ETV Bharat / bharat

ટોપર વિદ્યાર્થીઓએ માણી હેલિકોપ્ટરની મોજ, કહ્યું થેંક્યુ CM - રાયપુર

વર્ષ 2022માં છત્તીસગઢ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ભૂપેશ સરકાર અનોખી રીતે 10મા અને 12મામાં ટોપ વિદ્યાર્થીઓનું સન્માન કરી રહી છે. આ તમામ વિદ્યાર્થીઓને હેલિકોપ્ટર રાઈડ આપવામાં આવી રહી છે.(Helicopter ride for topper students of Raipur) 5 મે 2022 ના રોજ, સીએમ ભૂપેશ બઘેલે જાહેરાત કરી હતી કે, બોર્ડની પરીક્ષામાં ટોપર્સને હેલિકોપ્ટર પ્રવાસ આપવામાં આવશે.

પરિક્ષામાં ટોપ કરેલ વિદ્યાર્થીઓને મુખ્યપ્રધાને કરાવી હેલિકોપ્ટર રાઈડ
પરિક્ષામાં ટોપ કરેલ વિદ્યાર્થીઓને મુખ્યપ્રધાને કરાવી હેલિકોપ્ટર રાઈડ
author img

By

Published : Oct 8, 2022, 5:15 PM IST

રાયપુર(છત્તીસગઢ) : શહેરમાં પ્રથમ વખત હોશિયાર વિદ્યાર્થીઓને હેલિકોપ્ટરથી મુસાફરી કરાવવામાં આવી હતી.(Helicopter ride for topper students of Raipur) મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલની જાહેરાતના આધારે રાજ્યમાં પ્રથમ વખત ધોરણ 10 અને 12ના તેજસ્વી બાળકોનું અનોખી રીતે સન્માન કરવામાં આવ્યુ હતુ. છત્તીસગઢ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની વર્ષ 2022ની વાર્ષિક પરીક્ષામાં ધોરણ 10 અને 12માં મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનારા 125 વિદ્યાર્થીઓ હેલિકોપ્ટર રાઈડનો આનંદ લીધો હતો.

ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા: સ્વામી આત્માનંદ મેરીટોરીયસ સ્ટુડન્ટ્સ પ્રમોશન સ્કીમ હેઠળ, પોલીસ ગ્રાઉન્ડ ખાતે વર્ષ-2022 માટે પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.(student get helicopter ride) શાળા શિક્ષણ પ્રધાન પ્રેમસાઈ સિંહ ટેકામ, શાળા શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ આલોક શુક્લા અને સચિવ ભારતીદાસન હેલિપેડ પર પહોંચ્યા હતા. અહીં તેઓ તેજસ્વી વિદ્યાર્થીઓને મળ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.

હેલિકોપ્ટર 18 વખત ઉડશેઃ હેલિકોપ્ટરમાં 7 સીટ હોવાને કારણે એક સમયે માત્ર 7 વિદ્યાર્થીઓ જ મુસાફરી કરી શકશે. આવી સ્થિતિમાં 125 વિદ્યાર્થીઓને ફરવા માટે હેલિકોપ્ટર 18 વખત ઉડાન ભરશે.

માંગવામાં આવ્યા સંમતિ પત્ર: માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ, પ્રોફેસર વીકે ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે, "કુલ 125 વિદ્યાર્થીઓ 10મા અને 12મા બોર્ડ સહિત મેરિટમાં આવ્યા છે. હેલિકોપ્ટર મુસાફરી માટે, બોર્ડે વિદ્યાર્થીઓના પરિવારજનો પાસે થી તેમની સહી સાથે સંમતિ પત્ર મંગાવ્યા હતા."

હું હેલિકોપ્ટરમાં ક્યારે બેસીશ?: 6 મે 2022ના રોજ, CM બેઠક કાર્યક્રમમાં પ્રતાપપુર વિધાનસભાના રઘુનાથ નગર પહોંચ્યા હતા. (cm bhupesh baghel )અહીંની સ્વામી આત્માનંદ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થીની સ્મૃતિએ મુખ્યપ્રધાનને પૂછ્યું હતું કે, હું હેલિકોપ્ટરમાં ક્યારે બેસીશ?. મુખ્યપ્રધાને આના પર કહ્યું હતું કે, "જ્યારે તમે 12મા ધોરણમાં ટોપ કરશો ત્યારે તમને હેલિકોપ્ટરમાં બેસાડવામાં આવશે." તે સમયે સ્મૃતિ એ વાત પર મક્કમ હતી કે તેણે હેલિકોપ્ટરમાં બેસવાનુ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.