ETV Bharat / bharat

Weekly Horoscope for 7 to 13 May: સાપ્તાહિક રાશિફળ જાણો, કેવું રહેશે આપનું સપ્તાહ - સાપ્તાહિક રાશીફળ

કેવું રહેશે આપનું અઠવાડિયું અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે.જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ જાણો શું કહે છે, જ્યોતિષાચાર્ય પી ખુરાના

Weekly Horoscope
Weekly Horoscope
author img

By

Published : May 7, 2023, 4:03 AM IST

મેષ: શરૂઆતના ચરણમાં તમને માનસિક ચિંતા અને ગડમથલ રહેશે, જેથી કોઈપણ મોટો નિર્ણય લેવો નહીં અન્યથા તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમારા મિત્રો તમારા પ્રત્યે સહાનુભૂતિ બનાવવાનો પ્રયાસ કરશે. આ અઠવાડિયું પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે રોમાન્સ વધારનારું સાબિત થઈ શકે છે. પ્રેમ જીવન જીવતા લોકો તેમના સંબંધોમાં ખૂબ આગળ વધશે અને તેમના પ્રિય સાથે ડેટ પર જવાની યોજના બનાવશે. તમે કોઈ જગ્યાએ ફરવા પણ જઇ શકો છો. જો કે પરણિતલોકો તેમના ગૃહસ્થ જીવનમાં ચિંતામાં વધારો અનુભવશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઉગ્ર વિવાદની સ્થિતિ રહેશે, તેથી સાવચેત રહેવું. નોકરિયાત લોકોને ટીમ અને બોસ સાથે કોઈ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા થાય. તમારા વિકલી ટાર્ગેટ સરળતાથી પૂરા કરી શકશો. કામની ગતિ વધુ તેજ થશે. તમારા સાથી કર્મચારીઓથી થોડું સાવચેત રહેવું પડશે, કારણ કે તે તમારી વિરુદ્ધમાં ષડયંત્ર રચી શકે છે. તમે તમારી કાર્યક્ષમતાથી તમારું નામ બનાવશો. વેપાર કરતા લોકોને ફાયદો થશે. કલા, ખાણીપીણી, સીનેમા વગેરે જેવા ક્ષેત્રોમાં વિશેષ લાભ થાય. અઠવાડિયાના પ્રથમ બે દિવસ સિવાય બાકીના દિવસો મુસાફરી માટે સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓ કોઈ નવા શોર્ટટર્મ કોર્સમાં સારું પરફોર્મન્સ આપી શકશે.

વૃષભ: પ્રોફેશનલ મોરચે તમારા કામમાં કેવી રીતે સુધારો લાવવો તે વિશે તમે ગંભીરતાથી વિચાર કરશો. તમારા હાથમાં કેટલીક નવી ઑફર્સ આવી શકે છે, જેને તમે અજમાવશો તો તમને સારી આવકનો લાભ પણ મળી શકે છે, પરંતુ આ નિર્ણય લેવો તમારા માટે ખૂબ મુશ્કેલ સાબિત થશે. નોકરિયાત લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે. તમારા હાથમાં કેટલીક નવી ઑફર્સ આવવાની શક્યતાઓ રહેશે. વ્યવસાય કરી રહેલા લોકોએ કેટલાક નવા લોકોને મળીને પોતાના કામને આગળ ધપાવવા વિશે વિચારવું જોઈએ. પરણિત લોકો પારિવારિક જીવનમાં વધતા તણાવને કારણે થોડા વ્યથિત રહેશે અને આના માટે તમારે તમારા પરિવારના સભ્યો સાથે વાત કરવી જોઈએ. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે આ સમયે રાહત અનુભવશો અને તમારા પ્રિય સાથે પોતાના દિલની વાત કરવામાં સરળતા અનુભવશો. તમે તમારા પ્રિયને ખુશ કરવા પાછળ પણ ઘણો ખર્ચ કરશો, જે તમારી આર્થિક સ્થિતિમાં તણાવ વધારી શકે છે આ અઠવાડિયું કોઈપણ રીતે ખર્ચાથી ભરેલું રહેશે તેથી હાથ પર અંકુશ રાખવો. વિદ્યાર્થીઓ માટે આ સમય તમારી એકાગ્રતાને તોડનારો સમય રહેશે. તમારે તમારા અભ્યાસ કરવા માટે સખત મહેનત કરવી પડશે. અઠવાડિયાના છેલ્લા દિવસો મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે.

મિથુન: પ્રોફેશનલ મોરચે વાત કરીએ તો, નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે. તમને તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરવાના હેતુથી ચાન્સ મળશે. તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે, જે તમને કોઈ નવું કાર્ય શરૂ કરવાની પહેલ કરવાની તક પ્રદાન કરશે. નોકરી શોધી રહેલા લોકોને સારી તક મળી શકે છે. વેપાર માટે આ સમય ખૂબ જ સાનુકૂળ રહેશે. તમને ગ્રહોનો સંપૂર્ણ સહયોગ મળશે અને વેપારમાં તમારી વૃદ્ધિ થશે. તમે માર્કેટિંગમાં વધુ ધ્યાન આપીને વેપારમાં વિસ્તરણ કરી શકશો. વ્યવસાયમાં તમારું મગજ ખૂબ ઝડપથી ચાલશે અને અનુભવી વ્યક્તિની સલાહ તમને મદદરૂપ થશે. તમે ખુશી પ્રાપ્ત કરવાના હેતુથી કોઈ મોટા ખર્ચ પણ કરશો. આવક પણ જબરદસ્ત વધારો થશે એટલે તમે તમારી બધી આંગળીઓ ઘીમાં હોય તેવો અનુભવ કરશો. વિવાહિત જીવનમાં કોઈપણ ચિંતા હોય તો તેનો અંત આવશે અને પરસ્પર સમજણ વધવાથી તમારા વચ્ચે સારું ટ્યુનિંગ જળવાઈ રહેશે. પરિવારમાં એકંદરે ખુશનુમા માહોલ રહેશે. પારિવારિક જીવન સુખ અને શાંતિથી ભરેલું રહેશે. તમે તમારા જીવનસાથીને ખુબ પ્રેમ આપશો. કોઈ સરસ ડ્રેસ અથવા કોઈ સારી ભેટ તેમના માટે લાવી શકો છો. આ સમય પ્રેમ જીવન માટે ચડતી-પડતીથી ભરેલો રહેશે. જોકે, લગ્ન માટે પ્રપોઝ કરવું કે નહીં તે નિર્ણય લઈ શકશો. અઠવાડિયાનો ઉત્તરાર્ધ મુસાફરી માટે સારો રહેશે. વિદ્યાર્થીઓને આ અઠવાડિયે વધુ મહેનત કરવા પડશે.

કર્ક: તમે હવે કોઈપણ કામ દિલથી કરશો અને કારકિર્દી આયોજનપૂર્વક આગળ વધવા માટે લાંબુ પ્લાનિંગ કરી શકશો. તમારું સંપૂર્ણ ધ્યાન આવક વધારવા પર રહેશે. શેરબજાર અથવા અન્ય કોઈ સલામત સ્કીમમાં રોકાણ કરીને તમે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરી શકો છો. તમારી મહેનતથી તમે ટોચનું સ્થાન મળવશો. નોકરી કરનારા લોકોએ ઓફિસમાં આંતરિક ખેંચતાણથી દૂર રહેવું. કોઈ તમારી વિરુદ્ધ ખોટા આરોપો ન લગાવે તે માટે સાવચેત રહેવું. વેપારની દૃશ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે. તમે જે પ્લાન અમલમાં મૂકશો તેનાથી તમને ફાયદો થશે. ખર્ચામાં ઘટાડો થતાં તમે રાહતનો શ્વાસ અનુભવશો. જોકે, તમે મોજશોખ અને ખાસ કરીને સંતાનો માટે ખર્ચ કરવામાં પાછા નહીં પડો પરંતુ તમે બિનજરૂરી ખર્ચથી દૂર રહેવાનું પસંદ કરશો. પારિવારિક જીવનમાં થોડી ચિંતા રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. જીવનસાથીની શોધ પૂરી થઈ શકે છે. વિજાતીય પાત્ર માટે તમારા દિલમાં વિશેષ સ્થાન રહેશે. વિવાહિતો તેમના જીવનસાથીના વર્તનથી થોડા ચિંતિત રહેશે. જીવનસાથીનો ગુસ્સાવાળો સ્વભાવ તમારા જીવનમાં ચિંતામાં વધારો કરશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ખૂબ કાળજી રાખવી પડશે. અભ્યાસ કરવામાં અનેક અવરોધો આવી શકે છે. જો તમે મુસાફરી કરવા ઈચ્છો છો, તો અઠવાડિયાની શરૂઆતનો દિવસ તમારા માટે સારો રહેશે.

સિંહ: આ અઠવાડિયે તમારા ખર્ચાઓ નિયંત્રણમાં રહેશે અને આવકમાં વધારો થશે. જોકે, તમને મોબાઈલ ફોન અથવા કપડા વગેરે જેવી કેટલીક નવી વસ્તુઓ ખરીદવાની તક મળશે. નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે પરંતુ તમારા બોસ પ્રત્યે અપમાનજનક શબ્દોનો ઉપયોગ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. વેપાર કરતા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે તમારા વેપારને આગળ ધપાવવા માટે નવી નવી યુક્તિઓ અજમાવશો. સમજદારીપૂર્વક રોકાણ કરવાથી જ તમને ફાયદો થશે. મિલકતને લગતા પ્રશ્નો ઉકેલાય અને સોના-ચાંદીની ખરીદીમાં પણ ફાયદો થાય. તમે લાંબી મુસાફરી કરી શકશો. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે પરંતુ માથાનો દુખાવો થવાથી અથવા તાવ આવવાથી તમારી તબિયત બગડી શકે છે. પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિનું, જેમાં ખાસ કરીને સાસરીપક્ષમાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારા દિલમાં તમારી માતા પ્રત્યેના પ્રેમમાં વધારો થશે. વિવાહિત લોકો ગૃહસ્થ જીવનથી સંતુષ્ટ રહેશે. લવ લાઈફમાં રોમાંસનો જળવાઇ રહેશે. તમારી વચ્ચે સતત કમ્યુનિકેશન રહેશે. અભ્યાસમાં કંઈપણ નવું શીખવા માટે આ સપ્તાહ સારું છે. તમે અભ્યાસની સાથે અન્ય કોઈ કામમાં પણ ધ્યાન આપશો.

કન્યા: આ સપ્તાહ તમને સામાજિક અને પારિવારિક જીવનમાં એક કરતાં વધારે પ્રકારે સફળતા અને ખુશીઓ અપાવશે. મિલકત સંબંધિત કાર્યો પૂરાં થાય અને તેમાં લાભ થાય. લાંબી મુસાફરીએ જવાનું થઈ શકે છે. કોઈ તીર્થસ્થળની મુલાકાતે જવા માટેના યોગ બની રહ્યા છે. નોકરિયાત લોકો તેમના કામના વિશે થોડી નિરાશા અનુભવી શકે છે કારણ કે તમારા પ્રયત્નોમાં સફળતા મેળવવા માટે ઘણી વધારે મહેનત કરવી પડશે. વિલંબ અથવા પરફોર્મન્સ ઘટવાના કારણે તમારા પ્રમોશન પર પણ અસર પડી શકે છે. વેપાર-ધંધાના સંબંધમાં કરેલા પ્રયાસો ધીમે ધીમે તમને ફળ આપશે. નવી પ્રોડક્ટ કે સર્વિસનું લોન્ચિંગ, માર્કેટિંગ કેમ્પેઇનની શરૂઆત, નવી જગ્યાના ઉદ્ઘાટન માટે સમય સારો છે. ધંધામાં કોર્ટ-કચેરીને લગતી પરેશાનીઓમાંથી બહાર આવવામાં હજુ થોડો સમય લાગી શકે છે. તમે તમારા ગૃહસ્થ જીવન માટે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરશો અને તમે તમારા ગૃહસ્થ જીવનને આગળ વધારવા સાથે ઘરની જવાબદારીઓને પણ સમજશો. પ્રેમ જીવન થોડી ચિંતા રહેશે, કોઈપણ કારણથી તમારી વચ્ચે મુલાકાત અને કમ્યુનિકેશન ઘટવાથી પારસ્પરિક શંકાઓ જન્મી શકે છે. અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડશે, તેમની સંગત બગડી શકે છે. અઠવાડિયાની શરૂઆત મુસાફરી કરવાના હેતુથી સારી રહેશે.

તુલા: તમારા ધંધાને વેગ મળશે અને તમારા પ્રયત્નો ફળદાયી થશે. બિઝનેસમાં નવું રોકાણ કરીને અને કેટલીક નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી તમારો બિઝનેસ ખૂબ જ ઝડપથી આગળ વધશે અને તેનાથી તમને સારો ફાયદો થશે. નોકરી કરનારા લોકો પણ તેમના કામનો આનંદ માણશે અને તમારી મહેનતનું પરિણામ મળશે. તમને જીવનમાં આગળ વધવાની તક મળશે. તમને ધાર્મિક કાર્યો કરવામાં ખૂબ આનંદ પ્રાપ્ત થશે અને તેના માટે દિલ ખોલીને ખર્ચ પણ કરશો. આ ખર્ચા તમારી આવકના પ્રમાણમાં ઓછા હશે તેથી કોઈ મોટી સમસ્યા ઉભી થશે નહીં. તમારી આવકમાં પણ મોટો વધારો થઈ શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે સમય સારો છે. પ્રેમી યુગલ આ અઠવાડિયે ખૂબ રોમેન્ટિક રહેશે. તમારા સંબંધો ઘનિષ્ઠ બનવાથી તમે ખુશ રહેશો અને મન પ્રસન્ન રહેશે. તમે તમારા પ્રિય સાથે સાચા અને પ્રામાણિક રહેશો. તમે પારિવારિક જીવનથી સંતુષ્ટ થશો. તમને કેટલાક નવા મિત્રો બનાવવાની તક મળશે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું તમને પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેટલાક સારાં પરિણામો મળશે પરંતુ તમારી સંગતના કારણે તમે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવી શકો છો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અત્યારે તમારું પરફોર્મન્સ ઘણું સારું રહેશે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સારું રહેશે.

વૃશ્ચિક: નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું ચડતી-પડતીથી ભરેલું રહેશે. તમારા કાર્યોને પૂર્ણ કરવા અંગે તમારા મનમાં ઘણી મૂંઝવણ રહેશે. વ્યવસાયિક લોકો માટે પણ અઠવાડિયું સારું રહેશે, પરંતુ ઘણી યોજનાઓ તમારું ધ્યાન આકર્ષિત કરશે. ધંધા માટે નવી જગ્યા, મશીનરી, માર્કેટિંગ, ઑફર્સ, ક્લાયન્ટને લગતા ખર્ચાઓ અથવા કાનૂની બાબતો પાછળ ખર્ચ થઈ શકે છે. સામે પક્ષે, નાણાંની આવક થવાની સંભાવના રહેશે, જે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી બનાવશે. તમે ઘરના કામકાજ પાછળ ઘણો સમય ફાળવી શકશો. વિવાહિત લોકોને જીવનસાથીને પૂરતો સમય ન આપી શકવાથી થોડો તણાવ થઈ શકે છે. કોઈ બહારના વ્યક્તિ પાસેથી ખુશીની અપેક્ષા રાખશો તો તમારા સંબંધોમાં તણાવ આવશે માટે વિવાદને સમાધાનકારી નીતિથી ઉકેલવાની સલાહ છે. ગુસ્સો અંકુશમાં રાખવો અન્યથા કોઈની સાથે ઝઘડો થવાની પણ સંભાવના છે. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું. પ્રેમ જીવન જીવતા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. પરસ્પર સંબંધોમાં સમજણમાં વધારો થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સંપૂર્ણપણે સાનુકૂળ છે. આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે થોડી મૂંજવણ ભર્યુ રહેશે. તમારી એકાગ્રતામાં ખલેલ પડી શકે છે. વિદેશમાં અભ્યાસ અંગે કોઈની સાથે ચર્ચા થઈ શકે છે.

ધન: આ સપ્તાહે નોકરીમાં સમસ્યાઓ આવી શકે છે, તેથી તમારા કામ પર વધુ ધ્યાન આપવું જરૂરી રહેશે. નોકરી શોધી રહ્યા હોય તેમને પણ ઇન્ટરવ્યુમાં અવરોધ આવે અથવા રદ થઈ શકે છે. વેપાર કરતા લોકોને તેમના કામમાં સફળતા મળી શકે છે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. એકબીજા વચ્ચે પ્રેમ અને રોમાન્સ રહેશે, પરંતુ તેમ છતા પણ તમારા લગ્નેતર સંબંધ હોવાની સંભાવના બની શકે છે. તેથી આવું થાય નહીં તેના પર ધ્યાન આપવું અને આવી બાબતોથી દૂર રહેવાની કોશિશ કરવી કારણ કે તેનાથી તમારું નામ ખરાબ થઈ શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ અઠવાડિયું નબળું રહેશે. તમારા સંબંધને કોઈની ભારે નજર લાગી શકે છે. જે તમારા સંબંધોમાં અડચણ ઉભી કરી શકે છે. એવું કોઈ કામ કરવું નહીં જેનાથી તમારા સંબંધોમાં તિરાડ ઉભી થાય. આ અઠવાડિયું સાવધાનીપૂર્વક પસાર થવા દેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ચિંતાપૂર્ણ રહેશે. પારિવારિક સમસ્યાઓ અને તમારું સ્વાસ્થ્ય તમને અભ્યાસથી દૂર રાખી શકે છે. અઠવાડિયાનો મધ્યભાગ મુસાફરી કરવાના હેતુથી સારો રહેશે. તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે, તેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે જાગૃત રહેવું અને જો જરૂરી હોય તો ડૉક્ટરની સલાહ લેવી.

મકર: મહત્વકાંક્ષાઓ પૂરી થવાના કારણે તમારા મનમાં આનંદ રહેશે જેથી આ અઠવાડિયું તમારા માટે રાહતનો શ્વાસ અપાવનારું કહી શકાય. તમારા ખર્ચામાં પણ અચાનક વધારો થશે જે તમારી ચિંતાઓમાં ક્ષણિક વધારો કરી શકે છે. જોકે, આવકમાં પણ વધારો થવાનો શરૂ થશે, તેથી જરા પણ ગભરાવાની જરૂર નથી. તમે નોકરીમાં સારું સ્થાન પ્રાપ્ત કરી શકો છો, જેના કારણે તમારો પગાર પણ વધશે અને તમને આર્થિક લાભ પણ મળશે. વેપાર કરતા લોકોની ઈચ્છાઓ પણ પૂરી થશે. ધંધામાં સારો સોદો થવાથી અથવા મોટો ઓર્ડર મળવાથી લાભ મળી શકે છે. વિવાહિત લોકો પોતાના ગૃહસ્થ જીવનમાં થોડી સમસ્યાઓ અનુભવશે. જીવનસાથી જોડે કોઈપણ વિવાદમાં સમાધાનકારી નીતિ રાખવાની સલાહ છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે અને તમારો સંબંધ વધું ગાઢ બનશે. તમે લગ્ન કરવાનો વિચાર પણ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે સમય થોડો ચિંતા કરવનારો રહેશે, તેમને અભ્યાસ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. મુસાફરી કરવા માટે સપ્તાહનો પ્રથમ અને અંતિમ દિવસ સારો રહેશે. તમારે તમારાં સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડશે. તમે બીમાર પડી શકો છો. શરીરમાં દુખાવો, તીવ્ર માથાનો દુખાવો અથવા તાવ જેવી સમસ્યાઓ પણ તમને થઈ શકે છે. માથામાં દુખાવો થઈ શકે છે. જેમને શારીરિક ગરમી અને ત્વચાની સમસ્યાઓ હોય તેમણે વિશેષ કાળજી લેવી પડશે.

કુંભ: નોકરી કરનારા લોકો માટે આ અઠવાડિયું શુભ રહેશે અને જે લોકો ધંધો કરે છે તેમણે વેપારમાં નવેસરથી શરૂઆત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. બિઝનેસમાં જોડાયેલા લોકો પોતાના પ્રયત્નોથી તેમના કાર્યને મજબૂત બનાવશે. તમારી યોજનાઓ સફળ થશે, જેનાથી તમને ફાયદો થશે. તમે હાલમાં તમારા કામ પર વધુ ધ્યાન આપશો, ખૂબ મહેનત કરશો, જેના કારણે તમને શારીરિક થાક અને નબળાઈ આવી શકે છે અને તમે બીમાર પડી શકો છો, તેથી તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. વિવાહિત લોકો પોતાના ગૃહસ્થ જીવનમાં ખુશ રહેશે, પરંતુ અઠવાડિયાના ઉત્તરાર્ધમાં તમે એકબીજા પ્રત્યે થોડા કઠોર થાઓ તેવી શક્યતા છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે પણ આ સમય ઘણો રોમેન્ટિક રહેશે. તમે તમારા પ્રિય સાથે તમારા પ્રેમ જીવનનો આનંદ માણી શકશો. કેન્ડલ લાઇટ ડીનર અથવા લોંગ ડ્રાઇવનું પ્લાનિંગ કરી શકશો. મુસાફરી કરવાના હેતુથી અઠવાડિયાની શરૂઆત શ્રેષ્ઠ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવાની સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવો જોઈએ જેનાથી તેમનો વિકાસ થશે. તમે કોઈ સ્ટડી ટૂર અથવા વર્કશોપમાં ભાગ લેશો તો અત્યારે વધુ સારું નોલેજ મેળવી શકશો.

મીન: તમે કારકિર્દીમાં આગળ વધવા માટે મહેનત કરવામાં પાછા પડશો નહીં જેથી તમારા કાર્યમાં સફળતા મળશે અને તમારું મન પ્રસન્ન રહેશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તેનાથી તમે નોકરી કે બિઝનેસમાં નવું જોખમ ઉઠાવી શકશો અને કંઈક નવું કરવાનું વિચારશો. વેપારમાં વેગ આવશે અને તમારી આવકમાં વધારો થશે. ખર્ચા ઓછા થશે, જેથી તમારું મન પ્રસન્ન રહેશે. તમને તમારા કામકાજમાં મિત્રોનો સહયોગ મળશે. તમારો કેટલાક નવા લોકો સાથે પરિચય વધશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જેથી તમે આ સમયનો ભરપૂર આનંદ માણી શકશો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન પ્રેમથી ભરેલું રહેશે. તમારા જીવનસાથી તમારી સામે પોતાના દિલની ઈચ્છાઓ રાખશે જેને તમે પૂરી કરીને ખુબ ખુશ થશો અને તમારા સંબંધો વધુ સારા બનશે. પ્રેમ જીવન જીવતા લોકો માટે પણ આ અઠવાડિયું ખૂબ રોમેન્ટિક રહેશે. તમે કલાત્મક અંદાજમાં પ્રેમ વ્યક્ત કરશો અને તમારા પ્રિય માટે એક અદ્ભુત ભેટ લાવશો. જોકે, તમારે તમારા સંબંધોની મર્યાદાઓને સમજવી જરૂરી રહેશે. તમારા સાથીને મનદુઃખ થાય તેવું કંઈપણ બોલવું નહીં. જો તમે તમારા પ્રિયને ખુશ રાખશો, તો તેમનો ભરપૂર પ્રેમ પામી શકશો. અઠવાડિયાની શરૂઆત મુસાફરી માટે સારી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા સાથે આગળ વધવાની તક મળશે. મિત્રો સાથે મળીને તમે પ્રોજેક્ટ વર્ક અથવા નોલેજમાં વધારો થાય તેવું કંઈપણ કામ કરી શકશો. તમે પ્રેક્ટિકલ નોલેજમાં વધુ રસ લેશો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.