અમદાવાદ: 9 જાન્યુઆરી 2023ના (9 JANUARY 2023 HOROSCOPE) રોજ જન્માક્ષરમાં (Today HOROSCOPE) આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે, (Today Rashi Bhavishya) કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ (daily rashifal) ચંદ્ર પર આધારિત છે.
મેષ: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ચતુર્થ ભાવમાં ભ્રમણ કરશે. લાગણીનો અતિરેક આપના મનને આળું બનાવે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમે એવા વર્તનથી પણ દૂર રહેજો જેમાં અજાણતા બીજાની લાગણી દુભાય. આજે તમે સંબંધોનું જેટલું વધારે સિંચન કરશો એટલો તમને ભવિષ્યમાં ફાયદો થશે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. જમવાની અને ઊંઘવાની ક્રિયામાં નિયમિતતા જળવાશે નહીં. સ્ત્રીઓ અને જળાશય આપના માટે જોખમકારક સાબિત થઈ શકે છે.આ સમય વિદ્યાર્થીઓ માટે મિશ્ર ફળદાયી છે. માનસિક શાંતિ મેળવવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓમાં મન પરોવો. મિલ્કત અંગે વધુ ચિંતા કરશો નહીં.
વૃષભ: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર તૃતીય ભાવમાં ભ્રમણ કરશે. આપની ચિંતાઓ ઓછી થશે અને તેના કારણે સ્ફૂર્તિ તેમજ ઉત્સાહ ઓછો જણાશે. આપ વધુ લાગણીશીલ અને કલ્પનાશીલ બનશો. આપની કલા અને સર્જનશક્તિને બહાર લાવવા માટે સમય ઘણો અનુકૂળ છે. આપના કુટુંબીજનો પર આપનું ધ્યાન વધારે રહેશે. મિત્રો સાથે હરવા-ફરવાનું આયોજન કરી શકશો. આપના નાણાકીય આયોજનો પાર પડશે. આપ સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપનું નસીબ પણ આપને સાથ આપશે.
મિથુન: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વિતિય ભાવમાં ભ્રમણ કરશે. આજે આપને કામમાં સફળતા ચોક્કસ મળશે પણ તે મળતા થોડી વાર લાગશે. પણ આપ આપના પ્રયત્નો ચાલુ રાખશો તો ચોક્કસ તેમાં સફળતા મેળવી શકશો. આર્થિક આયોજનોમાં થોડા વિઘ્નો આવશે અને ત્યારબાદ આપ પ્રગતિ સાધી શકશો. ઓફિસમાં સહકાર્યકરોનો સંપૂર્ણ સહકાર મળશે. પરિવારમાં આનંદનું વાતાવરણ જળવાઇ રહેશે.
કર્ક: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પ્રથમ ભાવમાં ભ્રમણ કરશે. આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપનો આજનો દિવસ મિત્રો અને સ્નેહીઓ સાથે મોજમસ્તીમાં પસાર થશે. આપ વધારે પડતા લાગણીશીલ બની જશો. આપનું લગ્નજીવન સારું રહેશે અને જીવનસાથી સાથેનું જોડાણ વધારે ગાઢ બનશે. આપને પ્રવાસ પર જવાનું થઇ શકે અને નાણાંકીય લાભ થવાના પણ યોગ છે.
સિંહ: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દ્વાદશ ભાવમાં ભ્રમણ કરશે. આપનું સ્વાસ્થ્ય આજના દિવસમાં થોડું સંભાળવાની જરૂર છે. ખાસ કરીને બિનજરૂરી વિચારો અને નાહકની ચિંતાના કારણે બગડે તેવી શક્યતા છે. સ્વભાવની ઉગ્રતા અને ચર્ચાઓ ટાળવા જેથી કોઈની સાથે સંઘર્ષની નોબત ના આવે. કાયદાકીય બાબતોમાં સાવધાન રહેવું પડશે. વધુ પડતા લાગણીશીલ બનીને આપ કોઇ ઉતાવળું પગલું ન ભરી બેસો તેનું ધ્યાન રાખવું પડશે. આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે.
કન્યા: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર એકાદશ ભાવમાં ભ્રમણ કરશે. આપની શારીરિક અને માનસિક સ્વસ્થતા સાથે આજે આપને ઘણાં લાભ મળશે. વેપાર અને નોકરી કરતા લોકોને નાણાંકીય લાભ થઇ શકે. ઉચ્ચ અધિકારીઓ આપનાથી ખુશ રહેશે તેથી આપની પદોન્નતિ પણ થઇ શકે છે. લગ્ન કરવા માંગતા હોય તેમના માટે સમય અનુકૂળ બનશે. સ્ત્રી મિત્રોથી ફાયદો થવાની શક્યતા છે. કોઇ રમણીય સ્થળે ફરવા જવાનુ થઇ શકે. આપ દાંપત્યજીવનનો સંપૂર્ણ આનંદ માણી શકશો.
તુલા: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર દશમ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપનું દરેક કામ સરળતાથી પૂરૂં થશે. આપના માન-પાન વધશે. ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળતા આપના આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારીઓ તેમના નફામાં વૃદ્ધિ કરી શકશે. આપનું લગ્ન જીવન આનંદથી ભરપૂર રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આપને સારું દાંપત્ય સુખ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર નવમ ભાવમાં ભ્રમણ કરશે. આપને શરીરમાં થાક અને સુસ્તી અનુભવાશે જેના કારણે આપના કામ કરવાના ઉત્સાહમાં ઘટાડો થશે. વધુ પડતું કામનું ભારણ ના લેવાની સલાહ છે. જેનાથી આપને શારીરિક રીતે આરામ મળવા ઉપરાંત માનસિક શાંતિનો અહેસાસ પણ થશે. આપના કામમાં ઉપરી અધિકારીઓનો સહકાર ઓછો મળતો હોય તેવું લાગી શકે છે. વિરોધીઓને આ સમયમાં કોઈ કાવાદાવા કરવાની તક ના આપતા. આપના વ્યવસાયમાં સ્પર્ધાનો સામનો કરવો પડશે. આપે અગત્યના નિર્ણયો હમણાં ન લેવા.
ધન: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર અષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. અમુક ખરાબ પ્રસંગો, બિમારી કે ઉગ્ર સ્વભાવને કારણે આપ માનસિક અસ્વસ્થતા અનુભવો, તેથી આપને સલાહ છે કે આપે ગુસ્સાને નિયંત્રણમાં રાખવો પડશે. નવા સંબંધોની શરૂઆત કરવામાં ખોટી ઉતાવળ ટાળજો. આજના દિવસમાં સમયસર ભોજન લેવાનો આગ્રહ રાખવો. ખર્ચ વધી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. આપને કોઇની સાથે સંઘર્ષ કે ઝગડો ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
મકર: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર સપ્તમ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપ રોજબરોજના કામ પડતા મૂકીને મનોરંજન તથા લોકોને મળવામાં સમય પસાર કરશો. આપ ભાવતાં ભોજન, પ્રવાસ તેમ જ વિજાતીય મિત્રો સાથે ખુશીમાં સમય પસાર કરી શકશો. આપને આર્થિક ફાયદો થઇ શકે છે. વેપારમાં પણ પ્રગતિ કરી શકશો, ભાગીદારોથી પણ ફાયદો થશે. આવકના વિવિધ સ્રોતો થકી નાણાંકીય પ્રવાહ આપના તરફ વહેતો રહેશે. સમાજમાં આપની નામના વધશે. કામમાં સફળતા મળશે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
કુંભ: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર ષષ્ટમ ભાવમાં ભ્રમણ કરશે. આજે આપ પોતાના કામમાં સફળતા મેળવશો અને લોકો આપના કામની કદર કરશે તેમ જણાઈ રહ્યું છે. પરિવારજનો સાથે આપનો સંબંધ વધુ ગાઢ બનશે. આપને શરીર અને મનથી તાજગીનો અનુભવ થશે. ઓફિસમાં સાથે કામ કરતા લોકો આપને સહકાર આપશે. આપના પરિવારમાં ખુશીનું વાતાવરણ જળવાયેલુ રહેશે.
મીન: ચંદ્ર આજે કર્ક રાશિમાં રહેશે. આપના માટે ચંદ્ર પંચમ ભાવમાં ભ્રમણ કરશે. આપની સર્જનશક્તિમાં વધારો થવાને કારણે આપ કલા અને સાહિત્યમાં રસ લેશો. આપ વધુ લાગણીશીલ બનશો અને સ્નેહીજનો સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે. આપનો મિજાજ વધુ રંગીન બનશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. વિદ્યાભ્યાસમાં સારું પરિણામ જોઇ શકશો. આપને મન અને વાણીને કાબુમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.