કાશ્મીર સમગ્ર ઉત્તર ભારત છેલ્લા આઠ દિવસોમાં કડકડતી (Snowfall In Kashmir ) ઠંડી દાઢી ધ્રુજાવી રહી છે, જેના કારણે લોકોનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આખો દિવસ ગરમ કપડાં પેહરીને બેસી રેહવું પડે એવી હાલત છે. જો કે, કઠોર શિયાળો કાશ્મીર ખીણના પ્રવાસન ઉદ્યોગ માટે અનુકૂળ અને ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. તાપમાન શૂન્યથી નીચે હોવા છતાં પ્રવાસીઓનું ખીણ પ્રદેશમાં આવવાનું ચાલુ છે. હિમવર્ષાથી અહીં બરફ (Snow in Kashmir) જોવા આવેલા પ્રવાસીઓના ચહેરા પર ખુશી જોવા મળી છે. પ્રવાસીઓ કાશ્મીર ખીણના વિવિધ સુંદર પર્યટન સ્થળોની પ્રશંસા કરી રહ્યા છે, આ સમય દરમિયાન પ્રવાસીઓ સફેદ બરફથી ઢંકાયેલા જંગલોનો નજારો માણવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો Cold In Mount Abu: માઉન્ટ આબુમાં માઇનસ-4 ડીગ્રી ઠંડી, બનાસકાંઠા પણ ઠંડીમાં ઠુંઠવાયું
પ્રવાસીઓનું ફેવરિટ પહલગામ પણ આ દિવસોમાં પ્રવાસીઓ માટે (Heavy Snowfall in Kashmir) આકર્ષક પર્યટન સ્થળ બની ગયું છે. પ્રવાસીઓ પહેલગામના બેતાબ વેલી, ચંદન વાડી અને અરુ વેલી જેવા સુંદર સ્થળોની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે. પ્રવાસીઓ પહેલગામમાં તાજી હિમવર્ષાનો આનંદ માણે છે અને બરફ સાથે રમીને તેમની ઇચ્છાઓ પૂરી કરે છે. ગયા વર્ષે, ઉનાળામાં તેમજ શિયાળામાં, પહેલગામે દેશી અને વિદેશી પ્રવાસીઓની રેકોર્ડબ્રેક સંખ્યા નોંધાઈ હતી.
આ પણ વાંચો લાહૌલ-સ્પીતી, રોહતાંગ પાસ પર બરફ વર્ષા થઇ
સત્તાવાર આંકડાઓ અનુસાર, 2022માં કુલ 7,89,014 પ્રવાસીઓ પહેલગામ પહોંચ્યા હતા, જેમાં 5,23,473 સ્થાનિક (બિન-સ્થાનિક) અને 5,323 વિદેશી હતા. ઈટીવી ભારત સાથે વાત કરતા પ્રવાસીઓએ કહ્યું કે કાશ્મીર ખીણ તેમની અપેક્ષા કરતા વધુ સુંદર છે. જ્યારે તેઓ કાશ્મીરના સુંદર સ્થળોએ પહોંચે છે, ત્યારે તેમને એવું લાગે છે કે જાણે તેઓ સ્વર્ગમાં પ્રવેશ્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે અમે ફરીથી અહીં આવવાની ઈચ્છા સાથે પરત ફરી રહ્યા છીએ. ઘણા હનીમૂન કપલ્સ અહીં બરફ જોવા આવ્યા અને તેમનું સપનું સાકાર થયું.
પ્રવાસીઓનું કહેવું છે કે અહીંના કાશ્મીરી લોકો ખૂબ જ સરસ છે. વધુને વધુ લોકોએ કાશ્મીરની મુલાકાત લેવી જોઈએ અને અહીંનો શિયાળો ખૂબ જ રોમાંચક હોય છે અને પહેલગામ કાશ્મીરનું સૌથી સુંદર સ્થળ છે. અમે અહીં ખૂબ જ સુરક્ષિત અનુભવી રહ્યા છીએ અને અમને લાગે છે કે આ પૃથ્વી પરનું વાસ્તવિક સ્વર્ગ છે. અમે સમાચારમાં જે સાંભળ્યું કે જોયું તે સંપૂર્ણપણે ખોટું છે કે, અહીં મોટો ત્રાસવાદ છે. લોકો માટે આ વિશ્વની શ્રેષ્ઠ જગ્યામાં આવીને આનંદ માણવામાં કોઈ જોખમ નથી. અમે પહેલીવાર બરફવર્ષા જોઈને ખૂબ જ ઉત્સાહિત છીએ.