ETV Bharat / bharat

કોરોના પ્રકોપ વચ્ચે આજે ગૃહ પ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળમાં 4 ચૂંટણી સભાઓ યોજશે - અમિત શાહની રેલી

એક તરફ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખબ જ ઘાતકી સાબિત થઈ રહી છે. ત્યારે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી માટે આગામી 22 એપ્રિલના રોજ મતદાન યોજાશે. જેને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે એટલે કે સોમવારના રોજ પશ્ચિમ બંગાળમાં 4 ચૂંટણી સભાઓ યોજશે. જેમાં રોડ-શૉ નો પણ સમાવેશ થાય છે.

કોરોના પ્રકોપ વચ્ચે આજે ગૃહ પ્રધાન અમિત શાહ પશ્ચિમ બંગાળમાં 4 ચૂંટણી સભાઓ યોજશે

author img

By

Published : Apr 19, 2021, 1:10 PM IST

  • કોરોના વચ્ચે ગૃહ પ્રધાન પ.બંગાળમાં વિવિધ સભાઓ યોજશે
  • સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી વિવિધ સ્થળોએ કાર્યક્રમ
  • પશ્ચિમ બંગાળમાં 6ઠ્ઠા તબક્કાના મતદાન માટે કરી રહ્યા છે પ્રચાર

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે પશ્ચિમ બંગાળમાં 4 ચૂંટણી સભાઓમાં સંબોધન કરશે. જોકે, કોરોનાના પ્રકોપ વચ્ચે ભાજપ દ્વારા આ પ્રકારે રેલીઓ અને સભાઓ કોઈ પણ રોકટોક વગર યોજવામાં આવતા રાજકીય ક્ષેત્રે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ ચૂંટણી: વડાપ્રધાન મોદી સોમવારે 3 રેલીઓમાં ભાગ લેશે

અમિત શાહનો કાર્યક્રમ

અમિત શાહની પ્રથમ સભા સવારે 11 કલાકે પશ્ચિમ બર્ધમાન જિલ્લાના પાંડવેશ્વર ખાતે યોજાશે. બીજી સભા ચાકુલિયા ખાતે બપોરે 1:30 વાગ્યે યોજાશે. અમિત શાહની ત્રીજી જાહેર સભા બપોરે 3 કલાકે કાલિયાગંજ ખાતે યોજાશે. જ્યારબાદ સાંજે 4 કલાકે બાલુરઘાટમાં એક રોડ-શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમિત શાહના મમતા દીદી પર આકરા પ્રહારો, કૂચબિહારની ઘટનામાં રાજકારણ દુ:ખદ

22 એપ્રિલના રોજ યોજાશે 6ઠ્ઠા તબક્કાનું મતદાન

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી 8 તબક્કાઓમાં યોજાઈ રહી છે. જે પૈકી 5 તબક્કાઓ પૂર્ણ થઈ ચૂક્યાં છે. 6ઠ્ઠા તબક્કાના મતદાન માટે હાલમાં પ્રચાર પ્રસારની કામગીરી ચાલી રહી છે. અગાઉ મતદાન શરૂ થવાના 24 કલાક અગાઉ આચારસંહિતા લાગુ કરવામાં આવતી હતી. ચૂંટણી આયોગ દ્વારા તેને વધારીને 72 કલાક કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં 22 એપ્રિલના રોજ 6ઠ્ઠા તબક્કાનું, 26 એપ્રિલના રોજ 7માં તબક્કાનું અને 29 એપ્રિલના રોજ 8માં અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે આગામી 2 મે ના રોજ તમામ તબક્કાના મતદાનના પરિણામો જાહેર કરાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.