અમદાવાદ: 21 જુલાઈ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યા હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે આપ શરીર અને મનથી આંશિક અસ્વસ્થતા અનુભવશો. કામકાજમાં વધુ મહેનત કરવાથી દિવસના અંતે થોડા થાકી જશો. આથી આરોગ્યની કાળજી લેવાની ખાસ સલાહ છે. અપચો કે પેટને લગતાં દર્દ હોય તેમણે ભોજનમાં અતિશયોક્તિ ટાળવી. બીજા સાથે વાતચીત વખતે તમારા વિચારોમાં સકારાત્મકતા દેખાય તેનો પ્રયાસ કરવો. કોઇપણ બાબતમાં ઉતાવળા નિર્ણય ટાળવા. સંતાનોના પ્રશ્ને આપ વધુ વ્યસ્ત રહો તેવી શક્યતા છે. સરકાર તેમજ ઉપરી અધિકારીઓના સંબંધમાં કાર્ય સફળતા મળે. બને ત્યાં સુધી આજે મુસાફરી ન કરવી.
વૃષભ: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજે આપને જમીન, મકાન અને વાહન અંગે કોઇ વહેવાર ન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં આપ આપના રોજિંદા કાર્યોમાં ભરપૂર આત્મવિશ્વાસથી મને મક્કમ મનથી કામ કરી શકશો. પિતાની સંપત્તિથી લાભ થાય. કલાકારો અને રમતવીરોને તેમની પ્રતિભા પુરવાર કરવા મોકળું મેદાન મળે. સરકાર સાથેના નાણાકીય વ્યવહારમાં સારો દેખાવ કરે. સંતાનોની બાબતમાં ખર્ચ થાય.
મિથુન: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. નોકરી અને વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આજે દરેક રીતે લાભદાયી દિવસ છે. કારણ કે વ્યવસાયીઓને સરકારી લાભ થવાના અને નોકરિયાતો પર ઉપરી અધિકારીની કૃપા દૃષ્ટિ ઉતરવાના યોગ છે. આપના પડોશીઓ, ભાઇબહેનો કે મિત્રવર્તુળ સાથે આનંદપૂર્વક સમય પસાર કરો. નાનકડા પ્રવાસનું પણ આયોજન થાય. આજે આપના વિરોધીઓ કે હરીફોની ચાલ નિષ્ફળ જશે. તંદુરસ્તી સારી રહેશે. આજે આપના વિચારો ઝડપથી બદલાશે તેથી ઘટનાઓમાં પણ ઝડપી ફેરફાર થશે અને આપ તેમાં વ્યસ્ત રહેશો.
કર્ક: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. પરિવારના સભ્યો સાથે આજે આપને કોઇ ગેરસમજ ટાળવાની સલાહ છે અને જો કદાચ કોઈ બાબતે આ સ્થિતિ સર્જાય તો ઉગ્ર થવાના બદલે શાંતિથી ચર્ચા દ્વારા તેનો ઉકેલ લાવવો. જેથી કુટુંબના સભ્યોની લાગણીઓને વધુ આદર આપવો. મનમાં સકારાત્મક વિચારો અને આધ્યાત્મિકતા લાવવાથી તમને ઘણી માનસિક રાહત લાગશે અને તેનાથી કામકાજમાં ઘણી સારી અસર પડશે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં આયોજનપૂર્વક આગળ વધવાની સલાહ છે. મિત્રો કે કુટુંબના સભ્યો સાથે શક્ય હોય ત્યાં સુધી અતિ ઉગ્ર બનવાનું ટાળવું. સમયસર ભોજન અને પૂરતી ઉંઘનો આગ્રહ રાખજો.
સિંહ: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આપને આજે ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવાની સલાહ છે. વાણી અને વર્તનમાં પણ ઉગ્રતા રહે તેથી સંભાળીને કામ લેવું. મક્કમ મનોબળ આપને કોઇ ચોક્કસ નિર્ણય પર લાવી શકશે. વડીલ વર્ગ તરફથી ફાયદો થાય. માન- પ્રતિષ્ઠામાં વધારો થશે. વાણી અને વર્તન સંયમિત રાખવા. આરોગ્ય અંગે થોડીક ફરિયાદ રહે. સરકારી કર્મચારીઓ તરફથી લાભ થાય. લગ્નજીવનમાં સંવાદિતા જળવાશે.
કન્યા: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આપને આજના દિવસમાં કોઈની સાથે સંબંધોમાં તણાવ આવે તેવી પરિસ્થિતિથી દૂર રહેવાની સલાહ છે. આજે અતિ લાગણીશીલ બનવાના બદલે વ્યવહારુ અને તટસ્થ વલણ અપનાવજો. મિત્રો સાથેની વાતચીતમાં સૌમ્ય બનવું. વાણી પર સંયમ રાખશો તો સંબંધોનો અનોખો આનંદ માણી શકશો. ઓચિંતા ધનખર્ચને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી રાખવી. મનમાં વ્યગ્રતા ઉભી થાય તેવા વિચારોથી દૂર રહેવું. નોકરિયાતોના હાથ નીચેના માણસો પાસેથી અપેક્ષા કરતા ઓછો સહકાર મળે.
તુલા: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજના દિવસે આપ ખૂબ આનંદમાં હશો. આપની આવક અને વેપાર ધંધામાં વૃદ્ધિ થશે. કુટુંબના સભ્યો અને દોસ્તો સાથે હસીખુશીની પળોમાં મશગુલ બનશો. મહિલા વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. નાનકડી મુસાફરી આપને આનંદથી પ્રફુલ્લિત કરી દેશે. જીવનસાથીના પ્રેમની વર્ષા આપને ભીંજવી નાખશે. એકંદરે આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર કરશો.
વૃશ્ચિક: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આજે આપનું આરોગ્ય સારું રહેશે. આપના દરેક કાર્યો આસાનીથી પાર પડે. આપનો હોદ્દો, માન મોભામાં વૃદ્ધિ થાય. ધનલાભના યોગો છે. ઓફિસમાં સહકર્મચારીઓ સાથે સહકારથી કામ થશે. ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે, વેપારીઓને ધંધાર્થે મુસાફરી થાય. સંતાનોની પ્રગતિ સંતોષકારક રહે.
ધન: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. આજે કોઇપણ પ્રકારનું જોખમ ન ખેડવાની સલાહ આપવામાં આવે છે. વ્યવસાયમાં વિઘ્નો આવે. ભાગ્યનો સાથ મળવાની આશાઓ બાંધવાના બદલે આત્મવિશ્વાસ અને આત્મબળથી આગળ વધવાની વૃત્તિ રાખવી. તબિયતમાં પણ થોડી સાવચેતી રાખવી પડશે. ખાસ કરીને ઋતુગત સમસ્યાઓથી સાચવવાની સલાહ છે. હરીફો સાથે વાદવિવાદમાં ઉતરવાના બદલે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કામકાજમાં ગુણવત્તા વધારવી. ઉપરી અધિકારીઓ સાથે વાતચીતમાં સૌમ્ય રહેવાની સલાહ છે.
મકર: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપને નકારાત્મક વિચારસરણી ન ધરાવવાની સલાહ છે. ગુસ્સાને વશમાં રાખવાની ઘણી આફતોમાંથી બચી જશો. ભાગીદારો સાથેના સંબંધોમાં કડવાશ ઉભી થાય. આજે કોઇક કારણસર અચાનક બહારગામ જવાનો પ્રસંગ ઉભો થાય અને આપને અચાનક ખર્ચ થાય. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા સંબંધો બાંધતી વખતે સાવધાની રાખવી. ગોઠવણમાં પીડા થાય. ભાગીદારો સાથે મતભેદો નિવારવા.
કુંભ: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ રંગીન અને ખુશમિજાજમાં પસાર થશે. પ્રણય અને રોમાન્સથી આપનો મિજાજ રંગીન રહેશે. મિત્રો સ્નેહીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. સુંદર સ્થળે આનંદદાયક પ્રવાસ કે પર્યટન થાય. સારું ભોજન અને નવા વસ્ત્રો પહેરવાના પ્રસંગ પ્રાપ્ત થાય. જાહેર માન સન્માન મળે. દંપતીઓને ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પાર્ટનરશીપ લાભદાયી નીવડે.
મીન: 21 જુલાઇ, 2023 શુક્રવારના રોજ આજે સિંહ રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપ દરેક કાર્ય સંપૂર્ણ આત્મવિશ્વાસ અને દૃઢ મનોબળ સાથે કરશો. કાર્ય સફળતાનો દિવસ છે. ઘર- કુટુંબમાં સુખશાંતિ છવાયેલી રહેશે. સ્વભાવમાં થોડીક ઉગ્રતા રહે તેથી વાણી ઉચ્ચારતાં પહેલાં સાવધાની રાખવી. નોકરી- વ્યવસાયમાં લાભ રહેશે. પ્રતિસ્પર્ધીઓને મ્હાત કરી શકશે.