુ કરવી પડશે મહેનત
ભાજપે હજુ મહેનત કરવી પડશે : ભાજપની 106, અપક્ષ સહિત અન્ય પક્ષોનું કુલ સંખ્યાબળ 113 છે. ભાજપને 25 ધારાસભ્યો મળે તો પણ 138 ધારાસભ્યો થઈ જશે. આમ છતાં રાજ્ય સરકાર ઘટશે નહીં. કારણ કે જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે 8 ધારાસભ્યો ઓછા પડશે. આથી શિંદેની દબાણની રણનીતિના કારણે જો અન્ય કેટલાક ધારાસભ્યો જઈને તેમને મળે. ઉદ્ધવ ઠાકરે સરકાર જોખમમાં રહેશે. અન્યથા શિંદેનો બળવો ભાજપ માટે ઉપયોગી નહીં બને.