મેંગ્લોર: મેંગલોરની વીવી કોલેજમાં હિજાબ (Karnataka hijab controversy) પહેરવા પરના પ્રતિબંધો વચ્ચે આજે 16 વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કોલેજમાં પ્રવેશ્યા હતા, પરંતુ આ વિદ્યાર્થિનીઓને વર્ગખંડમાં પ્રવેશવાની મનાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઉપિનંગડી સરકારી કોલેજ પ્રશાસને હિજાબ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા 6 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કર્યા છે.
આ પણ વાંચો: મારી છોરી છોરો સે કમ હે કે.. સ્તંભ ન હોવા છતા ઝાડ પર મલખંબની પ્રેકટીસ કરે છે આ છોકરીઓ
મેંગ્લોર યુનિવર્સિટી હેઠળ આવતી કોલેજ, હમ્પનકટ્ટામાં હિજાબ પહેરવાનો ઇનકાર કરવા માટે સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની સામે, 16 વિદ્યાર્થિનીઓને વર્ગખંડમાં હિજાબ પહેરવાની તક (Hijab students denied enter college) આપવા માટે લડાઈ કરવામાં આવી હતી. ગત સોમવારે ડીસી સાથેની બેઠકમાં ડીસીએ સૂચવ્યું હતું કે સિન્ડિકેટના નિર્ણયનું પાલન કરવું જોઈએ. ડીસીના નિવેદન બાદ વિદ્યાર્થિનીઓ કોલેજમાં આવ્યા ન હતા, પરંતુ આજે ફરી આ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને કોલેજ આવ્યા હતા, પરંતુ પ્રિન્સિપાલ ડૉ. અનસૂયા રાય હિજાબ પહેરેલા વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતી. પ્રવેશ નામંજૂરના કારણે વિદ્યાર્થિનીઓ કોલેજની લાઇબ્રેરી પાસે બેસી ગયા હતા.
આ પણ વાંચો: હવે ગામડામાં પણ મળશે નેડવર્ક: IIT મંડીના સંશોધકે એક એવુ સ્પેક્ટ્રમ સેન્સર વિકસાવ્યુંૉ
ઉપિનંગડીમાં વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે: સરકારી અંડરગ્રેજ્યુએટ કૉલેજ, ઉપિનંગડીમાં સતત હિજાબ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા છ વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ (6 students suspended for hijab ) કરવામાં આવ્યા છે. તેઓએ સરકારી અને હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું કે હિજાબ પહેરીને વર્ગખંડમાં પ્રવેશ ન કરવો. લેક્ચરર્સના નિર્ણય મુજબ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા છ વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.