ETV Bharat / bharat

Red Alert In Mumbai: મુંબઈમાં ભારે વરસાદથી લોકલ ટ્રેન સેવા થઈ પ્રભાવિત - મુંબઈમાં ભારે વરસાદ

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં શુક્રવાર સવારથી જ વરસાદ થઈ રહ્યો હતો પરંતુ આ ઉપનગરોમાં ભાર વરસાદની સૂચના છે. ત્રણ કલાક દરમિયાન, સવારે 7 વાગ્યા સુધી મુંબઈમાં 36 મીમી વરસાદ પડ્યો હતો જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 75 મીમી અને 73 મીમી વરસાદ પડ્યો હતો.

Red Alert In Mumbai
Red Alert In Mumbai
author img

By

Published : Jul 16, 2021, 2:29 PM IST

  • મુંબઈમાં ભારે વરસાદથી લોકલ ટ્રેન સેવા થઈ પ્રભાવિત
  • 3 કલાકમાં 75 મીમી અને 73 મીમી વરસાદ પડ્યો
  • અનેક ટ્રેનો તેના નિર્ધારિત સમયથી 20થી 25 મિનિટ મોડી

મુંબઈ: મુંબઈ તેમજ તેના ઉપનગરોમાં કેટલીયે જગ્યાઓ પર શુક્રવાર સવારથી જ ભાર વરસાદ થયો જેના કારણે ઘણી જગ્યાએ ટ્રેક ઉપર પાણી ભરાવાના કારણે લોકલ ટ્રેન સેવાઓને અસર થઈ હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, મધ્ય રેલ્વેની મુખ્ય લાઇન તેમજ હાર્બર લાઇન પરની ઉપનગરીય ટ્રેનો પણ તેમના નિર્ધારિત સમયથી 20થી 25 મિનિટ મોડી દોડી રહી છે. કોવિડ -19 મહામારીને ધ્યાનમાં રાખીને લોકલ ટ્રેન સેવા ફક્ત આરોગ્ય અને આવશ્યક સેવા કર્મચારીઓ માટે ચાલી રહી છે. સામાન્ય લોકોને હજી સુધી લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ નથી.

આ પણ વાંચો: મુંબઈમાં ભારે વરસાદ: લોકલ ટ્રેન-બસ સેવાઓ ખોરવાઈ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

3 કલાકમાં 75 મીમી અને 73 મીમી વરસાદ પડ્યો

મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં શુક્રવારના રોજ ભારે વરસાદને કારણે અનેક ઉપનગરોના રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. 3 કલાકમાં સવારે 7 વાગ્યા સુધીમાં 36 મીમી વરસાદ થયો જ્યારે પૂર્વી અને પશ્વિમી ઉપનગરોમાં ક્રમશ: 75 મીમી અને 73 મીમી વરસાદ થયો. મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, પૂર્વી મુંબઈમાં કુર્લા સ્ટેશન પાસે ટ્રેક પર પાણી ભરાવાને કારણે મુખ્ય લાઈન (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને કુર્લા વચ્ચે) અને હાર્બર લાઈન (CSMT-વાશી-પનવેલ) પર ઉપનગરીય ટ્રેન સેવાઓ સવારથી પ્રભાવિત છે.

અનેક ટ્રેનો તેના નિર્ધારિત સમયથી 20થી 25 મિનિટ મોડી

તેઓએ જણાવ્યું કે, કુર્લા-વિદ્યાવિહાર વચ્ચે સ્લો લાઈન ટ્રેન ટ્રાફિકને હાઇ સ્પીડ લાઇન તરફ વાળવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, હાર્બર લાઇન પર લોકલ સમયપત્રક કરતા 20-25 મિનિટ પાછળ દોડી રહી છે. તેઓએ જણાવ્યું કે, જો કે, થાણે-વાશી ટ્રાંસહાર્બર માર્ગ ઉપર નિર્ધારિત પ્રમાણે ટ્રેનો દોડી રહી છે. મધ્ય રેલવે મુંબઈ મહાનગરિય વિસ્તારમાં ચાર અલગ-અલગ ઉપનગરીય કોરિડોર પર ઉપનગરીય ટ્રેન સેવાઓ ચલાવે છે. કોરોના મહામારીને કારણે આ 1,700 થી વધુ ઉપનગરીય સેવાઓ ચલાવતા હતા અને દરરોજ 40 લાખથી વધુ લોકો તેમાં સફર કરતા હતા.

  • #WATCH | Mumbai: Daily commuters' movement affected as railway track waterlogged in Sion following heavy rainfall.

    Regional Meteorological Centre, Mumbai predicts "light to moderate rain in city & suburbs with possibility of heavy rainfall at isolated places" for next 24 hours pic.twitter.com/s6qq03tuIr

    — ANI (@ANI) July 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: મુંબઈમાં ભારે વરસાદ, રેડ એલર્ટ વચ્ચે લોકોને ઘરમાં રહેવાની સલાહ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.