નવી દિલ્હીઃ દેશવાસીઓની નજર કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામણ જે અંદાજપત્ર રજૂ કરવાના છે એના પર છે. ખાસ કરીને મોટાભાગના લોકો એવી આશા રાખી રહ્યા છે કે, આ વખતે ટેક્સમાં થોડી રાહત મળી રહે. પણ જો બજેટના ફ્લેશબેકમાં ડોકિંયુ કરવામાં આવે તો રસપ્રદ હકીકત મળી આવે છે. પ્રાચીન સમયમાં વેપારીઓ પોતાના ધંધાના કેટલાક દસ્તાવેજો એક થેલામાં સાચવીને રાખતા હતા. આ થેલો પછી જે તે નાણાકીય વ્યવહાર અને હિસાબકિતાબ સાથે જોડાઈ ગયો હતો. પછી સરકાર તરફથી સમગ્ર દેશ માટે કેટલાક પ્રોવિઝન અને ફંડ માટેની વ્યવસ્થા માટેનું અંદાજપત્ર રજૂ થતું રહ્યું.
આ પણ વાંચોઃ Economic Survey 2023: નાણાપ્રધાને રજૂ કર્યો આર્થિક સર્વે, વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની સંભાવના
પ્રથમ બજેટઃ દેશનું પ્રથમ બજેટ 163 વર્ષ પહેલા એક સ્કોટિશ અર્થશાસ્ત્રી તથા રાજનેતા જેમ્સ વિલ્સે રજૂ કર્યું હતું. એ સમયે દેશમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું શાસન હતું. તારીખ 7 એપ્રિલ 1860ના દિવસે આ અંદાજપત્ર રજૂ થયું હતું. દેશના પ્રથમ બજેટ પર ઘણી ચર્ચાઓ થઈ છે. પહેલા બજેટમાં ટેક્સનો કોઈ પ્રસ્તાવ ન હતો. પ્રથમ બજેટ માત્ર 15 ઓગસ્ટ 1947 થી 31 માર્ચ 1948 સુધી એટલે કે લગભગ સાડા સાત મહિનાના સમયગાળાને આવરી લેવામાં આવ્યું હતું. નાણાપ્રધાન આરકે સન્મુખમ શેટ્ટીએ 1948-49ના બજેટમાં પહેલીવાર વચગાળાનો શબ્દ વાપર્યો હતો. એ પછી દેશમાં વચગાળાનું બજેટ રજૂ થવાની પ્રથા શરૂ થઈ.
સૌથી વધુ ખર્ચઃ નવેમ્બર 1947ના રોજ જ્યારે દેશના પ્રથમ નાણામંત્રી આરકે સન્મુખમે બજેટ રજૂ કર્યું ત્યારે દેશના સંરક્ષણ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. સ્વતંત્ર ભારતના પહેલા બજેટમાં સૌથી વધુ ખર્ચ માત્ર સંરક્ષણ પર કરવામાં આવ્યો હતો, જે સમગ્ર બજેટના 47 ટકા હતો. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 1947માં રજૂ થયું હોવા છતાં, ભારતમાં બજેટનો ઈતિહાસ 150 વર્ષથી વધુ જૂનો છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આરકે શનમુઘમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. એ પછી મોરારજી દેસાઈએ તેમના જન્મદિવસ, 29 ફેબ્રુઆરી 1964ના રોજ બજેટ રજૂ કર્યું હતું.
આ પણ વાંચોઃ BUDGET 2023: શા માટે જરુરી છે રેલ્વે બજેટ, જાણો આવકના સ્ત્રોત અને ખર્ચ..
સૌથી લાબું કોણ બોલ્યુંઃ શબ્દોની દૃષ્ટિએ સૌથી લાંબુ બજેટ ભાષણ મનમોહન સિંહે 1991માં આપ્યું હતું. ભાષણમાં 18,177 શબ્દો હતા. અરુણ જેટલી બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે છે. 2017માં તેમનું બજેટ ભાષણ 18604 શબ્દોનું હતું. 2015માં જેટલીનું બજેટ ભાષણ 18122 શબ્દોનું હતું, 2018માં 17991 શબ્દોનું અને 2014માં 16528 શબ્દોનું હતું. સૌથી લાંબા બજેટ ભાષણનો રેકોર્ડ જસવંત સિંહના નામે છે. તેમણે 2003માં પોતાનું બજેટ રજૂ કરવામાં 2 કલાક 13 મિનિટનો સમય લીધો હતો. 1977માં હિરુભાઈ એમ પટેલે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે 800 શબ્દોનું સૌથી ટૂંકું બજેટ ભાષણ આપ્યું હતું. મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યું છે. તેમના પછી પી ચિદમ્બરમ છે, જેમણે 9 વખત બજેટ રજૂ કર્યું છે. 28 ફેબ્રુઆરી 1973ના રોજ, વાયબી ચવ્હાણે બજેટ રજૂ કર્યું, જે રૂ. 550 કરોડની બજેટ ખાધને કારણે 'બ્લેક બજેટ' તરીકે જાણીતું બન્યું.
ફેક્ટફાઈલઃ વર્ષ 1955 સુધી બજેટ માત્ર અંગ્રેજી ભાષામાં જ રજૂ થતું હતું, પરંતુ કોંગ્રેસ સરકારે તેને અંગ્રેજી અને હિન્દી બંનેમાં રજૂ કરવાનું શરૂ કર્યું. આ સિવાય વર્ષ 1999 સુધી બજેટ ભાષણ ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું, પરંતુ યશવંત સિંહાએ 1999માં તેને બદલીને સવારે 11 વાગ્યે કરી દીધું હતું. આગામી ફેરફાર બજેટ તારીખ અંગે કરવામાં આવ્યો હતો. અરુણ જેટલીએ 2017માં 1 ફેબ્રુઆરીએ બજેટ ભાષણ રજૂ કર્યું હતું અને ત્યારથી દર વર્ષે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. અગાઉ બજેટ ફેબ્રુઆરીની છેલ્લી તારીખ, 28 કે 29 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું હતું. વર્ષ 2017 પહેલા રેલ બજેટ અને સામાન્ય બજેટ અલગ-અલગ હતા, પરંતુ 2017માં રેલ બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું હતું. ત્યારથી, દર વર્ષે 1 ફેબ્રુઆરીએ, દેશનું માત્ર એક સામાન્ય બજેટ રજૂ કરવામાં આવે છે. કોવિડ-19 મહામારી પછી પેપરલેસ બજેટ શરૂ થયું. વર્ષ 2021-22નું બજેટ પ્રથમ વખત પેપરલેસ રજૂ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ BUDGET 2023: ફેબ્રુઆરીથી વધશે ખિસ્સા ખર્ચ, વાહન-ફ્યૂલ તમામ વસ્તુ મોંઘી
રેલવે બજેટઃ દેશની સૌથી મોટી ટ્રેક ટ્રાંસપોર્ટ સિસ્ટમ માટે 1924માં રેલવે બજેટ શરૂ કરવામાં આવ્યું હતું. એક વર્થ સમિતીની ભલામણથી આ નિર્ણય લેવાયો હતો. વર્ષ 1950માં કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરાય એ પહેલા જ લીક થઈ ગયું હતું. જેના કારણે બજેટ પ્રિન્ટિગનું કામ રાષ્ટ્રપતિ ભવનમાં મિન્ટો રોડ પર સ્થિત એક પ્રેસમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું. વર્ષ 1980થી બજેટ સરકારી પ્રેસમાં પ્રિન્ટ થવા લાગ્યું હતું. વર્ષ 1956 બાદ તમામ બજેટ અંગ્રેજીની સાથોસાથ હિન્દીમાં છપાતા થયા. જોકે, હવે સમગ્ર બજેટ ડિજિટલ ફોર્મેટમાં એક પીડીએફમાં પ્રાપ્ય બની રહે છે.
એક્રેડિયેશન બનાવનાર વિજ્ઞાનીઃ સ્વતંત્ર ભારતના બજેટની પરિકલ્પના પ્રો. પ્રશાંતચંદ્ર મહાલનોબિસે કરી હતી. દેશના બજેટનું એક્રેડિયેશન તેમણે તૈયાર કર્યું હતું. જેઓ એક ભારતીય વિજ્ઞાની અને અને આકડાશાસ્ત્રી હતા. લંડનની કેમ્બ્રીજ યુનિ.માંથી તેમણે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં ડિગ્રી મેળવી હતી. યોજના આયોગના તેઓ સભ્ય હતા. જૂન 29ના રોજ ભારત સરકાર એમનો જન્મદિવસ સ્ટેટિસ્ટિક ડે તરીકે ઉજવે છે. બજેટ આમ તો અર્થશાસ્ત્રનો વિષય છે પણ એક વિજ્ઞાનીનું યોગદાન દેશ માટે અતુલ્ય રહ્યું છે.
વડાપ્રધાને બજેટ આપ્યુંઃ દેશમાં ત્રણ વડાપ્રધાન એવા થઈ ગયા જેમણે દેશનું બજેટ આપ્યું. જેમાં પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરૂનો સમાવેશ થાય છે. વર્ષ 1958-59માં તેમણે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. એ પછી એમના દીકરી ઈન્દિરા ગાંધીએ 1970-71માં બજેટ રજૂ કર્યું હતું. તેમણે એક વડાપ્રધાન તરીકે બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા તરીકે ઈન્દિરા ગાંધીનું નામ લેવાય છે. એ પછી એમના પુત્ર રાજીવ ગાંધીએ દેશનું બજેટ રજૂ કર્યું. વર્ષ 1989-88નું બજેટ તેમણે આપ્યું હતું. આમ ત્રણ વડાપ્રધાને દેશનું બજેટ આપ્યું. આજે નાણાપ્રધાન નિર્મળા સીતારામણ છેલ્લુ પૂર્ણ બજેટ રજૂ કરશે.