ETV Bharat / bharat

Aajnu Rashifal: આજે આ રાશિ આપ લાગણીના પ્રવાહમાં ગળાડૂબ રહેશો, Etv Bharat પર વાંચો આજનું રાશિફળ - 27 APRIL 2023 RASHI BHAVISHYA

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatAajnu Rashifal
Etv BharatAajnu Rashifal
author img

By

Published : Apr 27, 2023, 6:42 AM IST

અમદાવાદ: 27 એપ્રિલ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે આપ વધુ પડતા લાગણીશીલ રહેશો જેથી કોઇના બોલવાથી આપની લાગણીને ઠેસ પહોંચશે. માતાના આરોગ્યની વિશેષ કાળજી લેવી પડશે. સ્‍થાવર મિલકતની બાબતમાં કોઇ નિર્ણય લેવો યોગ્‍ય નથી. માનસિક વ્‍યગ્રતા અને શારીરિક અસ્‍વસ્‍થતા ટાળવા માટે મેડિટેશનનો સહારો લઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે સમય મધ્‍યમ કહી શકાય. આપનું સ્‍વમાન જળવાઈ રહે તે માટે સૌની સાથે આદરપૂર્ણ વર્તન કરવું. ઓફિસ કે વ્‍યવસાયમાં વિજાતીય વર્ગથી ચેતવાની સલાહ આપવામાં આવે છે.

વૃષભ: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપ તન અને મનની સ્‍વસ્‍થ અને પ્રફુલ્લિત રહેશો. પરિવારજનો સાથે ઘરના પ્રશ્નો અંગે ચર્ચા કરો. મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરશો. આર્થિક બાબતો પર વધારે ધ્‍યાન આપશો. આપને દરેક કાર્યમાં સફળતા મળે. ભાગ્‍યવૃદ્ધિના યોગ છે. ભાઇભાંડુઓનો સારો સહકાર મળે. પ્રિયપાત્રનો સંગાથ અને જાહેર માનસન્‍માન મળે. વેપારમાં વૃદ્ધિ થાય તેમજ પ્રતિસ્‍પર્ધીઓને મહાત કરી શકશો.

મિથુન: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. થોડા વિલંબ કે અવરોધ બાદ નિર્ધારિત રીતે કાર્ય પાર પાડી શકશો માટે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ છે. આર્થિક આયોજન સફળતાપૂર્વક હાથ ધરી શકશો. મિષ્‍ટાન્‍ન ભોજન પ્રાપ્‍ત થાય. વિદ્યાર્થીઓને અભ્‍યાસ માટે મધ્‍યમ દિવસ છે. સ્‍નેહીજનો અને મિત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. ધંધામાં સાનુકૂળ વાતવારણ રહે. આવકમાં વૃદ્ધિ થાય.

કર્ક: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપ લાગણીના પ્રવાહમાં ગળાડૂબ રહેશો અને કુટુંબીજનો, મિત્રો તથા સગાંસ્‍નેહીઓ તેમાં સહભાગી બનશે. ભેટ સોગાદની પ્રાપ્તિ થાય. સ્‍વાદિષ્‍ટ ભોજન લેવાનું અને બહાર ફરવા જવાનું આયોજન થાય. માંગલિક પ્રસંગોમાં હાજરી આપવાનું બને. આનંદદાયક પ્રવાસ થાય. ધન લાભ થાય. દાંપત્‍યજીવનમાં ધનિષ્‍ઠતા અનુભવશો.

સિંહ: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આજે વધુ પડતી ચિંતા અને લાગણીના કારણે આપ શારીરિક અને માનસિક રીતે થોડી વ્‍યગ્રતા. જો ખાનપાન અને પૂરતી નિદ્રામાં ધ્યાન આપશો તો શારીરિક અસ્‍વસ્‍થતાથી બચી શકશો. ખોટી દલીલબાજી અને વાદવિવાદથી દૂર રહેવાની સલાહ છે. કોર્ટ કચેરીના મામલામાં સાવધાની રાખવામાં આપની ભલાઈ છે. વાણી અને વર્તનમાં સંયમ રાખવો જરૂરી છે. આવક કરતાં ખર્ચ વધે. કોઈની સાથે ગેરસમજ ઉભી ન થાય તેનું ધ્‍યાન રાખવું.

કન્યા: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી દશમ ભાવમાં છે. આજે બહુવિધ લાભનો દિવસ પૂરવાર થશે તેવું લાગી રહ્યું છે. વેપાર ધંધામાં વિકાસ સાથે આવક વધે. નોકરિયાતોને નોકરીમાં લાભની તકો મળે. લગ્‍નજીવનમાં સુખ સંતોષની અનુભૂતિ થશે. પત્‍ની, પુત્ર અને વડીલવર્ગ તરફથી લાભ થાય. મિત્રો સાથે રમણીય સ્‍થળે પર્યટન થાય. સ્‍ત્રી મિત્રો વિશેષ લાભકારી નીવડશે. સંતાનોના શુભ સમાચાર મળે.

તુલા: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી નવમ ભાવમાં છે. પરિવારમાં આનંદ અને ઉત્‍સાહનું વાતાવરણ રહે. ઓફિસ અને નોકરીમાં આવકવૃદ્ધિ અને બઢતી માટેના સંજોગો સર્જાય. માતા તરફથી લાભ થાય. ગૃહ સજાવટનું કાર્ય હાથ ધરશો. ઓફિસમાં ઉપરી અધ‍િકારીઓ દ્વારા કામની સરાહના થાય અને તેઓ આપના પ્રેરણાસ્‍ત્રોત બને. સહકર્મચારીઓનો સાથસહકાર મળે. શરીર સ્‍વાસ્‍થ્‍ય જાળવી શકશો.

વૃશ્ચિક: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે દરેક બાબતની નકારાત્‍મક બાજુઓનો અનુભવ આપને થશે. થાક અને આળસનું પ્રમાણ થોડું વધી જશે જેના કારણે સ્‍ફૂર્તિનો અભાવ વર્તાશે અને કામમાં મન ઓછુ ચોંટે. આવી સ્થિતિમાં તમે જેટલો વ્યવહારુ અભિગમ રાખશો એટલો તમને ફાયદો છે. નોકરી-વ્‍યવસાયમાં અવરોધ ટાળવા માટે અગાઉથી વ્યૂહરચના તૈયાર કરીને ચાલવાની સલાહ છે. ઉપરી અધિકારીઓ સાથે વાદવિવાદમાં ઉતરવાનું ટાળશો અને તેમને કોઈપણ નિર્ણય લેવામાં મદદ કરશો તો ફાયદામાં રહેશો. વિદેશગમન માટેની તકો સર્જાય અથવા વિદેશ વસતા આપ્‍તજનના સમાચાર મળે. સંતાનો અંગે ચિંતા થાય.

ધન: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપે વાણી અને ગુસ્‍સાને સાચવી લેવા પડશે જેથી આગામી સમયમાં સંબંધોમાં થનારા તણાવથી તમે આસાનીથી બચી શકો. કફ, શરદીના કારણે આપનું સ્‍વાસ્‍થ્‍ય બગડવાની સંભાવના હોવાથી ઋતુગત સમસ્યાની તકલીફ થઈ જતી હોય તેવા જાતકોએ વિશેષ ધ્યાન રાખવું. માનસિક વ્‍યગ્રતા ટાળવા માટે ધાર્મિક અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો. ધન ખર્ચ વધશે. નિષેધાત્‍મક કાર્યો તેમજ અનૈતિક કામ ગેરમાર્ગે ન દોરે તેનું ધ્‍યાન રાખવું. સરકાર અને કાયદાકીય સમસ્યાઓથી અંતર રાખવું.

મકર: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. વિચાર વર્તનમાં ભાવુક્તા વિશેષ પ્રમાણમાં રહે. એમ છતાં આપ પરિવારજનો અને મિત્રો સાથે ખુશખુશાલ દિવસ પસાર કરશો. તનમનમાં સ્‍ફૂર્તિ અને પ્રફુલ્લિતતા રહેશે. વ્‍યવસાયમાં વૃદ્ધિ થાય. દલાલી, વ્‍યાજ, કમિશન દ્વારા આપની આવકમાં વધારો થાય. ભાગીદારીમાં લાભ થાય. જાહેર જીવનમાં આપની માન પ્રતિષ્‍ઠા વધે. મુસાફરી શક્ય બનશે. વિજાતીય વ્‍યક્તિ પરત્‍વે આકર્ષણ થાય.

કુંભ: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે કરેલા કાર્યમાં આપને યશ, કીર્તિ અને સફળતા મળશે. કુટુંબમાં સંપસુમેળનું વાતાવરણ રહે. શરીર અને મનની સ્‍વસ્‍થતા જળવાશે. આપના વિચાર અને વર્તનમાં લાગણીશીલતા વધારે રહે. નોકરીમાં સાથી કર્મચારીઓ સહકાર આપશે. નોકર ર્ગ અને મોસાળ પક્ષથી લાભ થાય. જરૂરી કામમાં જ ધનખર્ચ થશે. વિરોધીઓ કે હરીફોનો પરાજય થશે.

મીન: ચંદ્ર આજે મિથુન રાશિમાં છે. તે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આપનામાં રહેલી સર્જનાત્‍મકતાને વેગ મળતાં આપ સાહિત્‍યક્ષેત્રે લેખનવાંચન કાર્યમાં ઉંડો રસ ધરાવશો. હૃદયની ઋજુતા ‍પ્રિયજનોને નિકટ લાવશે. સ્‍વભાવમાં લાગણીશીલતા અને કામુક્તાનું પ્રમાણ વધારે રહે. આરોગ્‍યની દૃષ્ટિએ મધ્‍યમ દિવસ. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરશે. માનસિક સમતુલા અને વાણી પર સંયમ જાળવવો જરૂરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.