અમદાવાદ: અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ કંપની હિન્ડનબર્ગ રિસર્ચે તેના રિપોર્ટમાં કંપનીના કામકાજના સ્તરે અદાણી ગ્રૂપમાં ઘણી ગેરરીતિઓનો આક્ષેપ કર્યો છે. આ અહેવાલ બાદ ગ્રૂપ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આની અસર ગ્રુપ કંપનીઓના બોન્ડના ભાવ પર પણ પડી છે. અમેરિકન રેટિંગ એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સે શુક્રવારે અદાણી પોર્ટ્સ અને અદાણી ઇલેક્ટ્રિસિટીનું આઉટલુક નેગેટિવમાં ડાઉનગ્રેડ કર્યું છે.
અદાણી સમૂહ સંકટમાં: અદાણી સમૂહે હિંડનબર્ગના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હિન્ડનબર્ગ પર "અવિચારી" વર્તન કરવાનો આરોપ મૂક્યો અને તેની સામે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે. S&P એ નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ગ્રૂપની કામગીરી અને ડિસ્ક્લોઝર લેવલ અંગે રોકાણકારોમાં ચિંતા છે. અમે અમારા રેટિંગમાં જે જોયું છે તેના કરતાં ચિંતા ઘણી મોટી છે અને તે જોખમ છે. તાજી ચકાસણી અને નકારાત્મક બજાર સેન્ટિમેન્ટ મૂડીની કિંમતમાં વધારો કરી શકે છે અને રેટેડ એકમો માટે ફાઇનાન્સની ઍક્સેસ ઘટાડી શકે છે.
આ પણ વાંચો Fitch Ratings on Adani: ફિચ રેટિંગે અદાણી ગ્રુપને આપી મોટી રાહત, હાલ કોઈ અસર નહિ
S&P નું નિવેદન: S&P એ નિવેદનમાં જણાવ્યું હતું કે, “રોકાણકારોમાં જૂથની કામગીરી અને ડિસ્ક્લોઝર સ્તર અંગે ચિંતા છે. અમે અમારા રેટિંગમાં જે જોયું છે તેના કરતાં ચિંતા ઘણી મોટી છે અને તે જોખમ છે. તાજી ચકાસણી અને નકારાત્મક બજાર સેન્ટિમેન્ટ મૂડીની કિંમતમાં વધારો કરી શકે છે અને રેટેડ એકમો માટે ફાઇનાન્સની ઍક્સેસ ઘટાડી શકે છે. આ બધાને ધ્યાનમાં રાખીને અદાણી ઇલેક્ટ્રિસિટી અને અદાણી પોર્ટ્સનું રેટિંગ આઉટલુક સ્થિરથી નેગેટિવમાં બદલાઈ ગયું છે."
આ પણ વાંચો Jo Johnson Resigns: પૂર્વ PM બોરિસ જોન્સનના ભાઈએ છોડી અદાણી ગ્રુપ કંપની
હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી સમૂહને ભારે નુકસાન: 25 જાન્યુઆરીએ હિન્ડનબર્ગ રિસર્ચનો અહેવાલ આવ્યો તે અગાઉ અદાણી પાસે 120 અબજ ડોલરની સંપત્તિ હતી, પરંતુ તેમના ગ્રૂપ સામે ગંભીર આક્ષેપો થયા પછી ગૌતમ અદાણીનું સામ્રાજ્ય હચમચી ગયું છે. અદાણીએ છેલ્લા 24 કલાકમાં નેટવર્થમાં 23 ટકાનો કડાકો નોંધાવ્યો છે. હિન્ડનબર્ગ રિસર્ચએ પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે ગૌતમ અદાણીના શેરોની વેલ્યૂ વાસ્તવિકતા કરતા 85 ટકા વધારે છે. આ અહેવાલની એવી જોરદાર અસર પડી છે કે અત્યાર સુધીમાં અદાણી જૂથની માર્કેટ કેપિટલ 110 અબજ ડોલર કરતા વધારે ઘટી ગઈ છે. સ્ટોક્સના ભાવોમાં પણ 50થી 60 ટકા જેટલો ઘટાડો થયો છે.