ETV Bharat / bharat

Weekly Horoscope for 19 to 25 March : સાપ્તાહિક રાશિફળ જાણો, કેવું રહેશે આપનું સપ્તાહ - સાપ્તાહિક રાશિફળ

કેવું રહેશે આપનું અઠવાડિયું અભ્યાસ, પ્રેમ, લગ્નજીવન તેમજ વેપાર જેવા ક્ષેત્રોમાં કેવી રહેશે ગ્રહદશા શું વૈવાહિક જીવનમાં મળશે રાહત અભ્યાસમાં બાળકોનું મન નથી લાગી રહ્યું શું આવનારા સમયમાં વિદેશ યાત્રાના યોગ છે.જીવનસાથી સાથે કેવી રીતે વીતશે આગામી સપ્તાહ જાણો શું કહે છે, જ્યોતિષાચાર્ય પી ખુરાના

Weekly Horoscope for 19 to 25 March
Weekly Horoscope for 19 to 25 March
author img

By

Published : Mar 20, 2023, 1:48 PM IST

મેષઃ મેષ રાશિના જાતકોને પોતાના કામમાં ખૂબ દોડ ધામ રહેશે અને ખૂબ થાક પણ લાગશે, જેના કારણે તમારું સ્વાસ્થ્ય નબળું રહેશે અને પોતે ખુબ નબળાઈનો અનુભવ કરશો. આ સમયે આરામ કરવા માટે થોડો સમય કાઢશો તો તમારા માટે સારું રહેશે. આવક સંબંધિત સ્થિતિ પણ સારી રહેશે, પરંતુ ખર્ચામાં ઝડપથી વધારો થશે, જે તમારું ટેન્શન વધારવાનું કારણ બની શકે છે. નોકરિયાત લોકોએ તેમના કામથી કામ રાખવું. કામમાં કોઈ ખામી બહાર ન આવે તેનુ ધ્યાન રાખવું. તમારા બોસની કૃપાદૃશ્ટિ તમારા પર રહેશે. નોકરીમાં સારા સંબંધો કેળવવાનો તમને લાભ મળશે. તમારી મહેનત પણ ખૂબ અસરકારક રહેશે અને તમને મુશ્કેલ સમયને સરળતાથી ઉકેલવામાં સફળતા મળશે, જેનો શ્રેય પણ તમને મળશે. તમને તમારા કામ પર ગર્વ થશે. વાતચીતમાં કડવાશ રાખવી તે થોડી પરેશાનીનું કારણ બની શકે છે. પરણિત વર્ગના સંબંધોમાં આત્મીયતામાં વધારો થશે અને તમે વૈવાહિક સુખનો આનંદ માણી શકશો. તમે તમારા જીવન સાથી સાથે ખરીદી કરવા પણ જઈ શકો છો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ અઠવાડિયું નબળું રહેશે અને તમારે તમારા સંબંધોને જાળવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે કારણ કે તમારો તાલમેલ બગડી શકે છે. અઠવાડિયાનો પહેલો, બીજો અને પાંચમો, છઠ્ઠો દિવસ મુસાફરી કરવાના હેતુથી સારો રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વૃષભઃ પ્રોફેશનલ મોરચે તમારા માટે પ્રગતિનો સમય છે. નોકરિયાતોને તેમની સખત મહેનતના આધારે પોતાનું સારું પ્રદર્શન આપી શકશે, જે તમારી બઢતીના દરવાજા ખોલી શકે છે. જો તમે વ્યવસાયમાં જોડાયેલા હોવ તો સારો સમય છે. તમારા કામને સરકારી ક્ષેત્ર સાથે જોડીને તમે ખૂબ સારો નફો મેળવી શકો છો પરંતુ વ્યાપાર કરતા જાતકોને તેમના કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે અન્યથા વિઘ્નો આવી શકે છે. આ સમય તમારા પક્ષમાં ચાલી રહ્યો છે. તમને સંતાન સંબંધિત કોઈ સુખદ સમાચાર મળી શકે છે, વિવાહિત જીવનમાં પ્રેમના અંકુર ફૂટશે અને તમારા જીવનસાથી સાથે આત્મીયતા વધશે, જે તમારા સંબંધોને વધુ સુંદર બનાવશે. તમે તમારા જીવનસાથી સાથે એકલા સમય પસાર કરવાનું પસંદ કરશો અને તેમના દિલની સ્થિતિ વિશે પૂછશો. તેમને કોઈ સમસ્યા છે કે કેમ તે જાણવાનો પ્રયત્ન કરશો. તેમની સાથે ફરવા જાઓ અથવા મંદિરની મુલાકાત લો. પ્રેમ જીવનમાં અઠવાડિયાની શરૂઆતમાં ખૂબ જ નીકટતા રહેશે. તમે તમારી કલાત્મક અભિવ્યક્તિથી તમારા પ્રિયનું દિલ જીતી શકશો. તમે તમારા પ્રેમિને તમારા દિલની વાત કહેશો અને તેમના દિલમાં સ્થાન બનાવવામાં સફળ બનશો. અઠવાડિયાના પ્રારંભના દિવસો મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં પ્રગતિ મેળવવાની તક પ્રાપ્ત થશે અને વિદેશ જવાની તક પણ મળી શકે છે.

મિથુનઃ અત્યાર સુધી તમે કરેલી મહેનતનું હવે ફળ મળશે, જેના કારણે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને સમસ્યાઓ ઓછી થશે. નોકરીમાં તમે રાહતનો શ્વાસ લઈ શકશો અને પ્રમોશન અથવા અન્ય કોઇ લાભદાયી સમાચાર મળી શકે છે. તમે કામનો આનંદ માણી શકશો. ઓફિશિયલ ટ્રીપ પર જવાની તક મળી શકે છે. કન્સલ્ટન્સી, કોમર્સ અને ફાઇનાન્સમાં કામ કરનારાઓ માટે આ અઠવાડિયુ ખૂબ સારું રહેશે. વેપાર કરતા જાતકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમે તમારા કામ પ્રત્યે ખૂબ કાળજી રાખશો અને તમને બચત તરીકે જે લાભ મળશે તેનો અમુક ભાગ તમે બચાવી શકશો અને તેને કોઈ જગ્યાએ રોકાણ કરશો. તમારા વિવાહિત જીવનમાં તણાવમાં ઘટાડો થશે અને તમને વાધારે રોમેન્ટિક પળો વિતાવવાની તક મળશે. પરણિત જાતકોને જીવનસાથી જોડે સારો સમય વિતાવવાની તક મળે. જો કે તમે લગ્નેતર સંબંધોથી દૂર રહેજો. આ અઠવાડિયું પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે ફાયદાકારક રહેશે કારણ કે તમને તમારા પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. તમે કલાકો સુધી એકબીજા સાથે ઘણી વાતો કરશો અને વાત કર્યા પછી ઘણી યોજનાઓ બનાવશો જેથી તમારું ભવિષ્ય ખુશીઓથી ભરાઈ જશે. જો તમે હજુ પણ સિંગલ છો, તો તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાની તક મળી શકે છે. આ અઠવાડિયું વિદ્યાર્થી માટે પણ ઉત્તમ રહેશે. તમને આ અઠવાડિયે કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

કર્કઃ તમારા કામમાં કોઈ મોટો નિર્ણય લેવાનો થઈ શકે છે. તમે નોકરી બદલવાનો વિચાર પણ કરી શકો છો કારણ કે આ સમયે તમે તમારા પ્રમોશનની અપેક્ષા રાખી રહ્યા છો અને શક્ય છે કે તમને પ્રમોશન મળશે પણ ખરૂ, પરંતુ તમને તમારી ઈચ્છા મુજબનું પૂરતું પ્રમોશન મળશે નહીં જેથી તમે અસંતુષ્ટ થશો અને તેથી તમે નોકરી બદલી શકો છો. જો તમારી નોકરી ટ્રાન્સફર થઈ જાય એવી છે તો તમારા ટ્રાન્સફર થવાનો યોગ પણ ઉભો થઈ શકે છે. તમે અઠવાડિયાની શરૂઆતમાં લાંબી રજાઓ પર જઈ શકો છો અને મુસાફરી કરી શકો છો. વેપાર કરતા જાતકોએ સરકારી ક્ષેત્ર પાસેથી સારા લાભની અપેક્ષા રાખવી જોઈએ. વિવાહિત જાતકો તેમના ગૃહસ્થ જીવનમાં થોડી ચિંતાનો અનુભવ કરશે, પરંતુ તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. તેનાથી તમારો સંબંધ બગડી શકે છે. પારિવારિક વાતાવરણ સરસ અને હળવું રહેશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે પણ સમય રોમેન્ટિક રહેશે અને તમે તમારા પ્રિય સાથે ઘણી વાતચીત કરશો અને તમારા સંબંધોમાં રહેલા તણાવને દૂર કરવાનો પ્રયાસ કરશો. પ્રવાસ કરવાના ઇચ્છુક લોકો આ અઠવાડિયાની શરૂઆતમાં મુસાફરી કરે તો તેમના માટે વધુ સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયુંસારી તૈયારી રહેશે. તમે સખત મહેનત કરશો.

સિંહઃ શરૂઆતનો તબક્કો તમારા માટે થોડો માનસિક તણાવનો કહી શકાય. શારીરિક થાકની સાથે સાથે માનસિક તણાવ પણ રહેવાથી સ્વાસ્થ્ય નબળું પડી શકે છે માટે સંતુલિત આહાર અને આરામ પર ધ્યાન આપવું. તમારે જોગિંગ કરવા અને યોગ કરવા પર પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ અને તમારા ભોજનનો સમય બદલીને તેને યોગ્ય સમયે ભોજન કરવું અન્યથા તમે પેટના રોગોનો શિકાર બની શકો છો. આ અઠવાડિયે તમને લાંબા અંતરની મુસાફરી કરવાની તક મળી શકે છે. તમે ફરવા માટે કોઈ સુંદર જગ્યાની મુલાકાત લઈ શકો છો અને પરિવારના સભ્યો સાથે પણ જવાનું શક્ય બની શકે છે. તેનાથી પરિવારમાં ખુશીઓનું આગમન થશે. નોકરી કરતા જાતકો તેમના કાર્યક્ષેત્ર અને આસપાસના વાતાવરણને તેમના મજાક કરવાના સ્વભાવથી હળવું રાખશે, જે તમને વધુ સારું પ્રદર્શન કરવાની તક આપશે. વેપાર કરતા જાતકો તેમના કામમાં મૂડી રોકાણ કરી શકે છે, જે તમને તમારા વ્યવસાયની વૃદ્ધિ તરફ દોરી જશે. વિવાહિત જાતકોને તેમના ગૃહસ્થ જીવનમાં નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે, પરંતુ તેમ છતાં ધીમે ધીમે પરિસ્થિતિ સુધરવા લાગશે. ભાગ્ય પ્રબળ રહેશે, જેના કારણે તમારું કામ સારી રીતે થશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે ઉતર-ચઢાવથી ભરેલો સમય રહેશે. તમારી સમજણમાં વધારો કરવામાં તમને થોડી સમસ્યાનો સમનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં ખૂબ સક્રિય રહેશે. કેટલાક લોકોને વિદેશ જવાની તક પણ મળી શકે છે.

કન્યાઃ જેઓ લાંબાગાળાનું રોકાણ કરવા માંગે છે તેમના માટે આ સમય સારો રહેશે. કેટલાક સારા સ્ટોક ખરીદવામાં ઇન્ટ્રા-ડે કરવામાં અને લાંબા ગાળાના રોકાણમાં બંનેમાં તમને લાભ મેળવવાની શરૂઆત થઈ શકે છે. વ્યવસાયિક વર્ગને કામકાજમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા બિઝનેસ પાર્ટનર અને તમારી વચ્ચે મતભેદ થઈ શકે છે, તેથી સાવચેત રહેવું. નોકરિયાત જાતકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમારી મહેનત તમને સફળતા અપાવશે. તમારી પોતાના પસંદગીના કાર્યસ્થળ પર ટ્રાન્સફર થઈ શકે છે અથવા તમને નોકરી મળી શકે છે. વિવાહિત લોકોના વિવાહિત જીવનમાં થોડી ચિંતા રહેશે. તમારા જીવનસાથીને સમજવામાં તમને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. અઠવાડિયાનો મધ્ય ભાગ જીવનમાં પ્રેમ ઘોળવાનું કામ કરશે, જેથી તમે અને તમારા જીવન સાથી તમારા નિરસ લગ્ન જીવનને ફરી હર્યુ-ભર્યુ બનાવશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સાનુકૂળ રહેશે, તમે એકબીજાની સાથે સમય વિતોવશો જેથી તમને ખુબ ખુશી પ્રાપ્ત થશે. તમે તમારી માનસિક ચિંતાઓને કારણે મોટી વસ્તુઓ હાથમાંથી સરકી જતી જોઈ શકો છો, તેથી ખૂબ જ કાળજીપૂર્વક કામ કરવું. અઠવાડિયાનો મધ્ય અને અઠવાડિયાના છેલ્લા દિવસો મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કોઈ દબાણની જરૂર રહેશે નહીં. તમે દિલથી અભ્યાસ કરવાની ઈચ્છા રાખશો અને સારા પરિણામો પ્રાપ્ત કરશો.

તુલાઃ અત્યાર સુધી તમને જેનું પ્લાનિંગ કરી રહ્યા હતા તે યોજનાઓ હવે સફળ થશે અને તમે જીવનમાં આગળ વધશો અને તમને સારી આવકનો લાભ થશે, જેના કારણે તમારી અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં રહેશે અને તમે આર્થિક રીતે મજબૂત હશો, કેટલાક ખર્ચાઓ થશે, પરંતુ આવક સારી રહેવાના કારણે તમે ચિંતા કરશો નહીં. તમારી મહેનત ફળશે અને તમે નોકરીમાં કેટલાક નવા કાર્યો પૂરા કરી શકશો. જે લોકો બિઝનેસ કરે છે તેમને પણ સરકાર તરફથી સારો લાભ મળી શકે છે અને તમે કોઈપણ રીતે તમારા બિઝનેસને ઝડપથી આગળ વધારશો. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સારો રહેશે. ફક્ત કોઈ બહારના વ્યક્તિને તમારા સંબંધમાં વચ્ચે આવવા દેવા નહીં. નોકરિયાત જાતકો માટે આ અઠવાડિયું સાનુકૂળ રહેશે. પરણિત લોકો તેમના ગૃહસ્થ જીવનને સુખી બનાવવા માટે ઘણા પ્રયત્નો કરશો કારણ કે આ સમય દરમિયાન તમારા જીવનસાથી કોઈ કારણસર ઘરમાં કોઈક બાબતે ઝગડો કરી શકે છે, પરંતુ તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને પરિસ્થિતિને સંભાળી લેશો. સ્વાસ્થ્ય બાબતે આ સમય થોડો નબળો રહેશે, તેથી તમારા માટે સાવચેતી રાખવી જરૂરી રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય નબળો રહેશે, પરંતુ કોઈ સ્પર્ધા માટે કરેલા પ્રયત્ન સફળ થશે. આ અઠવાડિયાના છેલ્લા બે દિવસ મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે.

વૃશ્ચિકઃ આ અઠવાડિયામાં તમે સારા-નરસા સમયના સાક્ષી બનશો. એક તરફ ખર્ચાઓમાં વધારો થતો રહેશે, જે તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. બીજી તરફ, આવકમાં વધારો કરવા માટે તમે સક્રીય થશો અને તમારા પ્લાનિંગથી ફાયદો પણ થશે. પરણિત લોકો પોતાના ગૃહસ્થ જીવનમાં ઘણા પ્રેમનો અનુભવ કરશે. તમે રોમાંસ કરવામાં નવા પ્રયોગો કરશો અને તમારા જીવનસાથીને તમારા દિલના ઊંડાણથી પ્રેમ આપશો, આમ કરવાથી તમારી વચ્ચેની કેમેસ્ટ્રી ખૂબ જ મજબૂત બનશે અને વિવાહિત જીવન ખુશહાલ રહેશે, પરંતુ પ્રેમ જીવન માટે આ સમય થોડો નબળો બની શકે છે. તમારે તમારા પ્રિય સાથે તમારા મનની વાત કરવી જોઈએ, એવું ન થાય કે આ વાત કરવામાં મોડું થઈ જાય અને તેઓ તમારી રાહ જોતા જ રહી જાય. નોકરી કરતા જાતકો માટે આ અઠવાડિયું સારું રહેશે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તમારા માટે યોગ્ય રહેશે તેથી પ્રયાસ કરતા રહેવું. વેપારી કરતા લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે. તમારી યોજનાઓમાં તમને ઘણી સફળતા પ્રાપ્ત થશે, જેનાથી તમને નાણાકીય લાભ પણ થઈ શકે છે. હાલમાં નવું રોકાણ કરવાનું ટાળજો. અઠવાડિયાનો છેલ્લો દિવસ મુસાફરી કરવાના હેતુથી સારો રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે ઘણા અવરોધો તમારા અભ્યાસમાં ખલેલ ઉભી કરી શકે છે.

ધનઃ પ્રોફેશનલ મોરચે વાત કરીએ તો સમય સારો છે. નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે. તમે નોકરી બદલવાનો પ્રયાસ કરશો અને સારી વાત એ છે કે તમને સારી નોકરીની તક પણ મળશે. જો નોકરી માટે અરજી કરવી હોય તો આ અઠવાડિયું તમારા માટે સાનુકૂળ રહેશે. વેપારી જાતકો માટે અઠવાડિયું થોડું નબળું રહી શકે છે, તેથી સમજદારીપૂર્વક રોકાણ કરવું અને કોઈ પણ મોટા સોદાને અંતિમ સ્વરૂપ આપતા પહેલા બે વખત વિચાર કરવો. તમારા વિરોધીઓથી થોડું સાવધાન રહવું, તમારી માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે તેથી તેમનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ચડતી-પડતી ભરેલું રહેશે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સામાન્ય રહેશે. તમે તમારા સંબંધને આગળ વધારવા માટે તમારા પ્રિય સાથે વાત કરશો. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું વધુ સાનુકૂળ નથી, તેથી મુસાફરી કરવાનું ટાળવું. વિદ્યાર્થીઓ માટે આ સમય ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. એકાગ્રતા વધારવા અને બહારના લોકો સાથે વધુ પડતી વાતચીત કરવાનું ટાળવું પડશે અને અભ્યાસ કરવા પર વધારે ધ્યાન એકત્રિત કરવું પડશે. સ્વાસ્થ્ય થોડું નબળુ રહેશે અને ફેફસામાં ચેપ લાગવો અથવા હળવો તાવ અથવા છાતી જકડાઈ જવી જેવી સમસ્યાઓ તમને વ્યથિત કરી શકે છે, તેથી સાવચેત રહવું. તમારા ખાનપાનનું પુરતું ધ્યાન રાખવું અન્યથા તેનાથી પેટ પણ ખરાબ થઈ શકે છે.

મકરઃ અત્યારે તમારો આત્મવિશ્વાસ ખૂબ જ સારો રહેશે, જેના કારણે તમે દરેક કામ વધુ સારી રીતે કરી શકશો. નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. તમે તમારી કાર્યક્ષમતાના બળ પર તમારા માટે સારું સ્થાન બનાવી શકશો. કાર્યક્ષેત્રમાં અને વ્યવસાયિક વર્તુળોમાં તમારું સન્માન વધશે અને સાથે પ્રમોશન અને પગાર વધારો પણ મળી શકે છે. વેપારીઓ તેમના કામને આગળ વધારવા માટે કેટલાક નવા લોકો સાથે સોદા કરી શકે છે. આવા સોદા અને કરારોથી તમને ભવિષ્યમાં ફાયદો મળી રહેશે, પરંતુ કોઈના પર આંધળો વિશ્વાસ કરવો નહીં. કામમાં ગાફેલિયત ચલાવી શકાય તેમ નથી. પ્રેમ સંબંધોમાં હોય તેમના માટે આ સમય સાનુકૂળ રહેશે. તમારા જીવનમાં સમસ્યાઓ ચાલતી હોય તો ઓછી થશે અને એકબીજા પ્રત્યે લાગણી વધશે. વિવાહિતો તેમના ગૃહસ્થ જીવનનો આનંદ માણી શકશે અને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી રહેશે, જે તમારા સંબંધોને પૂર્ણ કરવાનું કામ કરશે. ગૃહસ્થ જીવનમાં અહંકારના કારણે મૂશ્કેલી ઉભી થઈ શકે છે, તેથી તેની કાળજી લેવી. તમારા જીવનસાથી કેટલીક એવી વાતો કહી શકે છે જે તમને માનસિક રીતે વ્યથિત કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. તમે સખત મહેનત પણ કરશો અને તમે તમારા અભ્યાસને આગળ ધપાવીને અને જાતે જ સારી મહેનત કરીને સફળતા મેળવશો. મુસાફરી કરવાના હેતુથી આ અઠવાડિયું સાનુકૂળ રહેશે.

કુંભઃ તમે મોટાભાગના સમયમાં એકંદરે માનસિક રીતે પ્રસન્ન રહેશો અને બીજાને ખુશ કરવાનો પ્રયાસ કરશો. સામાજિક ક્ષેત્રે તમે સક્રીય થશો. તમે સમાજનું ઋણ અદા કરવા માટે કોઇ જવાબદારી ઉપાડો તેવી શક્યતા છે. સેવા કાર્યોમાં ખર્ચ થઇ શકે છે. જોકે કેટલાક એવા સંજોગો પણ આવશે જેમાં ખર્ચામાં અચાનક વધારો થવા પાછળનું કારણ તમને સમજાશે નહીં. પરિવારમાં થોડી ખુશીઓનું આગમન થશે. ઘરમાં કોઈના લગ્ન અથવા અન્ય કોઈપણ ફંકશન થઈ શકે છે. તમને તમારા ભાઈ-બહેનોનો સહયોગ મળશે. વેપાર માટે આ સમય ઘણો સારો રહેશે. તમારા અટકેલા કામ પણ પૂરા થશે. મિત્રોના સહયોગથી તમને બિઝનેસ કરવામાં સફળતા મળી શકે છે. નોકરિયાતોના જીવનનો આ સમય ચડતી-પડતી ભરેલો રહેશો. તમે તમારા કામમાં સખત મહેનત કરશો. તેમ છતાં તમે નોકરીમાં ટકી રહેશો અને વધું સારા કામ કરવા માટે તમને પ્રેરણા મળશે. જો કોઈ મહિલા તમારી સાથે કામ કરે છે, તો તેની સાથે સારું વર્તન કરવું. વિવાહિત જાતકો તેમના ગૃહસ્થ જીવનનો આનંદ માણી શકશે અને તમારા જીવનસાથીના સહયોગથી કોઈ મહત્વપૂર્ણ કામ કરી શકશે. પ્રેમ જીવન વિતાવી રહેલા જાતકો માટે આ સમય સારો રહેશે. મુસાફરી કરવાના હેતુથી આખું અઠવાડિયું સાનુકૂળ રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધામાં સફળતા મળી શકે છે. રાજનીતિના ક્ષેત્રમાં પણ તમને સફળતા મળવાની સંભાવના રહેશે.

મીનઃ અત્યારે તમારી આવકનો પ્રવાહ એકધારો જળવાઇ રહેશે પરંતુ સામે ખર્ચમાં પણ વધારો થશે. તમે કોઈ બાબતને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, જે લાંબા ગાળે તમને અસર બતાવશે. અઠવાડિયાની શરૂઆતમાં તમને કોઈ મોટી વ્યક્તિને મળવાની તક મળશે, જે તમને ઘણી ખુશી પ્રદાન કરશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. વેપાર કરનારા લોકો માટે આ સમય સારો રહેશે. તમે અત્યાર સુધી ખૂબ મહેનત કરી છે અને હવે તમને તેનું ફળ તમારી સામે મળતું દેખાશે. નોકરી કરતા જાતકો માટે આ સમય ચડતી-પડતી ભરેલો રહેશે. આ અઠવાડિયે નોકરીમાં બદલી થાય તેવી સંભાવના રહેશે. વિવાહિત જાતકો પોતાના ગૃહસ્થ જીવનને લઈને થોડાક અંશે ચિંતિત રહેશે અને તમારા જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય બહુ સાનુકૂળ નથી. તમારો પ્રિય થોડા ગુસ્સામાં રહેશે, આ વિશે તમે તેમની સાથે વાત કરી શકો છો અને તમને તેમનું વર્તન પણ ગમશે નહીં. અઠવાડિયાના છેલ્લા દિવસો મુસાફરી કરવાના હેતુથી સારા રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયું તમારા માટે સારું રહેશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવામાં વધું ધ્યાન આપી શકશે જ્યારે અઠવાડિયાના છેલ્લા દિવસો મુસાફરી કરવાના હેતુથી સાનુકૂળ રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.