ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી સતત ડ્રગ્સ ઝડપાય (Pipavav drugs seized from Amreli)રહ્યુ છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને ગુજરાત ATSએ દરિયામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ (Pipavav drugs seized)ઝડપ્યું હતું. આ બાબતે વધુ તપાસ કરતા વધુ 4 આરોપીઓની દિલ્હી અને મુજફ્ફરાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ વધુ એક ખુલાસો કર્યો હતો. 5 મહિના પહેલા આવેલ પીપાવાવ પોર્ટમાં (Pipavav Port)એક કન્ટેનરમાંથી સુતળીની અંદરથી 80થી 90 કિલો જેટલું ડ્રગ્સ મળ્યું છે. આમ 7 દિવસની અંદર 436 કિલો હેરોઇન ગુજરાત પોલીસે ઝડપ્યું છે.
દિલ્હી-મુંઝફ્ફરનગરમાં ગુજરાત ATSના ધામા - ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દરિયાની અંદર પકડાયેલા ડ્રગ્સ બાબતે વધુમાં ખુલાસો કર્યો હતો કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને એટીએસની ટીમ દ્વારા પાકિસ્તાનની સરહદ નામની બોટ માંથી 9 પાકિસ્તાનની સાથે 56 કિલો હેરોઇન મળ્યું હતું. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ફાયરિંગમાં મુખ્ય ટંડેલને સામાન્ય ઇજા થઇ છે ત્યારે તેઓની સારવાર બાદ વધુ માહિતી પ્રાપ્ત થશે. જ્યારે દિલ્હી અને મુઝફ્ફર નગરમાં પણ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં વધારાનું 35 કિલો બીજુ હેરોઈન અને એસિટીક એનાફીટ્રેડ ઝડપાયું છે. જ્યારે ચાર આરોપીઓને ધરપકડ પણ કરાઈ છે આમાં અબ્દુલ કે જેઓ વર્ષ 2015માં રિફ્યુજી થઈને આવ્યા હતા તથા અન્ય બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. દિલ્હીના શાહીબાગમાં 50 કિલો હેરોઇન અને 30 લાખ રૂપિયા રોકડા પણ મળ્યા છે. જ્યારે હટાવી ચેકપોસ્ટ પાસેથી જે 120 કિલો હેરોઇન પકડાયું હતું તે પણ અબ્દુલ અને અવતાર સિંહનો જ મુદ્દામાલ હોવાનું સામે આવ્યું છે. 1.રાજી હૈદર, સાઉથ દિલ્હી 2. ઈમરાન આમીર મુઝફ્ફર નગર, ઉત્તર પ્રદેશ,3. અવતાર સિંહ ઉર્ફે સન્ની, સાઉથ દિલ્હી, 4. અબ્દુલ રાબ કંધાર, અફઘાનિસ્તાન
દેશના તમામ પોર્ટ પર ATS નું ઓપરેશન કાર્યરત - આશિષ ભાટિયા વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2019 માં કાશ્મીરના માર્ગેથી ભારત-પાકિસ્તાન વચ્ચેનો ટ્રેન વ્યવહાર બંધ થયો છે. આ ઉપરાંત પંજાબમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બોર્ડર ઉપર હોય છે સાથે જ રાજસ્થાનમાં પણ બોર્ડર ઉપર ફેન્સીંગ કરવામાં આવી છે અને ગુજરાતની બોર્ડર ઉપર ફેન્સીંગ કરાઈ છે. ગુજરાતનો કોસ્ટલ એરિયામાં ખાલી હોય છે ત્યારે આ માર્ગેથી વધુ પ્રમાણમાં દર્શાવે છે ત્યારે આજે રીતે ગુજરાતમાં સતત દર્શાવી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને ATSને ડીઆરઆઈ દ્વારા દેશના તમામ એરપોર્ટ પર ખાસ તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે પીપાવાવ પોર્ટ પર પાંચ મહિના પહેલા આવેલ એક કન્ટેનરમાં સુતળીની અંદર 80 થી 90 કિલો જેટલા ડ્રગ્સ હેરોઇન ઝડપી પાડવામાં આવ્યા છે. જેની મૂળકિંમત 450 કરોડ રૂપિયાથી પણ વધુ થઈ છે.
આ પણ વાંચોઃ દરિયાઈ ડ્ર્ગ્સ સ્ટ્રાઈક : ગૃહ પ્રધાનની ચેતવણી - "જીતને ભેજોગે ઉતને પકડેંગે, વેલકમ ટૂ ગુજરાત જેલ...."
સુતળીમાં કેવી રીતે ડ્રગ્સની મિલાવટ કરી - આશિષ ભાટિયા સુતળીમાં ડ્રગ્સ બાબતની વાત કરતાં જણાવ્યું હતું કે એસિટીક એનાફ્રીટ્રેડની મદદથી તૈયાર કરવામાં આવે છે. જે અફીણ મદદથી હેરોઇન તૈયાર કરવા માટેનું આ એક કેમિકલ છે. જ્યારે આ કેમિકલ રાખવો ગુનો છે જ્યારે 5 મહિના પહેલા પીપાવાવ પોર્ટ પર આવેલા એક કન્ટેનરમાં 350 કિલો સુતળીમળી હતી જેમાં લિકવિડ ફોર્મમાં હેરોઇન આવ્યું હતું. જ્યારે કંડલા બંદરે ઓપરેશન હાથ ધરી સંદિગ્ધ કન્સાઈન્મેન્ટની તપાસ કરતા તેમાંથી 205 કિલોનું કુલ 439 કરોડનું હેરોઈન પકડવામાં આવેલ હતું. આ કન્સાઈન્મેન્ટ ઉત્તરાખંડની કોઈ ફોર્મ દ્વારા અફઘાનિસ્તાન અબ્બાસ પોર્ટ પરથી મંગાવામાં આવ્યું હતું.
દિલ્હી થી 1-1 કિલોના પાર્સલ આગળ મોકલવામાં આવતા હતા - આશિષ ભાટિયા વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીથી અને મુઝફ્ફરનગર ડ્રગ્સના એક કિલોના પાર્સલ આગળ મોકલવામાં આવતા હતા. દિલ્હીમાં જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે મૂળ ગાંધારનો છે અને તે મેડિકલ અભ્યાસ માટે ભારતમાં આવ્યો હતો અને કોરોના ના સમયગાળા દરમિયાન તેઓ આ ડ્રગ્સના કૌભાંડમાં સપડાયા હતા.
મુખ્ય આરોપી કરાંચીમાં - DGP આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી મુસ્તફા અત્યારે હાલ કરાચીમાં છે અને ફક્ત આટલી જ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને એટીએસ દ્વારા દરિયામાં 200 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ પકડવામાં આવ્યું છે. તેમાં હજુ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જે લોકો પકડાયા છે તેમાં અમુક લોકો ફક્ત માછીમારી કરવા આવી રહ્યા હતા. અમુક ચોક્કસ લોકોએ આ કામગીરી કરી હોવાનું પણ વિગતો સામે આવી છે.