ETV Bharat / bharat

Daily Horoscope : આજે આ રાશિના લોકોનો સમગ્ર રીતે દિવસ સુખમય પસાર થશે - RASHI BHAVISHYA

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv BharatDaily Horoscope
Etv BharatDaily Horoscope
author img

By

Published : Mar 24, 2023, 1:56 AM IST

અમદાવાદ : 24 માર્ચ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે,કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપનો દિવસ અનુકૂળતાભર્યો રહે. આપના તમામ કાર્યોમાં સફળતા મળતાં આપ મનમાં હર્ષ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આર્થિક ક્ષેત્રે આપનો દિવસ લાભદાયી નીવડે. મિત્રો અને સગાં સ્‍નેહીઓ સાથે મિલન થતાં ઘરનું વાતાવરણ આનંદ ઉલ્‍લાસભર્યું રહે. ઉત્તમ વસ્‍ત્રો અને ભોજન મળે. મિત્ર વર્ગ તથા શુભેચ્‍છકો તરફથી ભેટ- ઉપહાર મળતાં પ્રસન્‍નતા અનુભવો.

વૃષભઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપનું મન અનેક પ્રકારના વિચારોથી ઘેરાયેલું રહેશે. તંદુરસ્‍તીમાં થોડી સુસ્તિ કે આળસ વર્તાય અને ખાસ કરીને આંખની બાબતમાં સંભાળવું. ઘરમાં પરિવારજનો અને સ્‍નેહીજનો તરફથી આપને અપેક્ષા પ્રમાણે સહકાર ના મળે તો નિરાશ થવું નહીં. ખર્ચનું પ્રમાણ વધશે. શરૂ કરેલા કાર્યો પાર પાડવા માટે વધુ મહેનતની તૈયારી રાખવી. આકસ્મિક ઈજાથી બચવા ધીરજ રાખવી.

મિથુનઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. આજના દિવસમાં મળનારા વિવિધ લાભોથી આપના હર્ષોલ્‍લાસમાં બમણો વધારો થશે એવો સંકેત મળી રહ્યો છે. પરિવારમાં પત્‍ની અને પુત્ર તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેની મુલાકાત આપને આનંદ આપશે. સંતાનો અંગે સારા સમાચાર મળે. નોકરી- વ્‍યવસાયમાં પણ લાભ થાય. આવકમાં વધારો થાય. જીવનસાથીની શોધ કરનારાઓને યોગ્‍ય પાત્ર મળી રહે. સમયસર સારું ભોજન મળે. આજે દાંપત્‍યસુખ સારું રહે.

કર્કઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ નોકરી- વ્‍યવસાય કરનારાઓ માટે ખૂબ લાભકારક છે. નોકરિયાતો માટે ઉચ્‍ચ અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ રહે. તેમનું વર્ચસ્‍વ વધે. પદોન્‍નતિ થવાની શક્યતા છે. પરિવારજનો સાથે અગત્‍યની બાબતો વિશે ચર્ચા થાય. માતાનું આરોગ્‍ય સારું રહે. ધન- માન- સન્‍માનના હકદાર બનો. ઘરને નવું સ્‍વરૂપ આપવા માટે તેની સજાવટમાં ફેરબદલી કરો. કાર્યબોજના લીધે થોડાક થાક અનુભવશો. પરંતુ સામાન્‍ય રીતે આરોગ્‍ય સારું રહેશે. ગૃહસ્‍થ જીવન આનંદપૂર્ણ રહેશે.

સિંહઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ આપ ધા‍ર્મિક પ્રવૃત્તિઓમાં પસાર કરશો. સ્‍નેહીજનો જોડે કોઇ ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનું પણ સંભવિત બને. મનમાં એક કાર્ય કરવાનું ધારીને એ તરફ પ્રયત્‍ન કરશો. આજે આપનું વલણ ન્‍યા‍યપ્રિય રહે. ગુસ્‍સા પર કાબૂ રાખવો. વ્‍યવસાયમાં હરીફો અથવા બજારની સ્પર્ધાના કારણે થોડી તકલીફ નડવાની શક્યતા છે. ઉપલા વર્ગના અધ‍િકારીઓની નારાજગીનો ભોગ ના બનવું હોય તો વર્તનમાં વિનમ્રતા રાખવી. આરોગ્‍ય મધ્‍યમ રહે. મન અશાંત રહે.

કન્યાઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપને સલાહ છે કે વાણી પર અંકુશ અને સંયમ જેટલો વધારશો એટલા લોકો સાથે સંબંધોમાં વધુ નીકટતા માણી શકશો. ગુસ્સો કોઈપણ બાબતનો ઉકેલ નથી એ વાત ધ્યાનમાં રાખજો. આપના વિરોધીઓ આપના માટે તકલીફો ઉભી કરવા ઘણા ધમપછાડા કરશે તેથી આપે સાવચેત રહેવું પડશે. નવા કામનો પ્રારંભ કરવા માટે હાલનો સમય ટાળવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે. આપના ખર્ચમાં વધારો થઇ શકે. આપ ગૂઢ અને રહસ્યમય બાબતોમાં વધુ રસ કેળવશો.

તુલાઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. મોજમજા અને મનોરંજન સાથે આપનો આજનો દિવસ પસાર થશે. વિજાતીય આકર્ષણ અનુભવશો અને તેમનો સાથ આપને આનંદ આપશે. પ્રવાસમાં મિત્રો અને પ્રિયપાત્રનો સાથ આપના આનંદને બમણો કરશે. નવા વસ્‍ત્રાભૂષણોની ખરીદી અથવા તે પહેરીને બહાર જવાના પ્રસંગ બને. શારીરિક અને માનસિક રીતે તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય. જાહેર માન- પ્રતિષ્ઠામાં વધારો થાય. પ્રણય પ્રસંગની શક્યતાઓ રહે. ઉત્તમ ભોજન તથા દાંપત્‍યસુખની પ્રાપ્તિ થાય.

વૃશ્ચિકઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે સમગ્ર રીતે આપનો દિવસ સુખમય પસાર થશે. કુટુંબના સભ્‍યો સાથે આપ આનંદપૂર્વક સમય પસાર કરો. શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા અનુભવો. નોકરિયાતોને તેમના સાથી કાર્યકરોના સાથ સહકાર મળશે. મોસાળપક્ષેથી આપને સારા સમાચાર મળે. પ્રતિસ્‍પર્ધીઓ આજે આપને પરાજિત નહીં કરી શકે. ધનલાભ મળે. અટવાયેલાં કાર્યો આપ પૂરા કરી શકો.

ધનઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપને ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવા કહેવામાં આવે છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્‍યા ઉભી થાય. કોઇપણ કામમાં સફળતા ન મળવાથી નિરાશ થવાય. સાહિત્‍ય કે કલાકનું સર્જન કરવા પરત્‍વે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથે રોમાંચક મુલાકાત થાય. પ્રણય પ્રસંગો માટે અનુકૂળ સમય છે. બાળકો અંગેની‍ ચિંતાથી મન વ્‍યગ્ર રહે. મુસાફરી ટાળવી.

મકરઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે તમારે વિપરિત સંજોગોમાં પણ કેવી રીતે વિજયી થઈ શકાય તે શીખવાની અગાઉથી ટકોર કરવામાં આવે છે. કૌટુંબિક કલેશ ટાળવા માટે વર્તનમાં વિનમ્ર થવું. માતાના આરોગ્‍યની વધુ કાળજી લેવી. જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા કદાચ અપેક્ષા કરતા ઓછા પ્રમાણમાં મળે. પૂરતો આરામ અને ઊંઘ લેવાની ખાસ સલાહ છે. તાજગી તેમજ સ્‍ફૂર્તિનું પ્રમાણ દરરોજ કરતા ઓછુ રહે. સ્‍ત્રી વર્ગથી સાચવવાની સલાહ છે.

કુંભઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપનું મન ઘણી હળવાશ અનુભવશે. શરીરની સ્‍વસ્‍થતા આપના ઉત્‍સાહમાં વધારો કરશે. પાડોશીઓ અને ભાઇબહેનો સાથે વધારે સુમેળ રહેશે. ઘરમાં મિત્રો અને સ્‍નેહીઓનું આગમન આનંદદાયી બનશે. પ્રવાસ થવાની શક્યતા છે. પ્રિય પાત્રનો સંગાથ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ છે.

મીનઃ આજે મેષ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ આર્થિક આયોજનો માટે ઘણો સારો છે. આપે જે કામ પૂરા કરવાનું નક્કી કર્યુ હશે તે કરી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. કુટુંબમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. આપની શારિરીક માનસિક સ્વસ્થતા જળવાઇ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.