ઉત્તર પ્રદેશ: શાહજહાંપુર જિલ્લામાં શનિવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં ટ્રેક્ટર-ટ્રોલી પુલની રેલિંગ તોડીને નીચે પડી હતી. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 20 લોકોના મોતના સમાચાર છે. આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે.
કેવી રીતે બની ઘટના: મળતી માહિતી મુજબ આ દુર્ઘટના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બિરસિંગ ગામ પાસે થઈ હતી. એસપી આનંદ કુમારે જણાવ્યું કે આઝમપુર ગામમાં આયોજિત ભાગવત કથા માટે લોકો ગરા નદીમાંથી પાણી લેવા આવ્યા હતા. ગામના લોકો બે ટ્રોલીમાં સવાર હતા. કહેવાય છે કે નદીમાંથી પાણી લીધા પછી બંને ટ્રોલીમાં બેસીને ગામમાં પાછા ફરવા લાગ્યા. દરમિયાન બંને ટ્રેક્ટર-ટ્રોલીના ચાલકોએ એકબીજા સાથે ઓવરટેક કરવાની રેસમાં ટ્રેક્ટર ટ્રોલીએ સંતુલન ગુમાવતા પુલની રેલિંગ તોડી ગરા નદીમાં પડી હતી.
SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે: આ દુર્ઘટના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા બિરસિંગ ગામ પાસે થઈ હતી. માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, SDRF અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યમાં લાગી ગયા છે. ટ્રેક્ટર ટ્રોલીમાં લગભગ 42 લોકો બેઠા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ, વૃદ્ધો અને બાળકો હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
આ પણ વાંચો: Bihar Hooch Tragedy: મોતીહારીમાં ઝેરી દારૂએ મચાવ્યો હાહાકાર, અત્યાર સુધીમાં 22 લોકોના મોત
CM યોગીએ દુ:ખ વ્યક્ત કર્યું: સીએમ યોગી આદિત્યનાથે શાહજહાંપુર જિલ્લામાં ગર્રા નદી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે ઘાયલોના ઝડપથી સાજા થવાની પણ કામના કરી છે. સીએમ યોગીએ મૃતકોના પરિજનોને બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: Rajkot Crime : રાત્રે જાહેરમાં ફાયરિંગનો બનાવ સર્જાતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત, પોલીસનો ફાકલો પહોંચ્યો સ્થળ પર