- મહારાષ્ટ્રમાં સેન્ટ્રલ રેલવેેનો ટ્રાફિક ખોરવાયો
- ઈગતપુરી વિસ્તારમાં ભારે વરસાદથી પહોંચી ગંભીર અસર
- સેન્ટ્રલ રેલવેેએે ખારડી અને ઇગતપુરી રેલવેે સ્ટેશન વચ્ચે ટ્રેન સેવા બંધ કરી
મુંબઇ: કસારા ઘાટમાં ભારે વરસાદના કારણે રેલવેે લાઇન ( Heavy Rain in Mumbai ) ડૂબી ગઈ છે. જેના કારણે સેન્ટ્રલ રેલવેેનો ( Central Railway ) ટ્રાફિક ખોરવાયો છે. સાવચેતીના પગલાંરુપે સેન્ટ્રલ રેલવેેએ ખારડીથી ઇગતપુરી રેલવેે સ્ટેશન બંધ કરી દીધું છે. સેન્ટ્રલ રેલવેએ પૂર પછી અંબરનાથ અને લોનાવાલા વચ્ચેનો ટ્રાફિક અટકાવ્યો હતો અને મુંબઇથી 90 કિલોમીટર દૂર વાંગાણી સ્ટેશન નજીક ખંડાલા ઘાટ વિભાગમાં કેટલાક પથ્થરો પડી ગયા હતાં.
મુંબઇ આવતીજતી ઘણી લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો અટવાઈ
આ ઉપરાંત ( Heavy Rain in Mumbai ) ભારે વરસાદને ( Heavy Rain in Mumbai ) કારણે ઘાટોમાં ભૂસ્ખલન થયું છે. તેથી સાવચેતીના પગલાં તરીકે સેન્ટ્રલ રેલવેે એડમિનિસ્ટ્રેશને ( Central Railway ) સવારે 10: 15 વાગ્યે ખારડી અને ઇગતપુરી રેલવેે સ્ટેશન વચ્ચે ટ્રેન સેવા બંધ કરી દીધી છે. પરિણામે, મુંબઇ આવતીજતી ઘણી લાંબાં અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનો અટવાઈ ગઈ છે.
રેલવેે લાઇન પર ભૂસ્ખલનની ઘટનાઓ
પ્રાપ્ત માહિતી અનુસાર ખારડી અને ઇગતપુરી સ્ટેશન વચ્ચે મુંબઇથી અમરાવતી એક્સપ્રેસ અટવાઇ છે. આ ઉપરાંત ઉંબરમાળી ખાતે રેલવેે પાટા ઉપરના પૂરને કારણે ઉપર અને નીચે માર્ગો ઉપર ટ્રાફિક ખોરવાયો છે.( Heavy Rain in Mumbai ) કસારા ઘાટમાં રેલવેે લાઇન પર ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની છે. સેન્ટ્રલ રેલવેે ( Central Railway ) એડમિનિસ્ટ્રેશન ઘાટ વિભાગની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમજ ઘાટ વિભાગમાં એન્જિનિયરિંગ ટીમ અને રેલવેેનો સ્ટાફ તહેનાત કરાયો છે.
મુંબઇ-નાશિક હાઈવે પર ટ્રાફિક બંધ
જૂના કસારા ઘાટ પર ( Heavy Rain in Mumbai ) લેન્ડસ્લાઇડથી મુંબઇ-નાશિક હાઈવે પર ટ્રાફિક બંધ રહ્યો છે. આ પથ્થરોને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ ઉપરાંત મુંબઇ-આગ્રા હાઈવે ઉપર લલિત કંપની સામેનો આખો હાઈવે પાણીમાં ડૂબી ગયો છે અને ટ્રાફિક અટવાઈ ગયો છે.
બંગાળના અખાતમાં વાવાઝોડાંની સ્થિતિની અસર
આજે મુંબઈમાં ફરીથી ભારે વરસાદની ( Heavy Rain in Mumbai ) ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વાવાઝોડાની સ્થિતિ છે. આને કારણે આગામી 24 કલાકમાં વિદર્ભ, મરાઠવાડા, બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, કર્ણાટક, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને રાજસ્થાનમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 21 જિલ્લામાં સૌથી વધુ વરસાદ
આ પણ વાંચોઃ Mumbai Rain: મુંબઈના ચેમ્બુર-વિક્રોલી દુર્ઘટનામાં 30ના મોત, વડાપ્રધાને દુ:ખ વ્યક્ત કર્યુ