અમદાવાદ : 28 માર્ચ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આ આપને વિચારોમાં સ્થિરતા અને સ્પષ્ટતા રાખવાની સલાહ છે. નોકરી વ્યવસાયના ક્ષેત્રે સ્પર્ધાયુક્ત વાતાવરણ રહેશે. તેમાંથી બહાર આવવાના આપના પ્રયત્નો કામયાબ નીવડશે. નવું કાર્ય કરવા પ્રેરિત થશો. નાના સરખા પ્રવાસની શક્યતા છે. બૌદ્ધિક તેમજ લેખન કાર્ય માટે સારો દિવસ છે. મહત્વના નિર્ણયો ન લેવાની અથવા અન્યો સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે.
વૃષભઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આ જો આપને મનમાં થોડી પણ દ્વિધા વર્તાય તો નિર્ણયો લેવાનું ટાળજો. મોટાભાગે તમે સ્થિર સ્થિતિમાં જ રહેશો પરંતુ ક્યાંક હાથમાં આવેલી તક ગુમાવવાનો વિચાર આવશે જે આપને વિચલિત કરવાનો પ્રયાસ કરશે. જક્કીવલણના કારણે કોઈની સાથે સંઘર્ષ ના થઈ જાય તેનું ધ્યાન રાખવું. લેખકો, કસબીઓ, કલાકારોને પોતાનો હુન્નર દાખવવાની તક સાંપડશે. આપની વાકપટુતા આપનું કામ પાર પાડશે અને અન્યને મોહિત કરશે. નવા કાર્યની શરૂઆત માટે હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડશે.
મિથુનઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજનો દિવસ લાભદાયક નીવડવાની આશા રાખી શકો. સવારથી તાજગી અને પ્રફુલ્િલતતાનો અનુભવ થશે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મળીને ઉત્તમ ભોજનનો આનંદ માણશો. આર્થિક લાભ મળવાની સાથે સાથે ક્યાંકથી ગિફટની પ્રાપ્તિ થતાં આપ વધારે આનંદ પામશો. બધા સાથે મળીને આનંદદાયક પ્રવાસનું આયોજન પણ શક્ય બને. દાંપત્યજીવનમાં સંવાદિતા જળવાશે.
કર્કઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. શરીરમાં સ્ફુર્તિ અને મનમાં સ્થિરતા જેટલી વધુ હશે એટલા તમે વધુ સારી રીતે કામ કરી શકશો માટે આજે કામની સાથે આરામ અને મનોરંજન બંનેને મહત્વ આપવાની સલાહ છે. કેટલીક બાબતોમાં તમારી વિચાર ક્ષમતાની કસોટી થશે પરંતુ છેવટે આવી સ્થિતિનો તમને આનંદ પણ આવશે. વધુમાં પરિવારજનોને કદાચ ઓછો સમય આપો તો પણ તેમની સાથે અન્ય કોઈ પ્રકારે સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરવો. માતાની સેવા કરજો અને તેમને ખુશ રાખવાનો વધુ પ્રયાસ કરજો. ધનખર્ચ વધશે. ગેરસમજ કે વાદવિવાદથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
સિંહઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. વર્તમાન દિવસે આપને વિવિધ લાભ મળવાની શક્યતા છે, આવા વખતે મનનું ઢચુપચુ વલણ આપને લાભથી વંચિત ન કરી દે તેનો ખ્યાલ રાખવો પડશે. મિત્રવર્તુળથી તેમજ સ્ત્રીવર્ગ અને વડીલવર્ગથી લાભ થાય. નોકરી વ્યવસાયમાં બઢતી અને આવકવૃદ્ધિના યોગ છે. દાંપત્યજીવનમાં જીવન સાથે વધુ નીકટતા અનુભવશો. પુત્ર, પત્નીથી લાભ થાય.
કન્યાઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. નવું કાર્ય શરૂ કરવા માટે ઘડેલી યોજનાઓ આજે અમલમાં મૂકવાનો શ્રેષ્ઠ સમય છે. વેપારીઓને વેપારમાં લાભ થાય. ઉઘરાણીના પૈસા વસૂલી શકાશે. નોકરિયાતોની પદોન્નતિની શક્યતાઓ ઉભી થાય છે. પિતા તરફથી લાભ થાય. પરિવારમાં આનંદઉલ્લાસનું વાતાવરણ રહે. ગૃહસ્થજીવનમાં સુમેળ રહેશે. સરકારી કામકાજો પાર પડશે અને સ્વસ્થતાથી આજનો દિવસ પસાર કરશો.
તુલાઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. લાંબા અંતરની મુસાફરી કે ધાર્મિક સ્થળની મુલાકાત થાય. વિદેશ યાત્રા માટે અનુકૂળ સંજોગો ઉભા થાય. એમ છતાં આપને સંતાન અને સ્વાસ્થ્ય અંગેની ચિંતા રહેશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓ તથા સહકર્મચારીઓનો સાથ સહકાર આજે અપેક્ષા કરતા ઓછો મળે. વિરોધીઓ કે પ્રતિસ્પર્ધીઓ સાથે ચર્ચામાં ઉંડા ન ઉતરવાની સલાહ આપવામાં આવે છે. ધનખર્ચ થાય.
વૃશ્ચિકઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજનો દિવસ કોઇ વિશેષ પ્રવૃત્તિ વગર શાંતિથી પસાર કરવો પડશે. નવા કાર્યની શરૂઆત આવતીકાલ પર છોડજો. ખોટા કાર્યો અને બિનજરૂરી ગુસ્સાથી દૂર રહેવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી પુરતા પ્રમાણમાં અને સમયસર ભોજન અને ઉંધ લેજો. નવા સંબંધો વિકસાવવી શકો છો પરંતુ દરેક બાબતોનો વિચાર કરીને આગળ વધવાની સલાહ આપવામાં આવે છે. અકસ્માતથી સંભાળવું. ઇષ્ટદેવનું નામસ્મરણ રાહત આપશે.
ધનઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. બૌદ્ધિક, તાર્કિક વિચાર વિનિમય અને લેખનકાર્ય માટે શુભ દિવસ છે. મનોરંજન, પ્રવાસ, મિત્રો સાથે મિલન મુલાકાત, સુંદર ભોજન અને વસ્ત્ર પરિધાન, વિજાતીય પાત્રો સાથેની નિકટતા આજના દિવસને આનંદિત અને રોમાંચિત બનાવશે. ભાગીદારીમાં લાભ થાય. જીવન સાથી સાથેના સંબંધોમાં વધારે ધનિષ્ઠતા રહે. જાહેર માન- સન્માનમાં વધારો થાય.
મકરઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપનું સ્વાસ્થ્ય સારું રહે. યશકિર્તી અને આનંદની પ્રાપ્તિ થાય. પરિવારજનો સાથે આનંદપુર્વક સમય પસાર થાય. આરોગ્ય સુખાકારી સારી રહે. વેપાર ધંધાની વિકાસ વૃદ્ધિ માટે આપનો દિવસ શુભફળદાયક નીવડશે. ધનલાભના યોગ છે. સહકાર્યકરોનો સાથ સહકાર મળશે. હરીફોને પરાજિત કરી શકશો. જોકે, કાનૂની બાબતોમાં આજે ન પડવાની સલાહ આપવામાં આવે છે.
કુંભઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. વૈચારિક સ્થિરતા અગાઉની તુલનાએ ઓછી હોવાથી શક્ય હોય ત્યાં સુધી મહત્વના નિર્ણયો ના લેવા. યાત્રા- પ્રવાસમાં આયોજનમાં ફેરફારની શક્યતા વધુ છે. ધારેલા કાર્યો પાર પાડવા માટે વધુ પરિશ્રમની તૈયારી રાખવી. જેઓ પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાઈ રહ્યા છે તેમણે અત્યારે સારવારમાં વધુ ધ્યાન આપવું પડશે.
મીનઃ ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજના દિવસે તાજગી સ્ફૂર્તિનું પ્રમાણ ઓછુ રહેવાની શક્યતા છે માટે કામ અને આરામ બંને વચ્ચે સંતુલન રાખવું. માતાના સ્વાસ્થ્યની આજે વધુ કાળજી લેવાની સલાહ છે. કુટુંબીજનો સાથે મહત્તમ સમય વિતાવજો અને દરેક સાથે સહકારની ભાવના રાખજો. આપનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે તમે યોગ અને મેડિટેશન કરી શકો છો. મકાન, વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. સ્ત્રી તથા પાણીથી સાવચેત રહેવું.