નવી દિલ્હી: ગૃહપ્રધાન અમિત શાહે 2002માં થયેલા (Home Minister Amit Shah On Gujarat riots) ગુજરાત રમખાણો અંગે ANI સંપાદક સ્મિતા પ્રકાશને (Amit Shah on Gujarat riots) ઈન્ટરવ્યુ આપ્યો હતો. તેમણે SCના ચુકાદા, મિડિયાની ભૂમિકા, NGOના રાજકીય પક્ષો અને ન્યાયતંત્રમાં મોદીના વિશ્વાસની વાત કરી હતી. તેમણે કહ્યું કે, 18-19 વર્ષની આ જંગ દેશના આટલા મોટા નેતા એક પણ શબ્દ બોલ્યા વગર બધા દુ:ખો ભગવાન શંકરના ઝેરની જેમ ગળામાં ઉતારી સહન કરતા રહ્યા (Amit Shah interview) અને લડતા રહ્યાં અને આજે જ્યારે અંતમાં સત્ય સોનાની જેમ ચમકીને બહાર આવ્યુ છે, તો હવે આનંદ થઈ રહ્યો છે.
-
#WATCH मोदी जी की भी पूछताछ हुई थी लेकिन तब किसी ने धरना-प्रदर्शन नहीं किया था और हमने कानून को सहयोग दिया और मेरी भी गिरफ़्तारी हुई थी लेकिन कोई भी धरना-प्रदर्शन नहीं हुआ था: गुजरात दंगे के मामले पर केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/qdd1EkxIJO
— ANI_HindiNews (@AHindinews) June 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH मोदी जी की भी पूछताछ हुई थी लेकिन तब किसी ने धरना-प्रदर्शन नहीं किया था और हमने कानून को सहयोग दिया और मेरी भी गिरफ़्तारी हुई थी लेकिन कोई भी धरना-प्रदर्शन नहीं हुआ था: गुजरात दंगे के मामले पर केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/qdd1EkxIJO
— ANI_HindiNews (@AHindinews) June 25, 2022#WATCH मोदी जी की भी पूछताछ हुई थी लेकिन तब किसी ने धरना-प्रदर्शन नहीं किया था और हमने कानून को सहयोग दिया और मेरी भी गिरफ़्तारी हुई थी लेकिन कोई भी धरना-प्रदर्शन नहीं हुआ था: गुजरात दंगे के मामले पर केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/qdd1EkxIJO
— ANI_HindiNews (@AHindinews) June 25, 2022
આ પણ વાંચો: દુબઈમાંથી નકલી ચલણ અને સોનાની દાણચોરીનો કેસ, NIAએ ચાર લોકો સામે કરી ચાર્જશીટ દાખલ
મોદીજીની પૂછપરછ કરવામાં આવી: તેમણે જણાવ્યું કે, મે મોદીજીને નજીકથી આ દુ:ખને સહન કરતા જોયા છે, કારણ કે તે સમયે ન્યાયિક પ્રક્રિયા ચાલતી હોવાથી બધુ સાચુ હોવા છતા પણ અમે કશુ બોલી શકતા ન હતા, મજબૂત મનનો માણસ જ આ સ્ટેંડ લઈ શકે છે. તેમણે કહ્યું હતુ કે, મોદીજીની પણ પૂછપરછ કરવામાં આવી હતી, તે સમયે કોઈએ ધરણા પ્રદર્શન કર્યા ન હતા, અમે કાનુને સહકાર આપ્યો હતો અને મારી ધરપકડ થઈ હતી તો પણ કોઈ ધરણા પ્રદર્શન થયા ન હતા. જે લોકોએ મોદીજી પર આરોપ લગાવ્યા હતા, તેમની પાસે અંતરઆત્મા હોય તો એમને મોદીજી અને બીજેપી સરકારની માંફી માંગવી જોઈએ.
શું આ લોકો અમારા પર આરોપ લગાવે છે?: ગુજરાતના રમખાણોમાં સેનાને નહીં બોલાવવાના સવાલ પર ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, જ્યાં સુધી ગુજરાત સરકારની વાત છે, અમે મોડું કર્યું નથી, જે દિવસે ગુજરાત બંધનું એલાન થયું હતું, અમે સેનાને બોલાવી હતી. ગુજરાત સરકારે એક દિવસનો પણ વિલંબ કર્યો નથી અને કોર્ટે પણ તેને પ્રોત્સાહન આપ્યું છે, પરંતુ દિલ્હી સેનાનું મુખ્ય મથક છે, જ્યારે આટલા શીખ ભાઈઓ માર્યા ગયા, 3 દિવસ સુધી કંઈ થયું નહીં. કેટલી SIT બનાવવામાં આવી? અમારી સરકાર આવ્યા પછી SITની રચના થઈ. શું આ લોકો અમારા પર આરોપ લગાવે છે?
-
#WATCH जहां तक गुजरात सरकार का सवाल है हमने सेना को बुलाने में एक दिन की भी देरी नहीं की: केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/Y5nIJpGia5
— ANI_HindiNews (@AHindinews) June 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH जहां तक गुजरात सरकार का सवाल है हमने सेना को बुलाने में एक दिन की भी देरी नहीं की: केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/Y5nIJpGia5
— ANI_HindiNews (@AHindinews) June 25, 2022#WATCH जहां तक गुजरात सरकार का सवाल है हमने सेना को बुलाने में एक दिन की भी देरी नहीं की: केंद्रीय गृह मंत्री अमित शाह pic.twitter.com/Y5nIJpGia5
— ANI_HindiNews (@AHindinews) June 25, 2022
પત્રકારો અને એનજીઓ મળીને આક્ષેપો ફેલાવે છે: ગુજરાત રમખાણોને રોકવા માટે પોલીસ અને અધિકારીઓને ધાર્યુ કઈ પણ ન કરી શકવાના પ્રશ્ન પર ગૃહપ્રધાને જવાબ આપ્યો કે, બીજેપી વિરોધી રાજકીય પાર્ટી, કેટલીક વિચારધારાને લઈને રાજકારણમાં આવેલા પત્રકારો અને NGO એ મળીને આક્ષેપોનો આટલો પ્રચાર કર્યો હતો અને તેની ઈકોસિસ્ટમ એટલી મજબૂત હતી કે, લોકો તેને જ સત્ય માનવા લાગ્યા હતાં. અમિત શાહે એમ પણ કહ્યું કે, મોદીજી કોઈ નાટક કરીને SIT સામે નથી ગયા કે અમારા સમર્થનમાં આવો અને ધરણા કરો. અમારૂ માનવુ હતું કે, અમારે કાનૂની પ્રક્રિયામાં સહકાર આપવો જોઈએ.
યુપીએ સરકારે એનજીઓને મદદ કરી: જો SIT સીએમ ને પ્રશ્નો પૂછવાં માંગતી હોય અને સીએમ જાતે જ સહકાર આપવા તૈયાર હોય તો પછી આંદોલન શા માટે? ગૃહપ્રધાને એમ પણ કહ્યું કે, ઝાકિયા જાફરી કોઈ બીજાના નિર્દેશો પર કામ કરતી હતી. NGO એ કેટલાય પીડિતોના એફિડેવિટ પર હસ્તાક્ષરો કર્યા અને તેમને આ વાતની ખબર પણ નથી. બધા જ જાણે છે કે, તિસ્તા સેતલવાડની એન.જી.ઓ આ બધુ કરી રહી હતી અને તે સમયની યુપીએ સરકારે એન.જી.ઓની ઘણી મદદ કરી છે. ગુજરાતમાં અમારી સરકાર હતી પણ યૂપીએ સરકારે એન.જી.ઓની મદદ કરી હતી.
મોદીજીએ એક ઉદાહરણ રજૂ કર્યું: બધા જાણે છે કે, આ માત્ર મોદીજીની પ્રતિષ્ટા ખરાબ કરવા માટે કર્યુ હતું, કોર્ટે તેમના ચુકાદામાં કહ્યું કે, ટ્રેનમાં આગ લાગ્યા પછીની ઘટનાઓ પૂર્વ આયોજિત નહીં પણ સ્વયં પ્રેરિત હતી અને તહેલકા દ્વારા કરવામાં આવેલુ સ્ટીંગ ઓપરેશમ પણ ફગાવી દેવામાં આવ્યું હતુ કારણ કે, તેની આગળ-પાછળના ફૂટેજો સામે આવી તો ખબર પડી કે આ સ્ટીંગ રાજકીય હેતુથી કરવામાં આવ્યું હતું. ગુજરાત મોડલ ચોક્કસપણે બન્યુ છે, એમે સૌથી પહેલા દેશના દરેક ગામમાં 24 કલાક વિજળી પહોંચાડવાનુ કામ કર્યું છે. દેશમાં 12 વર્ષમાં અમે શૂન્ય ડ્રોપઆઉટ રેશિયો અને પ્રાથમિક શિક્ષણમાં 99 ટકા થી પણ વધારે બાળકોની નોંધણી સુનિશ્ચિત કરી છે. જ્યાં સુધી રમખાણો નો સવાલ છે તો તમે બીજેપી અને કોંગ્રેસના પાંચ વર્ષના શાસનની તુલના કરો તો તમને ખબર પડી જશે કે કોના શાસનમાં સૌથી વધારે રમખાણો થયા છે. મોદીજીએ તો ઉદાહરણ આપ્યુ છે કે, બંધારણનુ સન્માન કેવી રીતે કરી શકાય છે.
આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્રીય જમીન સંપાદન કાયદો આવ્યો અમલમાં
ગુજરાત રમખાણોમાં થયું હતુ અહસાન જાફરીનુ મોત: 28 ફેબ્રુઆરી 2002માં અમદાવાદ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા 69 લોકોમાં કોંગ્રેસ સાંસદ અહસાન જાફરીનો પણ સમાવેશ થાય છે. આમાં એક દિવસ પહેલા ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના એક ડબ્બામાં આગ લાગાડવામાં આવી હતી, જેમાં 59 લોકો માર્યા ગયાં હતાં, આ ઘટના પછી ગુજરાતમાં રમખાણો શરૂ થયાં હતાં અને તેમાં 1044 લોકો માર્યા ગયા હતા અને તેમા સૌથી વધારે સંખ્યા મુસલમાનોની હતી, આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે મે 2005માં રાજ્યસભામાં માહિતી આપી હતી કે, આ રમખાણોમાં 254 હિંન્દુઓ અને 790 મુસલમાનોના મોત થયાં હતાં.
ઝાકિયાની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો: SCએ ગયા વર્ષે 9 ડિસેમ્બરે ઝાકિયાની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એસઆઈટી એ કહ્યું હતું કે, 2002ના રમખાણોના કેસમાં કરવામાં આવેલી તપાસ પર ઝાકિયા સીવાય કોઈએ સવાલો નથી કર્યા, આ પહેલા ઝાકિયાના વકિલે કહ્યું હતું કે, 2006ના મામલામાં તેમની ફરિયાદ હતી કે, આ એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું જેમાં અમલદારશાહી નિષ્ક્રિયતા અને પોલીસની મિલીભગત હતી, અને અભદ્ર ભાષા અને હિંસાને પ્રોત્સાહન આપ્યું હતું.