- કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ધરણા સતત યથાવત
- આજે બુધવારે મયડ ટોલ પર મહિલાઓની મહાપંચાયત યોજાવાની છે
- જેની સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે
હિસાર: સિરસા હાઈવેનાં ચિકનવાસ ટોલ પર કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના ધરણા સતત યથાવત છે. આ ધરણાની આગેવાની ખેતી બચાવો સંઘર્ષ સમિતિ ફિરોજપુરના પ્રધાન દલજીત સિંહ, મહિલા ખેડૂત આગેવાન રેશ્મા કંબોજ, સતબીર ડૂડી કરી રહ્યા છે, ત્યારે આજે મયડ ટોલ પર મહિલાઓની મહાપંચાયત યોજાવાની છે. જેની સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો : ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને ધરણા પ્રદર્શનો યોજાયા
મહિલાઓએ આ આંદોલન માટે કમર કસી લીધી છે : રેશ્મા કંબોજ
ધરણાની આગેવાની કરતી વખતે રેશ્મા કંબોજે કહ્યું કે, આપણે આપણી ખેતી બચાવવી પડશે. ભલે આ માટે આપણે પોતાનો જીવ જ ગુમાવવો પડે. રેશ્મા કંબોજે જણાવ્યું હતું કે, મહિલાઓએ આ આંદોલન માટે કમર કસી લીધી છે.
આ પણ વાંચો : હરિયાણામાં જાસુસીની શંકાને આધારે 3ની ધરપકડ
કાળા કાયદાઓના વિરોધમાં મહિલાઓ પણ લડત ચલાવી રહી છે
આજે બુધવારે પંજાબની મહિલાઓ મયડ ટોલ પર યોજાનારી મહિલાઓની મહાપંચાયતમાં પણ ભાગ લેશે અને મહિલાઓની સંઘર્ષ સમિતિઓની રચના કરીને આંદોલનને મજબૂત બનાવશે. કાળા કાયદાઓનો વિરોધ કરવા આંદોલનમાં ખેડૂતોની સાથે મહિલાઓ પણ લડત ચલાવી રહી છે.