ETV Bharat / bharat

Horoscope for the Day 9 July : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - વૃશ્ચિક રાશિફળ

Horoscope for the Day 9 July : તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope for the Day 9 July : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ

author img

By

Published : Jul 9, 2021, 8:16 AM IST

મેષ (ARIES):

આજે આપ નવું કામ શરૂ કરવાની પ્રેરણા જાગશે, પણ આપના વિચારો સ્પષ્ટ ન હોવાથી મુંઝવણ વધે તેવી શક્યતા છે. આપના વ્યવસાયમાં સ્પર્ધાનો અનુભવ થશે, ટૂંકો પ્રવાસ થાય તેવી પણ શક્યતા છે. સહોદરો સાથે સંબંધ સારા રહેશે, તેમનાથી લાભ થશે. સ્ત્રીઓએ બોલવા પર સંયમ રાખવો પડશે

વૃષભ (TAURUS):

આપનું મન મુંઝવણમાં હોવાને કારણે કોઇ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકશે નહીં. આવી સ્થિતિમાં આપ હાથમાં આવેલી તક ગુમાવો નહીં તે માટે જરૂર જણાય ત્યાં બીજાની સલાહ લઈને આગળ વધવું. આપની જીદના કારણે કોઇની સાથે વિવાદ થઇ શકે છે માટે હઠાગ્રહ છોડવો. કલાકારો, લેખકો અને સાહિત્યકારો પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી શકશે. આપની વાણીને કારણે આપના કામમાં પ્રગતિ થશે અને બીજા લોકો તેનાથી પ્રભાવિત થશે. નવુ કાર્ય શરૂ કરવા માટે દિવસ સારો છે.

મિથુન (GEMINI):

આજે આપને લાભ થવાની અપેક્ષા છે. દિવસ શરૂ થતા જ આપને સ્ફૂર્તિ અને તાજગી અનુભવાશે. આપ મિત્રો અને સગા વ્હાલાઓ સાથે સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આજે નાણાંકીય લાભની સાથે આપને ભેટ સૌગાદ પણ મળી શકે છે. લગ્ન જીવનમાં સુમેળ જળવાઇ રહેશે.

કર્ક (CANCER) :

આપના કુટુંબમાં લોકો સાથે મતભેદ ટાળવા માટે બાંધછોડની નીતિ રાખી શકો છો તેમજ કામકાજમાં સહકાર અને વર્તનમાં આત્મીયતા વધારશો તો વધુ ફાયદો થશે. મુંઝવણને કારણે મહત્વના નિર્ણયો હમણાં ના લઈ શકો તો બીજાનું માર્ગદર્શન લેવું. કોઇની સાથે સંઘર્ષ કે વિવાદ ટાળવાની સલાહ છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન નહી રહો તો સ્વાસ્થ્ય કથળશે. કાનૂની બાબતોમાં સાવચેત બનીને આગળ વધવું પડશે. આપની પ્રતિષ્ઠાને કલંક લાગે અથવા આર્થિક હાનિ થાય તેવા કોઈપણ કાર્યથી અત્યારે દૂર રહેવામાં તમારી ભલાઈ છે.

સિંહ (LEO):

આજે આપને વિવિધ લાભ મળી શકે છે. આપની દ્વિધાપૂર્ણ માનસિકતાને કારણે આપ કોઇ લાભથી વંચિત રહી જાવ તેવી શક્યતા છે. આપને મિત્રો, સ્ત્રીઓ અને વડીલોથી ઘણો લાભ થશે. નોકરી કે વ્યવસાયમાં પદોન્નતિ તેમજ આવકમાં વૃદ્ધિ થઇ શકે છે. આપ આપના જીવનસાથી સાથે નિકટતા અનુભવી શકશો. પરિવારજનોથી પણ લાભ થાય.

કન્યા (VIRGO):

નવા કાર્યો કરવાની મનમાં ઘડેલી યોજના આજે પાર પડશે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ બંને માટે આજે લાભકારી દિવસ છે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિથી પદોન્‍નતિ માટેની શક્યતાઓ ઉભી થાય. પિતા તરફથી લાભ થાય તંદુરસ્‍તી જળવાય. પરિવારમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહે. ધંધાર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા જળવાશે.

તુલા (LIBRA):

સાહિત્યમાં રસ ધરાવનારા તેમજ બુદ્ધિશાળી લોકોને મળીને જ્ઞાનની વાતોમાં સમય પસાર કરી શકશો. નવા કામની શરૂઆત કરી શકશો. આપ લાંબી મુસાફરી કે કોઇ યાત્રાધામના દર્શનાર્થે જાવ તેવી શક્યતા છે. વિદેશગમન થાય કે ત્યાં રહેતા સ્વજનોના સમાચાર મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય કથળે. સંતોનોના પ્રશ્નો સતાવે.

વૃશ્ચિક (SCORPIO):

આજે આપે સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે અને મહત્વના કાર્ય આજે હાથ પર ન લો તો સારું. ઉગ્ર સ્વભાવ અને ખરાબ વર્તનને કારણે આપ તકલીફમાં મુકાઇ જાવ તેવી શક્યતા છે. આપને સમયસર ભોજન મળી શકશે નહીં. આપે ખોટી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઇએ. અકસ્માત થવાની પણ શક્યતા છે. ભગવાનનું નામ લેવાથી આપનો અજંપો ઓછો થશે.

ધન (SAGITTARIUS):

આજે આપ સ્વાદિષ્ટ ભોજન, સારા પોશાક, પ્રવાસ અને પાર્ટીની મજા માણી શકશો. ભરપૂર મનોરંજનો આનંદ ઉઠાવશો. વિજાતીય પાત્રોથી આકર્ષણ અનુભવાશે. પ્રિયપાત્રને મળીને રોમાંચ અનુભવશો. લગ્નજીવન ઘણું સુખી રહેશે. આપ સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવી શકશો. તર્ક અને બુદ્ધિપૂર્વકના વિચારોની આપ-લે થઇ શકશે. ધંધામાં ભાગીદારોથી લાભ મેળવી શકશો.

મકર (CAPRICORN):

વેપાર ધંધામાં વૃદ્ધિ અને આર્થિક યોજનાઓ બનાવવા માટે આજે દિવસ સારો છે. નાણાંની આપ-લે સારી રીતે કરી શકશો. જે લોકો આયાત-નિકાસનું કામ કરતા હશે તે લાભ મેળવી શકશે. પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાશે. નાણાંકીય લાભ મેળવી શકશો. કાયદાકીય બાબતોથી બચીને રહેવું. સ્વાસ્થ્ય સારું રહેશે. વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં.

કુંભ (AQUARIUS):

આજનો દિવસ તમને અસમંજસમાં રાખી શકે છે. વિચારો ઝડપથી બદલાવાને કારણે આપ દ્વિધામાં અટવાશો અને કોઇ નિર્ણય પર આવી નહીં શકો. સંતાનો સાથે શક્ય હોય ત્યાં સુધી વધુ સમય વિતાવજો. આપને પેટની તકલીફો રહેતી હોયતો અત્યારે ભોજનમાં ધ્યાન ના આપવાથી સમસ્યા વધે તેવી શક્યતા છે. જો કામમાં નિષ્ફળ થાવ તો હતાશ થયા વગર બમણા ઉત્સાહ સાથે આગળ વધો, જીત તમારી નજીકમાં જ છે. અણધાર્યા ધનખર્ચ માટે તૈયાર રહેવું. સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ માટે આજનો દિવસ સારો છે.

મીન ( PISCES):

મીન આપના શરીર અને મનમાં બેચેની અનુભવાય.પરિવારજનો સાથે મતભેદ કે વિવાદ ટાળવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી અને તેમની શક્ય હોય એટલી વધુ સેવા કરવી. કેટલીક એવી ઘટનાઓ બને જેના કારણે આપનો ઉત્સાહ ઓછો થઈ શકે છે માટે અગાઉ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ છે. આપને ઊંઘનું પ્રમાણ ઓછુ રહે. પાણી અને સ્ત્રીઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.મકાન-મિલકત કે વાહનોને લગતી બાબતોની ચિંતા રહ્યા કરે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.