ETV Bharat / bharat

India vs Spain: સ્પેન સામે ગોળ કરતા ભારતના નામે થશે આ રેકોર્ડ

ભારત અને સ્પેન વચ્ચે 1948થી અત્યાર સુધી કુલ 30 મેચ રમાઈ છે. ભારતીય ટીમ 13 મેચ જીતવામાં સફળ રહી હતી જ્યારે સ્પેને 11 મેચ જીતી છે. છ મેચ ડ્રો રહી હતી. 2020 ઓલિમ્પિક ગેમ્સમાં ભારતે સ્પેન સામે 3-0થી મોટી જીત નોંધાવી હતી.

Hockey World Cup 2023 today fixture india vs Spain PR sreejesh fourth World cup

author img

By

Published : Jan 13, 2023, 3:54 PM IST

ભુવનેશ્વર: ઓડિશાના ભુવનેશ્વર અને રાઉરકેલામાં આજથી હોકી વર્લ્ડ કપની 15મી આવૃત્તિ શરૂ થઈ રહી છે. હોકીના આ મહાયુદ્ધમાં વિશ્વના 16 દેશો વિશ્વ ચેમ્પિયન બનવા માટે પ્રયત્ન કરશે. વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમોને ચાર પૂલમાં વહેંચવામાં આવી છે. પૂલ Aમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, આર્જેન્ટિના, પૂલ Bમાં બેલ્જિયમ, જાપાન, કોરિયા, જર્મની, નેધરલેન્ડ, ચિલી, મલેશિયા, ન્યૂઝીલેન્ડ પૂલ Cમાં અને ભારત, વેલ્સ, સ્પેન, ઇંગ્લેન્ડ પૂલ Dમાં છે.

આ પણ વાંચો Hockey World Cup 2023 : પ્રથમ દિવસે ચાર મેચ રમાશે, ઓસ્ટ્રેલિયાનો સામનો ફ્રાન્સ સામે થશે

ભારત આજે સ્પેન સાથે ટકરાશે: રેન્કિંગમાં છઠ્ઠા નંબર પર ભારતીય ટીમ સ્પેન સાથે સાંજે 7 વાગ્યે બિરસા મુંડા સ્ટેડિયમ રાઉરકેલામાં ટકરાશે. 2021 ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમ આ વખતે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરશે તેવી આશા છે. ભારત તેની પ્રથમ મેચ 13 જાન્યુઆરીએ સ્પેન, 15 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ અને 19 જાન્યુઆરીએ વેલ્સ સામે રમશે. 17 દિવસ સુધી ચાલનારા હોકીના આ મહાકુંભમાં 44 મેચ રમાશે. ગ્રુપ સ્ટેજમાં 24 મેચ રમાશે, જેમાં ભારતની ત્રણ મેચ હશે.

આ પણ વાંચો Hockey World Cup 2023: ઓપનિંગ સેરેમનીમાં લોકોએ સ્ટાર્સ સાથે ડાન્સ કર્યો

ભારતે ફટકારી બેવડી સદી: ભારતીય ટીમ 15મી વખત હોકી વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે. ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ કપમાં 199 ગોલ કર્યા છે. ભારત ગોલ કરતાંની સાથે જ સ્પેન સામે બેવડી સદી ફટકારશે. વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા 305 ગોલ સાથે પ્રથમ અને નેધરલેન્ડ 267 ગોલ સાથે બીજા ક્રમે છે. જ્યારે ભારત પોતાનો પહેલો ગોલ કરશે ત્યારે તે વર્લ્ડ કપમાં 200 ગોલ કરનાર વિશ્વનો ત્રીજો દેશ બની જશે. આ વર્લ્ડ કપમાં ભારતની આ 96મી મેચ છે.

ભારતમાં ચોથી વખત ઈવેન્ટ યોજાઈ રહી છે: ચોથી વખત વર્લ્ડ કપની યજમાની કરીને ભારત સૌથી વધુ વખત વર્લ્ડ કપનું આયોજન કરનાર દેશ બની ગયો છે. 17 દિવસ લાંબી હોકી ટુર્નામેન્ટની પ્રથમ મેચ 13 જાન્યુઆરીએ અને ફાઇનલ 29 જાન્યુઆરીએ યોજાશે. તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં રમાશે.

ભારતીય ટીમ:

ગોલકીપર: કૃષ્ણ બહાદુર પાઠક, પીઆર શ્રીજેશ

ડિફેન્ડર્સ: જર્મનપ્રીત સિંહ, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), વરુણ કુમાર, અમિત રોહિદાસ (વાઈસ-કેપ્ટન), નીલમ સંજીપ

મિડફિલ્ડર્સ: મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વિ. પ્રસાદ, આકાશદીપ સિંહ

ફોરવર્ડ્સ: મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક, સુખજિત સિંહ

અવેજી: રાજકુમાર પાલ, જુગરાજ સિંહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.