મેષ
રાશિ ચક્રની પ્રથમ રાશિ છે મેષ રાશી મેષ રાશિના નામ અંક છે, અ, લ, ઈ. આ અક્ષરવાળા નામવાળાને વર્ષ દરમિયાન ધીરજ રાખવી એટલે કે ધીરજ એમને પોતાના વ્યવહારુ કામમાં હોય કે પોતાના ધંધા વ્યવસાય કે નોકરી કરતા હોય એવા લોકોએ ધીરજના ગુણ વધુ જરૂરી છે. એટલે કે વ્યવસાયમાં પરિવર્તન ઈચ્છતા હોય નોકરીમાં પરિવર્તન ઈચ્છતા હોય તે લોકોએ ઉતાવળ ના કરવી. પરંતુ તેના માટે યોગ્ય માર્ગદર્શન લેવું અને વિચાર કરીને પછી નિર્ણય લેવોએ વધુ અગત્યનો છે. તેવી જ રીતે આપણે યુવા વર્ગને જોઈએ કે યુવા વર્ગ લગ્નની ઈચ્છા રાખતા હોય અને જીવન સાથી સાથે મીલન મુલાકાત કરતા હોય તેવા લોકોએ પણ પોતાની પસંદગીમાં યોગ્ય વડીલોના માર્ગદર્શન હેઠળ આગળ વધવું અને નિર્ણય લેવામાં ધીરજ રાખવી જરૂરી છે, કારણ કે સ્વભાવગત તમને થોડીક ઉતાવળવૃતી રહે. જેથી કરીને કામમાં અડચણ આવી શકે છે, માટે યુવા વર્ગે આ વ્યવહારૂ બાબત છે. તેમાં ધીરજનો અભીગમ ખૂબજ ઉત્તમ ગણી શકાય. માટે આજે તમને એક વસ્તુંની ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે. તદ્દઉપરાંત જે લોકો વિદેશ જવા માટે પ્રયત્નશીલ હોય અથવા વિદેશને લગતા કાર્યો કરતા હોય તેવા લોકોએ પોતાનું આયોજન વ્યવસ્થિત રીતે કરવું જરૂરી છે. કારણ કે તમારા જે ગ્રહોની સ્થિતી છે અને તામારા જે રાશીમા માલીક છે અની પ્રકૃતિ છે જેને કારણે તમારામાં અધીરાપણું વધુ આવે એટલે કે તમારામાં વધારે પડતી ઉતાવળની ભાવના જાગે માટે તમે આયોજન વ્યલસ્થિત કરો એવી ખાસ સલાહ આપવામાં આવે છે. જો ધીરજ રાખશો તો ચોક્કસ સારી રીતે આયોજન કરશો અને તમારા ગ્રોચરના ગ્રહો મુજબ તમે આયોજનમાં પણ સફળ થશો, કાયદાની બાબતે પણ થોડા સજાગ રહેવું જે લોકોને કોર્ટ કચેરીમાં કેસ ચાલી રહ્યા છે તેવા લોકોએ કોર્ટ કચેરીની કોઈ પણ કામ કાજમાં ચોકસાઈ રાખવી, એમા ભુલ ના રહે યોગ્ય સલાહ સૂચન બાદ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવો તે વધારે જરૂરી છે.કોઈ નવા પ્રકારના કામ કરવાના હોય જેમ કે નવું ઘર લેવાનું હોય કે નવો વ્યવસાય હોય જેમાં કાયદા ક્યાંય પણ કાયદાની પ્રક્રિયા આવતી હોય એવી તમામ બાબતોમાં કાયદાકીય નિષ્ણાતની સલાહ લઈને કાર્ય કરવાની સલાહ છે. જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન ઊભાના થાય એના કારણે તમારા કોઈ કાર્યોમાં રૂકાવટના આવે વગેરે જેવી બાબતોથી તમે ચોકસાય રહો એ વધું જરૂરી છે એમ કહી શકાય તેવીજ રીતે જે લોકો કોઈ પણ કારણ સર જેવા કે વિવાહીક જીવન છે તેમાં પણ કોઈ પ્રશ્ન હોય એમા કાયદાકીય માર્ગદર્શનની જરૂર હોય એમા માર્ગદર્શન લઈને અને એ માર્ગદર્શન બાદ વ્યવહારૂ માર્ગ દર્શન ઘરના વડીલોને લઈને સાથે લઈને નિર્ણય લેવાની સલાહ છે કારણ કે ઉતાવળ તમને ભુલ કરાવે તેવું બની શકે જો તમે વર્ષ દરમિયાન યથા શક્તિ મુજબ તમારા આરાદ્યા દેવની પૂજા કરતા રહેશો તો તમારા માટે સરળતા રહેશે તેવું જાણાય રહ્યું છે.
વૃષભ
રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ રાશી નામાકંક્ષર છે, બ, વ, ઉ, આ રાશિના જાતકોએ 2021મા જે પરેશાની આવી હોય એ હવે ધીરે ધીરે 2022મા દૂર થાય તેવું દાખાય રહ્યું છે. તેનું કારણ છે કે વૃષભ રાશીમાં રાહુનું ભ્રમણ છે તે ધીરે ધીરે પોતીની રાશી બદલી મેષ રાશીમાં પરિવર્તન થાય છે. રાહુનું જે રાશી બ્રમણ થશે તો આ જાતકોને ઘણા પ્રકારની ચિંતા માથી મુક્તિ મળશે, અથવા દ્વીધા ઓછી થાય તેવા યોગ બને છે. માટે આ અગત્યની વાત આ જાતકો માટે કહી શકાય,જો આ રાશીના ગ્રહોની સ્થિતી જોઈએ તો આ રાશીમાં લોકોને લાભની વાત જોઈએ તો યુવાનોને લગ્ન વિષયક વાત ચાલતી હોય તો સારા પરિણામો આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે તથા તેવા યોગ બની રહ્યા છે. આ રાશીના લોકો માટે લાભની વાત કરવામાં આવે તો વિદેશ જવા માટે પ્રયત્નસીલ હોય તેવા અથવા નોકરી માટે પ્રયત્ન કરતા હોય તેવા માટે પણ લાભ થઈ શકે છે અથવા નોકરીમાં સારી તક પણ થઈ શકે છે. એવી જ વાત વ્યવસાય લોકો માટે છે એપ્રિલ પછીનું વર્ષ થડું ચિંતા તણાવ વાળું રહે તેવા પ્રકારના યોગ આમાં બની શકે છે. યુવા વર્ગ માટે આ વર્ષે ઉત્સાહ વાધરે દાખાઈ તેવું લાગી રહ્યું છે . જે 2021 તેમના માટે તણાવમાં ગયું તેમા સુધારો આવી શકે છે. તેવામાં નવા પરિચયો કેળવાય અને સારા પરિણામો સારા આવી શકે તેવું દેખાય રહ્યું છે અને આ રાશીના લોકોને ભગવાનની ભક્તિ કરવાથી સારા યોગ બની શકે છે.
મિથુન
રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન રાશિ જેમાં ક, છ,અને ઘ નો સમાવેશ થાય છે. આ રાશિના લોકો માટે 2022નું વર્ષ જોવા જઈએ તો તેઓના અટકેલા કાર્યો ધીરે ધીરે પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી જોવા મળી રહી છે. અટકેલા કામોમાં જો થોડી મહેનત કરવામાં આવે તો એ કામ પૂરા થાય તેવું લાગી રહ્યું છે પછી એ કામ વ્યવહારૂ હોય કે વ્યવસાયને લગતું હોય વગેરે કામ થવાની સંભાવના રહેલી છે. એમાં યુવાનોની લગ્ન વિષયક વાતમાં કોઈ કારણ સર રૂકાવટ આવતી હોય તો આ વર્ષે ફરી એ વાતને વડીલો થકી ફોલોલપ કરવામાં આવે તો તેવા સંજોગો સંભવીત છે. નોકરી કે ધંધામાં જો કોઈ કારણો સર અટકેલ હોય તો તેમાં પ્રયત્નો કરવામાં આવે તો સફળતા મળી રહે તેમ છે. આ રાશીના લોકોને આકસ્મિક લાભ પણ મળી શકે તેમ છે. જે લોકો વિદેશ જવા માટે પ્રયત્ન કરતા હોય અથવા ઉચ્ચ અભ્યાસ માટે મહેનત કરતા હોય તેમના માટે આવતું વર્ષ સારૂ રહેશે તથા પોતાની મહેનતનું ફળ મળી શકે છે ,આ રાશીના લોકોને આકસ્મિક લાભો મળવાની સંભાવના ઓ રહેલી છે, ગૃહિણીઓ પણ જો ઘણા સમયથી કોઈ વસ્તું લેવાની ઈચ્છા હોય તો એ પણ પુરી થઈ શકે તેમ છે તેમજ મુસાફરી કરતા લોકો માટે આ વર્ષ સારૂ છે જેમ કે ધાર્મિક યાત્રા કે કોઈ ફરવા જવાની યાત્રાઓ સફળ થાય તેવી સંભાવના ઓ રહેલી છે. વ્યવહારૂ જીવન સારૂ રહેશે તથા પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરવામાં ઉપરાત સારા કાર્યો કરે તો પોતાની દુવીધા દુર થવાની સંભાવના છે.
કર્ક
કર્ક રાશિ જેમાં ડ, અને હ, નો સમાવેશ થાય છે. વર્ષ 2022 દરમિયાન આ રાશિના લોકોએ વ્યવહારૂ અભિગમ રાખવો તથા નિર્ણય લેવામાં પ્રેક્ટીકલ રહેવું જરૂરી છે. પોતાની જરૂરીયાત લક્ષી નિર્ણય હોય કે પછી વ્યવસાયને લગતા હોય તેમાં વ્યવહારૂ રાખશે તો તેમના કાર્યોમાં સફળતા મળે તેવી શક્યતાઓ રહેલી છે. તેમજ માર્ગદર્શન લેવામાં ધીરજ તથા વ્યવહારૂ અભિગમ રાખવો જરૂરી છે. આ વર્ષે શક્ય હોય ત્યાં સુંધી ઉતાવળના નિર્ણયોના લેવા જોઈએ. એપ્રિલ માસના અંત થી જુલાઈની શરૂઆતમાં શનીનું ભ્રમણ થવાનું છે તેવામાં અઢી વર્ષની નાની પનોતી આ સમય ગાળા દરિયાન થવાની છે તો તમારી રીતે થોડી તકેદારી રાખશો તો તમારા માટે યોગ્ય રહેશે, વર્ષ 2022 માં કોઈ આકસ્મિક તક મળે જેમ કે નોકરી મળવી ધંધામાં સારી કમાણી થાય વગેરે જેવા લાભો મળી શકે અને યુવાનોને સારા જીવન સાથી મળવાની પણ તક મળી શકે છે જેનાથી અંગત જીવનમાં થોડી ખુશીની ભાવના રહે તેવું કહી શકાય. આ તકો કેવી છે એ તમારા વ્યક્તિ ગત વિચારો પર રહશે અને એ તક મેળવી શકો તેમ કહી શકાય છે કારણ કે થોડીક દુવિધા વાળુ વર્ષ છે અને આ રાશીના લોકો એ દરોજ શીવજીના મંત્રની માળા કરવી તથા રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાચે જેથી કરીને કોઈ પણ રૂકાવટ હશે તે દુર થાશે તેવું કહી શકાય છે.
સિંહ
સિંહ રાશિ જેમાં મ, અને ટ, નો સમાવેશ થાય છે આ રાશિના લોકો માટે વર્ષ 2022માં તમારા કામની કદર થાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ કામની નોંધ લેવાય જો તમારૂ કામ વ્યવહારૂ લક્ષી હોય તો કદર કે પ્રશંસા થાય અને તમને એનો સંતોશ મળે જેમા ગૃહિણીને વ્યવહારની બાબતે સંતોશની ભાવના વધારે જાગે તેવું લાગી રહ્યું છે. જો તમે નોકરી ધંધામાં પણ તમારી પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે તમારી કદર પ્રસંશા થાય તેમના નોંધ લેવાય વગેરા સંભાવના રહેલી છે જો કોઈ લોકોના સબંધો કોઈ પણ મન ભેદના કારણે રોકાયેલા હોય તો સબંધ સુધરવાની તક આ 2022માં મળે તમને ક્યાક સબંધ સુધારવાની તક મળે એ સંજોગો માટો થોડા સજાગ રહેવાનીથી તમારા સબંધોમાં સુધારો આવી શકે છે, વ્યવસાય લક્ષી બાબતે પણ તમને લાભ થાય તેવી શક્યતાઓ રહેલી છે તેમજ નવું કામ કરવાની તક મળે, યુવાનોમાં સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સારી તક મળી શકે છે. તેમજ ઉચ્ચ અભ્યાસમાં સારા તકની પણ આ વર્ષે બની શકે છે. આ વર્ષ દરમિયાન આ રાશિના લોકો માટે સૂર્ય ભગવાનની ભક્તિ કરે તો તેમને ખુશી મળે તદ્દ ઉપરાંત પોતાના ધાર્યા કામ થાય અથવા તમારા આરાદ્યા દેવની ભક્તિ કરવી ઈચ્છનીય છે.
કન્યા
કન્યા રાશિના નામાંકક્ષર છે. પ, ઠ, ણ, આ રાશિના લોકોને 2022માં પોતાનું ધાર્યું થાય તેવું બનવાં જોગ છે. જેમાં પોતાના અંગત નિર્ણયો તથા કોઈ પણ પ્રકારના નિર્ણયોમાં થાય પોતાનો ધાર્યો નિર્ણય લઈ શકે અને તે નિર્ણયમાં પોતાને સફળ થવાની સંભાવના રહેલી છે અને તેનો સંતોષ પણ જોવા મળશે માટે કન્યા રાશિના લોકો માટે આ વખતે ધાર્યું પરિણામ આવી શકે છે આયોજન પ્રમાણે સફળતા મળી શકે છે. આ રાશિના લોકોને વિદેશ જવા માટે પ્રયત્ન કરતા હોય સ્ટૂડન્ટ વિઝા માટે પ્રયત્ન કરતા હોય કોઈ પીઆર માટે તૈયાર કરતા હોય તેવા લોકોને તક મળી જાય તો યોગ્ય માર્ગદર્શન મળે તેવા યોગ દાખાય રહ્યાં છે. તેમજ તમારૂ વર્તન ચાણક્ય વૃતિ વાળું જોવા મળી શકે છે તેમજ તામારા વર્તનથી સારા પરિણામો મેળવી શકો છો તેમજ તમારા વ્યવહાર તેમજ તમારી મહત્વ કાક્ષાં ધરાવતા હોવ તે અંગે જો મહેનત કરવામાં આવે તો સફળતા મળી શકે છે. તેમજ તામારા માટે 2021 કરતાં વર્ષ 2022 તમારા માટે ધાર્યું કામ થાય પસંદગીની ખરીદી થાય સંભવીત બની શકે છે. આ રાશિના લોકો નારાયણ કવચના પાઠ વાંચે ઈચ્છનીય છે તેમજ પીપળાને જળ અર્પણ કરી પ્રદક્ષીણા કરવી એ પણ લાભ દાયક બની શકે છે.
તુલા
તુલા રાશિમાં ર, અને ત, સમાયેલા છે આ રાશિના લોકો માટે વર્ષમાં એપ્રિલ થી જુલાઈ મહિના દરમિયાન શનિ જે રાશિ ભ્રમણ કરે છે તે તેમાથી પનોતી માંથી મુક્તિ મળી શકે છે. ઉત્સાહ વધારે જોવા મળે જેમ કે નોકરી કરતા હોવ તે કોઈ વ્યવસાય કરતા હોવ તો તેમાં ઉત્સાહ જોવા મળે 2021માં જે માનસિક થાક જોયો હોય એ થાક 2022 દુર થાય અને તમારામાં ઉત્સાહીત બનો લાગી રહ્યું છે. જેમાં પોતાના અંગત સબંધમાં મનદુખ થયું હોય અથવા ક્યાંય લાગણી દુભાય હોય તો તેવી બાબતોમાં સુધારો આવે તેવા યોગ છે, જો પ્રયત્ન કરવાથી સબંધમાં સુધારો આવે તેવું દેખાઈ રહ્યું છે. તેમજ તમારા જીવનમાં સારી તકો મળે તેવું લાગી રહ્યું છે તથા તમારા કુળ દેવતાની ભક્તિ કરો શિવજીની ભક્તિ કરો અથવા તમે જે ભક્તિ કરતા હોવ એ કરવાથી તમારી રુકાવટ અને વિટમણા દુર થશે.
વૃશ્ચિક
વૃશ્ચિકના નામાંક છે, ન, અને ય, આ રાશિના લોકો માટે એપ્રિલના અંતથી જુલાઈની શરૂઆતમાં શનિનું રાશિ ભ્રમણ થાય છે તે દરમિયાન નાની પનોતીની અસર છે માટે આ સમય દરમિયાન હનુમાનજીની ભક્તિ કરે તે અનુકુળ રહેશે તેમજ આ રાશિના લોકો માટે પરિવર્તનના યોગ છે. જેમાં તમારા ઈચ્છીત અથવા અઈચ્છીત પણ હોઈ શકે છે. આ માટે તમારે ધીરજ રાખવી જરૂરી છે તેમારે આરોગ્ય બાબતે પણ તમારે ધીરજ રાખવી જરૂરી છે તમારો સ્વભાવ લાગણીશીલ હોવાના કારણે 2022 દરમિયા લાગણીશીલ ના બનવુંએ જરૂરી છે. તમારી લાગણી તમને મુશ્કેલીમાં મુકી શકે છે માટે તમારે વ્યવહારૂ બનવાની જરૂર છે તે ઉપરાંત 2022માં જે નિર્ણયો લેવાના છે તેમાં ધીરજ રાખવી જરૂરી છે જેથી તમારા માટે વધુ સરળ બને તેવું લાગી રહ્યું છે તેમજ નોકરીની ફેરબદલી વગેરે યોગ રહેલા છે અભ્યાસમાં એકાગ્રતા ના રહે વગેરે યોગ છે ,તેમજ તેમે કોઈ જવાબ દારી લીધી છે તો તમારે થોડી ધીરજ રાખવાની જરૂર છે , આ રાશિના લોકોને વ્યવહારૂ અભિગમ તેમજ વિચારસરણીમાં રાખવો તેમજ આ રાશિના લોકોએ પોતાની માનસીક સ્થિતીને જાળવી ને કામમાં ધ્યાન આપે તો વર્ષ દરમિયાન પરિસ્થીતી હળવી બની શકે છે તેમજ આ રાશિના લોકો ગણપતિ તેમજ હનુમાન દાદાની ભક્તિ કરે તો આ વર્ષ તેમના માટે સારૂ રહી શકે છે.
ધન
ધન રાશિમાં ફ, ભ, અને ધ નો છે. આ રાશિના લોકો પોતાની વાણીના કારણે સારો પ્રભાવ પાડી શકે છે. તેમજ જે લોકો જન સંપર્ક સાથેના કામો કરે છે તેવા લોકોને સારા કામો થાય તેવા યોગ બની શકે છે. યુવાનો માટે વાણીના પ્રભાવથી પોતાની સારી પ્રતિભા શકે છે, તમારા કામ કાજમાં ધાર્યા મુજબનું થાય તેવા યોગ તેમજ એપ્રિલ થી જુલાઈ સુધીમાં નવી તક મળે તેમજ શનીની જે પનોતી ચાલી રહી છે તેમાં મક્તિ પણ મળે એવા યોગ છે, શનિ નું ભ્રમણ તમને પનોતી થી મક્તિ મળે તેવું કહી શકાય છે. જો વર્ષ દરમિયન તમે શિવજીની ભક્તિ કરો ગણપતિની ભક્તિ કરો અથવા તમે તમારા ઈષ્ટ દેવની પૂજા અર્ચના કરો તો તમારૂ વર્ષ સારૂ રહે તેવી શક્યતા રહેલી છે.
મકર
મકર રાશિમાં ખ, અને જ, છે આ રાશિના લોકો માટે વર્ષ 2022 શનિની સાળા સાતીના પ્રભાવ હેઠળ છે તેમજ અમને ઉતાર ચઢાવ સંભવ છે તેમજ આક્સમિક તક મળી શકે તેમ છે અને જે લોકોને સાથે મનદુખ થયા તેમજ મત ભેદ થયા હોય સુધરશે તેમજ સબંધો સુધરવાની તકો રહેલી છે અને સ્વાથ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે તેમજ નોકરી ઘંઘા તેમજ સ્થળાતંરના યોગ પણ રહેલા છે તેમજ મુસાફરિના યોગ રહેલા યાત્રા કે જાત્રાની તક રહેલી તેમજ યુવાનો માટે પણ સારી તકો રહેલી છે. આ રાશિના લોકો પંચમુખી હનુમાનનુ ધ્યાન ધરી હનુમાન ચાલીસાના પાઠ તેમના માટે યોગ્ય કહી શકાય.
કુંભ
કુંભ રાશિમાં ગ, ષ, સ, છે કુંભ રાશિના લોકો એ શનિની સાળાસાતીની પનોતીની અસર હેઠળ છે. તેમજ જો શક્ય હોય તો નિતી નિયમનો આચાર વિચર રાખે તો તે ઉત્તમ કહી શકાય. આ રાશિના લોકોએ ખટપટ્ટ વાળા વાતાવરણથી દુર રહેવું તેમજ તે આવા વાતવરણથી બચે તે તેમના માટે જરૂરી છે. જેથી તેમના સબંધો જળવાય રહે અને સબંધોમાં મનદુખની ભાવના ઉદભવે નહી. તેમજ સ્વાથ્ય અંગે જો તકેદારા રાખેશે તો તેના પણ લાભો થશે માટે આરોગ્યલક્ષી બાબતોમાં સુધારો આવે તેવું કહી શકાય છે. એપ્રિલ થી જુલાઈ માસમાં શનિ કુંભ રાશિમાં આવે છે તેથી માનસિક દુવિધાઓ વધુ વિચાર આવવા જેવી બાબતો બની શકે છે. તેમજ જો તમે નિતી મત્તા અને આચરણમાં વિચારો સારા રાખશો તો તમે આમાથી સરળતાથી પસાર કરા શકો તેવું કહી શકાય, તમારા આચરણ અને નિતી નિયમના આધારે તમને ફળ મળતા હોય છે.આવા સમયમાં જો વધુ વિચારો આવે તો યાગ્ય વ્યક્તિની સલાહ લેવી તથા મુસાફરી દરમિયાન તકે દારી રાખવી વાહન ચલાવવામાં તકેદારી રાખવી તેમજ ખર્ચ કરવમાં તકેદારી રાખવી આકસ્મિક ખર્ચ બને અથવા ખર્ચ પર નિયંત્રણ હોવું એ તમારા માટે વધું જરૂરી બને છે. એકંદરે આ વર્ષ તમારા માટે સારૂ રહશે તેમજ શિવજીની ભક્તિ કરો તેમજ તમારી યથા શક્તિ મુજબ તમે ગાય કે કુતરાંને રોટલી કે અંન્ન આપો એ તમારા માટે યોગ્ય સાબિત થશે.
મીન
મીન રાશિમાં દ, ચ, ઝ, થ, મીન રાશિના લોકો માટે આપણે એટલું કહી શકાય કે એપ્રિલ માસથી જુલાઈ માસ દરમિયાન શનિ જે કુંભ રાશિમાં ભ્રમણ કરશે તે સમયમાં તેમને પનોતીની અસર રહે તેમ કહી શકાય છે. આ રાશિના લોકોને કોઈ પણ પ્રકારની દ્રીધા વિચારોને કારણે કામના કારણે પરંતું કામ કાજ થાય તેવા યોગ બની શકે છે . કોઈ પણ પરિવર્તન આવે નોકરીમાં રહેવાની જગ્યામાં કે વિચારોમાં પરિવર્તન આવે તેવું બની શકે છે તેમજ ભવિષ્યમાં કરેલી ભૂલ સુધારવામાં સારૂ પરિણામ મળે તેમ કહી શકાય છે. યુવાનો સારી રીતે અભ્યાસ કરશે તો તેમને સારા પરિણામ આવી શકે તેમ છે તેમજ નવા કાર્યોના આયોજન તેમજ માટે સારી તક મળે તેમ છે તેમજ અવિવાહીત માટે સારા જીવન સાથી મળવાની તક મળે તેમ છે આ વર્ષ દરમિયાન યોગ્ય સલાહ સૂચન અને માર્ગદર્શન હેઠળ કાર્યો કરો તો સફળ થવાની શક્યતા રહેલી છે. જો લોકો નવી વસ્તુ ખરીદી કરવા ઈચ્છતા હોય અથવા વસ્તુની અપેક્ષા હોય તે પૂરી થવા માટેના યોગ રહેલા છે. મીન રાશિના લોકો માટે પોતાની કોઠા સુઝથી કામ કરે તો એકંદરે વર્ષ 2022 તેમના માટે સારૂ નીવડે તેવું લાગી રહ્યું છે. વર્ષ દરમિયા ગુરૂ દત્તાત્રેયની ભક્તિ કરે ગાયને રોટલી આપે તેમને અનુકુળતૂ વધે તેમ કહી શકાય.