ETV Bharat / bharat

Daily Horoscope: આજે આ રાશિના લોકોને જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવાની ખાસ સલાહ છે - HOROSCOPE FOR THE DAY 14 MARCH 2023

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Daily Horoscope
Daily Horoscope
author img

By

Published : Mar 14, 2023, 4:00 AM IST

અમદાવાદ : 14 માર્ચ 2023ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે,કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં બધી 12 રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ, ક્યાં હાથ છોડી શકાય. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપનો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટ‍િએ આપને અનોખી અનુભૂતિ કરાવનારો નીવડશે. આજે આપને ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ તેમજ તે પ્રકારની બાબતો પર વિશેષ આકર્ષણ રહે. આજે આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના પણ યોગ છે. જો કે આજે આપે બોલવામાં સંયમ જાળવવો પડશે તથા પ્રેમ અને ધિક્કારની લાગણીઓથી દૂર રહેવું પડશે. આપના હિતશત્રુઓ તેમની ચાલમાં ફાવી ન જાય તે માટે સાવધ રહેવું પડશે. નવા કાર્યની શરૂઆત ટાળવી બને તો મુસાફરી કરવાનું મોકૂફ રાખવું.

વૃષભ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આજે આપ શરીરથી સ્‍વસ્‍થ અને મનથી પ્રફુલ્લિત રહો. પરિવારજનો અને નિકટના સગાંસંબંધીઓ સાથે વધારે સમય વીતાવશો. સામાજિક અને જાહેરજીવનમાં આપ સફળતા અને યશ પ્રાપ્‍ત કરશો. વિદેશથી કે દૂરથી સારા સમાચાર મળે. દાંપત્‍યજીવનમાં મધુરતા પ્રસરશે. તેમજ સારું લગ્‍નસુખ મેળવી શકાશે. આકસ્મિક ધનલાભનો યોગ છે.

મિથુન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર છે. આજે આપનો દિવસ એકંદરે સારો રહેવાનું જણાઈ રહ્યું છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. સુખદાયક બનાવો બને. આજે આપના નાણાં ખર્ચ થાય. પરંતુ તે બિનજરૂરી ન હોય. આર્થિક લાભની શક્યતાઓ નકારી શકાય નહીં. આરોગ્‍ય નિરામય રહે અને કરેલાં કાર્યોમાં યશપ્રાપ્તિ થાય. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. અટવાયેલા કાર્યો પૂર્ણ થાય. સ્‍વભાવમાં ગુસ્‍સાનું પ્રમાણ વધારે રહે. તેથી વાતચીત દરમ્‍યાન ઉગ્રતા ટાળવી, નહીં તો કામ બગડી શકે છે. સહકર્મચારીઓનો સાથ સહકાર મળી શકશે. પ્રતિસ્‍પર્ઘીઓ પર વિજય મેળવી શકો.

કર્ક: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર છે. આજે દરેક મોરચે થોડીક સાવધાની રાખવાની આપને પૂર્વ ચેતવણી આપવામાં આવે છે. આજે આપનું શારીરિક સ્‍વાસ્‍થ્‍ય અને મનનું આરોગ્‍ય કથળવાની શક્યતા હોવાથી સાચવજો. નવા કાર્યની શરૂઆત શક્ય હોય ત્યાં સુધી મુલતવી રાખવી. માનસિક અશાંતિ અને ઉદ્દેગના કારણે કેટલાક મહત્વના નિર્ણય લેવામાં પણ મજા નહીં આવે. પેટની તકલીફથી સાચવવું પડશે જેમાં ખાસ કરીને અપચો-અજીર્ણ થઈ શકે છે. આકસ્મિક ધનખર્ચના સંજોગો બની શકે છે. પ્રિયપાત્ર સાથે સંબંધો સાચવવા વિશેષ પ્રયાસ કરવા પડશે. યાત્રા- પ્રવાસ ટાળવા.

સિંહ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર છે. આજે શારીરિક, માનસિક રીતે આપ થોડા અસ્‍વસ્‍થ અને બેચેન રહેશો. ઘરમાં સ્‍વજનો સાથે અણબનાવનો ટાળવા માટે કોઈ મોટી ચર્ચામાં ના પડવું અથવા પોતાની વાત સાચી ઠેરવવાની જીદ છોડવી. માતા સાથે મનદુ:ખ ટાળવા માટે તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. જમીન, મકાન, વાહન વગેરે બાબતોમાં મહત્ત્વના કાગળિયા પર સહીસિક્કા કરવામાં સાવધાની રાખવી. મન ભાવનાઓથી આર્દ્ર બની શકે છે. નકારાત્‍મક વિચારો મનમાંથી કાઢી નાખવા.

કન્યા: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર છે. કોઇપણ કાર્યમાં અવિચારી પગલું ન લેવાની આપને સલાહ આપવામાં છે. ભાઇબહેનો સાથે સુમેળભર્યા સંબંધ રહે. મિત્રો સ્‍વજનો સાથે મુલાકાત થાય. દરેક કાર્યમાં સફળતા મળે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળે. આર્થિક લાભની શક્યતાઓ છે. પ્રિયપાત્રનો સંગાથ મળે. જાહેર માન- સન્‍માન મળે.

તુલા: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર છે. આજે આપનું માનસિક વલણ ઢચુપચુ રહે. તેના કારણે કોઇપણ નિશ્ચતિ નિર્ણય પર ન આવી શકો. નવા કાર્યની શરૂઆત કે મહત્ત્વના નિર્ણય લેવામાં બીજાની મદદ લેશો તો ફાયદામાં રહેશો. પરિવારજનો સાથે વાદવિવાદ ટાળવા માટે સૌની સાથે નમ્ર વલણ અને આદરભાવ રાખવો. જીભ પર સંયમ આપના માટે જરૂરી બની જશે. જિદ્દી વલણ છોડીને સમાધાનકારી વલણ અપનાવવાની આપને ખાસ સલાહ છે. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું.

વૃશ્ચિક: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ શુભ છે. આપનું શારીરિક માનસિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે. કુટુંબ પરિવાર સાથે આનંદમય રીતે સમય પસાર કરશો. તંદુરસ્‍તી જળવાઇ રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. સ્‍નેહીજનો સાથે મિલન મુલાકાત થાય. શુભ સમાચાર મળે અને આનંદદાયક પ્રવાસ સંભવિત બને. મિત્રો સ્‍વજનો દ્વારા ઉપહાર મળે. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું.

ધન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર છે. આજનો દિવસ આપના માટે થોડો મુશ્‍કેલીભર્યો સાબિત થાય. પરિવારના સભ્‍યો સાથે રકઝક ટાળવી અને દરેકને આદર આપવો. આજે બોલવા પર સંયમ રાખવો પડશે અન્યથા કોઇ સાથે ઝગડા- ટંટા થતા વાર નહીં લાગે. મનના આવેગ અને આવેશને અંકુશમાં રાખવા પડશે. અકસ્‍માતથી સંભાળવું. શારીરિક તંદુરસ્‍તી સંભાળવાની સલાહ છે. ધનખર્ચ થાય.

મકર: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર છે. આજે મિત્રો, સગાં- સંબંધીઓ સાથે જ મુલાકાતથી આપનો દિવસ આનંદમાં વ્‍યતીત થશે. સામાજિક ક્ષેત્રે, નોકરી ધંધામાં તેમજ અન્‍ય ક્ષેત્રોમાં આપને માટે આજનો દિવસ લાભદાયક રહેશે. જીવનસાથીની શોધ કરી રહેલા યુવક યુવતીઓ માટે લગ્‍નનો પ્રશ્ન નજીવા પ્રયત્‍નથી ઉકેલાઈ જશે. પ્રવાસ પર્યટનનો યોગ છે. આપના પ્રિયપાત્ર સાથે મધુર મુલાકાત થાય. પત્‍ની, પુત્ર વગેરેનો સાથ સહકાર મળશે. આજે ઘરમાં કોઇ શુભ પ્રસંગ થવાની શક્યતા છે.

કુંભ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર છે. આપનો આજનો દિવસ શુભફળદાયક છે. આજે દરેક કાર્યમાં સરળતાથી સિદ્ધિ મળે. પરિણામે આપ માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ આપને સફળતા મળશે. ઉપરી અધિકારીઓની કૃપાથી નોકરીમાં આપને બઢતી મળે. વડીલ વર્ગના આશીર્વાદ પણ આપની સાથે જ છે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. ધનપ્રાપ્તિના યોગ છે. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યાપી રહેશે.

મીન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર છે. મનમાં રહેલી અસ્‍વસ્‍થતાથી આપે આજે બચવું પડશે. તેના માટે કોઈ મનપસંદ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો. શરીરમાં થાક અને કંટાળો ટાળવા માટે પુનરુર્જિત થવાય તેવા કોઈપણ કાર્યોમાં ભાગ લઈ શકો છો. ઉપરી અધિકારીઓ સાથે સાચવીને કામ કરવું. સંતાનોની બાબતમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ નિવારવો. આરોગ્‍યની વધુ કાળજી લેવાની સલાહ છે. અગત્‍યના નિર્ણયો લેવાનું આજે મોકૂફ રાખવું. વેપારીઓને વ્‍યવસાયમાં અવરોધ આવી શકે છે. નકારાત્‍મકતા મન પર હાવિ ન થઇ જાય તેનો ખ્‍યાલ રાખવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.